SearchBrowseAboutContactDonate
Page Preview
Page 20
Loading...
Download File
Download File
Page Text
________________ નમસ્કારનિર્યુક્તિ (નિ. ૮૮૭) શ ૧૧ प्रतिपादयामः । सूत्रादिश्च नमस्कारः, अतस्तमेव प्राग् व्याख्याय सूत्रं व्याख्यास्यामः, स चोत्पत्त्याद्यनुयोगद्वारानुसारतो व्याख्येयः, तत्र नमस्कारनियुक्तिप्रस्ताविनीमिमामाह गाथां नियुक्तिकार: उप्पत्ती १ निक्खेवो २ पयं ३ पयत्थो ४ परूवणा ५ वत्थु ६ अक्खे ७ पसिद्धि ८ कमो ९ पओयण १० फलं ११ नमोक्कारो ॥८८७॥ व्याख्या : उत्पादनम् उत्पत्तिः, प्रसूतिः उत्पाद इत्यर्थः, सोऽस्य नमस्कारस्य नयानुसारतश्चिन्त्यः, 5 तथा निक्षेपणं निक्षेपो न्यास इत्यर्थः, स चास्य कार्यः, पद्यतेऽनेनेति पदं तच्च नामिकादि, તથ્વીર્ય વચ્ચે, તથા “પાર્થ:' પાર્થ: પાર્થ , સ ચ વાગ્ય, તબ્ધ ૨ નિર્વેશ: सदाद्यनुयोगद्वारविषयत्वात्, प्रकर्षेण रूपणा-प्ररूपणा कार्येति, वसन्त्यस्मिन् गुणा इति वस्तु तदर्ह वाच्यम्, आक्षेपणम् आक्षेपः आशङ्केत्यर्थः, सा च कार्या, प्रसिद्धिः तत्परिहाररूपा वाच्येति, क्रमः अहंदादिरभिधेयः, 'प्रयोजनं' तद्विषयमेव, अथवा येन प्रयुक्तः प्रवर्तते तत्प्रयोजनम्- 10 अपवर्गाख्यं, तथा 'फलं' तच्च क्रियाऽनन्तरभावि स्वर्गादिकम्, अन्ये तु व्यत्ययेन प्रयोजनफलयोरर्थं प्रतिपादयन्ति, नमस्कारः ( ९५०० ग्रन्थाग्रं) खल्वेभिरैश्चिन्त्य इति गाथासमुदायार्थः ॥८८७॥ ગુરુમુખેથી જે રીતે અવધારણ કરેલું હોય તે રીતે જ તત્વાર્થનું પ્રતિપાદન અમે (ટીકાકારાદિ) કરીએ છીએ. સૂત્રની શરૂઆતમાં નમસ્કાર છે. તેથી નમસ્કારનું જ પ્રથમ વ્યાખ્યાન કરીને સૂત્રનું વ્યાખ્યાન અમે કરીશું. તે નમસ્કાર ઉત્પત્તિ વગેરે અનુયોગદ્વારના અનુસાર વ્યાખ્યાન કરવા યોગ્ય 15 છે. તેમાં નિર્યુક્તિકાર પ્રથમ નમસ્કારનિર્યુક્તિનો આરંભ કરતી આ ગાથાને કહે છે કે - ગાથાર્થ ઉત્પત્તિ, નિક્ષેપ, પદ, પદાર્થ, પ્રરૂપણા, વસ્તુ, આશંકા, સમાધાન, ક્રમ, પ્રયોજન અને ફળ (આ ધારોવડે) નમસ્કાર (વિચારવો.) ટીકાર્થ : (૧) ઉત્પત્તિદ્વારમાં નમસ્કારની ઉત્પત્તિ નયોને અનુસારે વિચારવા યોગ્ય છે. (૨) નમસ્કારના નિક્ષેપો કહેવા. (૩) જેના વડે જણાય તે પદ, અને તે પદ તરીકે નામિકપદાદિ 20 જાણવા. નમસ્કારના નામિકાદિ પદો કહેવા. (૪) પદનો અર્થ તે પદાર્થ, તે કહેવા યોગ્ય છે, અને પદાર્થનો નિર્દેશ પણ સત્ વગેરે અનુયોગનો વિષય હોવાથી કહેવા યોગ્ય છે. (૫) પ્રકર્ષવડે જે કથન કરવું તે પ્રરૂપણા કહેવાય, તે કરવી. (આ અને ઉપરોક્ત વ્યાખ્યાઓનો ભાવાર્થ તે તે દ્વારમાં સ્પષ્ટ થઈ જશે.) (૬) જેમાં ગુણો વસે= રહે તે વસ્તુ. નમસ્કારને યોગ્ય વસ્તુ કહેવી. (૭) આક્ષેપ એટલે શંકા (અર્થાત્ પ્રશ્ન), તે કરવી. (૮) પ્રસિદ્ધિ એટલે ઉત્તર કહેવો. 25 *(૯) ક્રમમાં અરિહંતાદિ અર્થોનો ક્રમ કહેવો. (૧૦) પ્રયોજનદ્વારમાં અરિહંતાદિના ક્રમનું પ્રયોજન જણાવવું. અથવા જેને મેળવવા જીવ (નમસ્કારની) પ્રવૃત્તિ કરે છે તે પ્રયોજન અને તે પ્રયોજન તરીકે મોક્ષ જાણવો. (૧૧) ફળ તરીકે ક્રિયા પછી તરત થનારું સ્વર્ગાદિ ફળ જાણવું. કેટલાક આચાર્યો પ્રયોજન અને ફળનો અર્થ અદલબદલ કરે છે. (અર્થાત્ સ્વર્ગાદિને પ્રયોજન અને મોક્ષને ફળ કહે છે.) આ અગિયાર વારોવડે નમસ્કાર વિચારવા યોગ્ય છે. આ પ્રમાણે 30 ગાથાનો સમુદાયાર્થ (સંક્ષેપાર્થ) કહ્યો. ૮૮૭
SR No.005756
Book TitleAvashyak Niryukti Part 04
Original Sutra AuthorN/A
AuthorAryarakshitvijay
PublisherVijay Premsuri Sanskrit Pathshala
Publication Year2010
Total Pages418
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aavashyak
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy