________________
૧૦ ની આવશ્યકનિયુક્તિ • હરિભદ્રીયવૃત્તિ • સભાષાંતર (ભાગ-૪) निक्षेपसामान्याल्लाघवार्थमित्यलं प्रसङ्गेन । एवं विनेयजनानुग्रहायानुगमादीनां प्रसङ्गतो विषयविभागः प्रदर्शितः, अधुना प्रकृतं प्रस्तुमः, तत्र सूत्रं सूत्रानुगमे सत्युच्चारणीयं, तच्च पञ्चनमस्कारपूर्वकं, तस्याशेषश्रुतस्कन्धान्तर्गतत्वात्, अतोऽसावेव सूत्रादौ व्याख्येयः, सर्वसूत्रादित्वात्, सर्वसम्मत
सूत्रादिवत्, सूत्रादित्वं चास्य सूत्रादौ व्याख्यायमानत्वात्, नियुक्तिकृतोपन्यस्तत्वाद्, अन्ये तु 5 व्याचक्षते-मङ्गलत्वादेवायं सूत्रादौ व्याख्यायत इति, तथाहि-त्रिविधं मङ्गलम् - आदौ मध्येऽवसाने
च, तत्राऽऽदिमङ्गलार्थं नन्दी व्याख्याता, मध्यमङ्गलार्थं तु तीर्थकरादिगुणाभिधायकः 'तित्थकरे' इत्यादि गाथासमूहः, नमस्कारस्त्ववसानमङ्गलार्थं इति, एतच्चायुक्तं, शास्त्रस्यापरिसमाप्तत्वादवसानत्वानुपपत्तेः, न चाऽऽदिमङ्गलत्वमप्यस्य युज्यते, तस्य कृतत्वात्, कृतकरणे चानवस्थाप्रसङ्गात्,
अलं वा परबद्धिमान्द्यप्रदर्शनेन, नैष सतां न्यायः. सर्वथा गरुवचनाद यथाऽवधारितं तत्त्वार्थमेव 10 વાતોથી સર્યું. આ પ્રમાણે શિષ્યસમૂહ ઉપર ઉપકાર કરવા માટે અનુગમાદિનો પ્રસંગથી વિષયવિભાગ બતાવ્યો.
હવે પ્રસ્તુત વિચારણા કરીએ. તેમાં સૂત્રાનુગમમાં સૂત્ર ઉચ્ચારણ કરવા યોગ્ય છે. તે સૂત્ર પંચનમસ્કારપૂર્વક ઉચ્ચારવું જોઈએ, કારણ કે પંચનમસ્કાર સર્વ શ્રુતસ્કંધોમાં સમાયેલો છે. તેથી
સૂત્રોની શરૂઆત પંચનમસ્કારનું જ વ્યાખ્યાન કરવા યોગ્ય છે. તેનું પણ કારણ એ છે કે આ 15 પંચનમસ્કાર સર્વ સૂત્રોની શરૂઆત છે, તેથી જેમ સર્વ સંમત સૂત્રનું વ્યાખ્યાન પ્રથમ કરાય છે,
તેમ નમસ્કારની વ્યાખ્યા પણ શરૂઆતમાં કરવી જોઈએ. વળી સર્વ સૂત્રોમાં તે પ્રથમ છે. તેનું કારણ એ છે કે તે સૂત્રની શરૂઆતમાં વ્યાખ્યાન કરાય છે. તેનું પણ કારણ એ છે કે – નિર્યુક્તિકારે પંચનમસ્કાર સૂત્રની શરૂઆતમાં રાખ્યો છે. અહીં કેટલાક આચાર્યો એમ કહે છે કે – “પંચનમસ્કાર
એ મંગળ હોવાથી સૂત્રની શરૂઆતમાં વ્યાખ્યાન કરાય છે. તે આ પ્રમાણે – ત્રણ પ્રકારના મંગળ 20 છે શરૂઆતમાં, મધ્યમાં અને અંતમાં. તેમાં પ્રથમ મંગળ માટે નંદીનું વ્યાખ્યાન કર્યું. મધ્યમ
મંગળ માટે તીર્થકરાદિના ગુણોને કહેનારો “તિત્થરે માવંતે' ગા. ૮૦ વગેરે ગાથાઓનો સમૂહ કહ્યો. તથા અંતિમ મંગલ માટે નમસ્કાર કહેવાય છે. (આમ એ મંગલરૂપ હોવાથી સૂત્રની શરૂઆતમાં કહેવાઈ રહ્યો છે.)
ટીકાકાર : તમારી આ વાત અયુક્ત છે, કારણ કે શાસ્ત્ર હજુ સમાપ્ત જ થયું નથી તો 25 શાસ્ત્રનો અંત જ ક્યાંથી આવ્યો? (કે જેથી તમે કહો છો કે અંતિમ મંગળ માટે નમસ્કાર છે.)
(અન્યાચાર્ય : તો એમ કરો અહીંથી સૂત્રની શરૂઆત થતી હોવાથી આ પ્રથમ મંગળ માટે છે એમ જાણો. પરંતુ નમસ્કાર એ મંગળ માટે છે એ તો નક્કી છે.)
ટીકાકાર : પંચનમસ્કાર આદિમંગળરૂપ પણ નથી, કારણ કે તે તો નિર્યુક્તિકારે ગ્રંથની શરૂઆતમાં જ નંદીના વ્યાખ્યાનરૂપે કરી દીધું છે. વળી કરેલાને જ જો કરવાનું હોય તો અનવસ્થાનો 30 પ્રસંગ આવે. (તેથી એ વાત નક્કી થાય છે, નમસ્કાર મંગળરૂપ છે માટે નહિ પણ નિર્યુક્તિકારે તેનો પ્રથમ ઉપન્યાસ કરેલ હોવાથી તે સૂત્રની શરૂઆતમાં વ્યાખ્યાન કરવા યોગ્ય છે.) .
અથવા બીજાની બુદ્ધિની મંદતાને દેખાડવાથી સર્યું. સજજનોને આ ઉચિત નથી. સર્વથા