SearchBrowseAboutContactDonate
Page Preview
Page 197
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮૮ નો આવશ્યકનિયુક્તિ • હરિભદ્રીયવૃત્તિ સભાષાંતર (ભાગ-૪) होलं वाएहि' अण्णो असहमाणो भणति-गयपोययस्स मत्तस्स उप्पइयस्स जोअणसहस्सं पए पए सयसहस्सं एत्थवि ता मे होलं वाएहि । अन्नो भणइ-तिलआढयस्स वृत्तस्स निप्फण्णस्स बहुसइयस्स तिले तिले सयसहस्सं एत्थवि ता मे होलं वाएहि, अण्णो भणइ-नवपाउसंमि पुण्णाए गिरिणईयाए सिग्घवेगाए एगाहमहियमेत्तेण नवणीएण पालिं बंधामि एत्थवि ता मे होलं वाएहि, अन्नो 5 भणइ-जच्चाण नवकिसोराण तद्दिवसेण जायमेत्ताण केसेहिं नहं छाएमि एत्थवि ता मे होलं वाएहि, अन्नो भणइ-दो मज्झ अस्थि रयणा सालिपसूई य गद्दभिया य छिन्ना छिन्नावि रुहंति एत्थवि ता मे होलं वाएहि, अन्नो भणइ-सयसुकिलनिच्चसुयंधो भज्ज अणुव्वय नत्थि पवासो પાસે કેટલી મિલકત છે? તે જાણવા) ચાણક્ય નગરજનોને ભોજન અને મદ્યપાન કરાવે છે. જ્યારે મદ્યપાનથી બધાં નશામાં આવ્યા ત્યારે ચાણક્ય નાચ્યો અને કહ્યું – “મારી પાસે બે ભગવા 10 રંગના વસ્ત્રો, સુવર્ણમય કમંડળ અને ત્રિદંડ છે, તથા રાજા પણ મારે આધીન છે. તેની ખુશાલીમાં તમે મારા માટે હોલક (વાઘ વિશેષ) વગાડો.” આ વાતને સહન નહીં કરનાર અન્ય વૈપારી બોલ્યો- “મત્ત એવા હાથીનું તરત જન્મેલું બચ્ચે એક હજાર યોજન ચાલે, તેના દરેક પગલે એક લાખ સોનામહોર મૂકી શકુ એટલું ધન મારી પાસે છે. તેથી મારી માટે પણ તું હોલક વગાડ.” અન્ય વેપારીએ કહ્યું – “એક આઢક પ્રમાણ વાવેલા તલમાંથી ઉત્પન્ન થયેલા ઘણા સેંકડો 15 તલના દરેકે દરેક તલ ઉપર એક લાખ સોનામહોર મૂકી શકુ એટલું ધન મારી પાસે છે. તેથી મારા માટે પણ તું હોલક વગાડ.” અન્ય વેપારીએ કહ્યું - ‘નવા વર્ષાકાળમાં પાણીથી ભરપૂર, શીઘ્ર વેગવાળી પર્વત ઉપરથી વહેતી નદીના પાણીને રોકવા માટે એક દિવસે મંથન કરીને કાઢેલા માખણથી હું પાળી બાંધી શકું એટલું ગોધન ગોકુળ મારે ત્યાં છે, એ નિમિત્તે તું હોલક વગાડ.” અન્ય વેપારીએ કહ્યું – ‘તે જ દિવસે જન્મેલા જાતિવંત બાળ ઘોડાઓના વાળથી હું આખું આકાશ 20 ઢાંકી શકું એટલા ઘોડાઓ મારી પાસે છે, તેથી હોલક વગાડ.” અન્ય વેપારીએ કહ્યું – “મારી પાસે બે રત્નો છે ૧. શાલિપ્રસૂતિ (=જુદા જુદા શાલિના=ધાન્યના બીજોને ઉત્પન્ન કરનારું રત્ન), અને ૨. ગઈભિકાશાલિરત્ન કે જેનાવડે વારંવાર છેદવા છતાં ધાન્ય ઉગે છે. (એટલો મારી પાસે ધાન્યભંડાર છે.) તેથી મારા માટે હોલક વગાડ.” અન્ય વેપારીએ કહ્યું – “સદા માટે (વિષયો પ્રત્યે) મારી મતિ શુક્લ = વૈરાગ્યવાળી છે. તેથી નિત્ય સુગંધવાળો છું, મારી પત્ની મને ४९. झल्लरीं वादय, अन्योऽसहमानो भणति-गजपोतस्य मत्तस्योत्पतितस्य योजनसहस्रं पदे पदे शतसहस्रं अत्रापि तन्मे झल्लरी वादय, अन्यो भणति-उसस्य तिलाढकस्य निष्पन्नस्य बहुशतिकस्य तिले तिले शतसहस्रं अत्रापि तन्मे झल्लरी वादय, अन्यो भणति-नवप्रावृषि पूर्णाया गिरिनद्याः शीघ्रवेगाया एकाहमथितमात्रेण नवनीतेन पाली बध्नामि अत्रापि तन्मे झलरी वादय, अन्यो भणति-जात्यानां किशोराणां तद्विवसजातमात्राणां केशैर्नभश्छादयामि अत्रापि तन्मे झलरी वादय, अन्यो भणति-२ 30 ममास्ति रत्ने-शालिप्रसूतिश्च गर्दभिका च, छिन्ना छिन्ना अपि रोहन्ति, अत्रापि झल्लरी वादय, अन्यो भणति सदाशुक्लो नित्यसुगन्धो भार्या अनुवर्त्तिनी नास्ति प्रवासो * सुय० प्र०
SR No.005756
Book TitleAvashyak Niryukti Part 04
Original Sutra AuthorN/A
AuthorAryarakshitvijay
PublisherVijay Premsuri Sanskrit Pathshala
Publication Year2010
Total Pages418
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aavashyak
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy