________________
પારિણામિકીબુદ્ધિના દષ્ટાન્નો (નિ. ૯૪૯-૯૫૧) ૧૭૧ अहं एतीसे कएण किलेसमणुहवामि एसावि एवंविहत्ति पव्वइओ, इयराणि तं चेव णयरं गयाणि जत्थ सो दारओ राया जाओ, साहूवि विहरंतो तत्थेव गओ, तीए पच्चभिन्नाओ, भिक्खाए समं सुवण्णं दिण्णं, कूवियं, गहिओ, रायाए मूलं णीओ, धावीए णाओ, ताणि निव्विसयाणि आणत्ताणि, पिया भोगेहिं निमंतिओ, नेच्छइ, राया सड्डो कओ, वरिसारत्ते पुण्णे वयंतस्स अकिरियाणिमित्तं धिज्जाइएहिं दुवक्खरियाए उवट्ठाविआ, परिभट्ठियारूवं कयं, सा गुठ्विणीया 5 अणुव्वयइ, तीए गहिओ, मा पवयणस्स उड्डाहो होउत्ति भणइ-जइ मए तो जोणीए णीउ अह ण मए ता पोट्टं भिंदित्ता णीउ, एवं भणिए भिन्नं पोटैं, मया, वन्नो य जाओ, सेट्ठिस्स पारिणामिगी इयं, સર્વ પ્રસંગ શ્રેષ્ઠિને કહ્યો. (આ સાંભળી શ્રેષ્ઠિને વૈરાગ્ય જાગ્યો તેણે વિચાર્યું) “સંસારના વ્યવહારોથી સર્યું, હું આના માટે આટલા કષ્ટો અનુભવું છું અને આ પણ આવી નીકળી.” એમ વિચારી શ્રેષ્ઠિએ પ્રવ્રજ્યા લીધી. વજા અને બ્રાહ્મણ પણ તે જ નગરમાં ગયા, જ્યાં આ બાળક રાજા 10 બન્યો હતો. તે સાધુઓ પણ વિહાર કરતા તે જ નગરમાં આવ્યા. (ફરતા ફરતા સાધુ વજાના ઘરે ભિક્ષાનિમિત્તે પહોંચ્યો.) વજાએ સાધુને ઓળખી લીધો. (તેથી સાધુને ફસાવવા) વજાએ સુવર્ણને ભિક્ષામાં છુપાવી ભિક્ષા આપી. પછી વજાએ બુમાબુમ કરી કે – “આ સાધુ સુવર્ણ લઈને ભાગી ગયો છે.” રાજપુરુષોએ સાધુને પકડ્યો.
સાધુને રાજા પાસે લઈ ગયા. તે સમયે ધાવમાતાએ સાધુની ઓળખાણ આપી કે – “આ 15 તમારા પિતા છે.” રાજાએ બ્રાહ્મણ અને વજાને દેશ બહાર કરવાની આજ્ઞા આપી. રાજાએ પિતાને પાછા સંસારમાં આવવાની નિમંત્રણા કરી, પરંતુ સાધુ ઇચ્છતો નથી. પિતાવડે રાજા શ્રાવક કરાયો.
ચોમાસુ પૂર્ણ થતાં સાધુઓનો વિહાર કરવાનો સમય આવ્યો તે વખતે વિહાર કરતા રાજાના પિતામહારાજનો અવર્ણવાદ થાય તે નિમિત્તે બ્રાહ્મણોએ પરિવ્રાજિકાના વેષમાં દાસીને ઉપસ્થિત કરી. તે ગર્ભવાળી દાસી તે સાધુની પાછળ-પાછળ અનુસરે છે. પાછળ જતા-જતા દાસીએ સાધુને 20 પકડી લીધો. (અને કહ્યું “મને મૂકીને ક્યાં જાઓ છો ?”) પ્રવચનહીલના ન થાય તે માટે સાધુએ કહ્યું – “જો મારાવડે તને ગર્ભ રહ્યો હોય તો તે ગર્ભનું બાળક યોનિવડે બહાર આવે, અને જો મારાવડે તને ગર્ભ રહ્યો ન હોય તો પેટ ફાડીને બહાર આવે.” આ પ્રમાણે કહેતા તેણીનું પેટ ચિરાઈ ગયું. તે સ્ત્રી મૃત્યુ પામી અને પ્રવચનનો જયજયકાર થયો. શ્રેષ્ઠિની આ પારિણામિકીબુદ્ધિ જાણવી અથવા જે બુદ્ધિએ તેને દીક્ષા અપાવી તે બુદ્ધિ પારિણામિકી જાણવી. 25
३२. अहमेतस्याः कृते क्लेशमनुभवामि एषा त्वेवंविधेति प्रव्रजितः, इतरौ अपि तदेव नगरं गतौ यत्र स दारको राजा जातः, साधुरपि विहरन् तत्रैव गतः, तया प्रत्यभिज्ञातः, भिक्षया समं स्वर्णं दत्तं, कूजितं, गृहीतः, राज्ञो मूलं नीतः, धात्र्या ज्ञातः, तौ निर्विषयावाज्ञप्तौ, पिता भोगैर्निमन्त्रितः, नेच्छति, राजा श्राद्धः कृतः, वर्षारात्रे पूर्णे व्रजतोऽक्रिया( ऽवर्ण) निमित्तं धिग्जातीयैद्यक्षरिका उपस्थापिता, परिभ्रष्टाया रूपं कृतं, सा गुर्विणी अनुव्रजति, तया गृहीतः, मा प्रवचनस्योड्डाहो भूदिति भणति-यदि मया तदा योन्या 30 निर्यातु अथ न मया तदोदरं भित्त्वा निर्गच्छतु, एवं भणिते भिन्नमुदरं, मृता, वर्णश्च जातः, श्रेष्ठिनः पारिणामिकीयं,