________________
પારિણામિકબુદ્ધિનું ફળ (નિ. ૯૪૮) મા ૧૬૭ अनुमानस्य तत्त्वत एकलक्षणत्वात्, उक्तं च
“अन्यथाऽनुपपन्नत्वं, यत्र तत्र त्रयेण किम् ?।
नान्यथाऽनुपपन्नत्वं, यत्र तत्र त्रयेण किम् ? ॥१॥" इत्यादि । साध्योपमाभूतस्तु दृष्टान्तः, उक्तं च-“यतः साध्यस्योपमाभूतः, स दृष्टान्त इति कथ्यते" कालकृतो देहावस्थाविशेषो वय इत्युच्यते, तद्विपाके परिणामः-पुष्टता यस्याः सा 5तथाविधा, हितम्-अभ्युदयस्तत्कारणं वा, निःश्रेयसं-मोक्षस्तन्निबन्धनं वा हितनिःश्रेयसाभ्यां फलवती हितनिःश्रेयसफलवती बुद्धिः पारिणामिकी नामेति गाथार्थः ॥ ____ अस्या अपि शिष्यगणहितायोदाहरणैः स्वरूपं दर्शयन्नाह
સમાધાન : એવું નથી, કારણ કે પરમાર્થથી અનુમાન (પ્રતિજ્ઞાદિ પંચાવયવરૂપ નથી, પરંતુ) એક સ્વરૂપે જ છે. (અર્થાત્ કોઈક સ્થાને દષ્ટાન્ત વિના પણ અન્યથાનુપપત્તિગ્રાહક એવા પ્રમાણથી 10 અનુમાન થતું દેખાય છે. જેમકે જીવનું શરીર આત્માથી અધિષ્ઠિત છે. પ્રાણાદિમત્વાન્યથાનુપપત્તિથી અર્થાત્ શરીરમાં આત્માનું અસ્તિત્વ માન્યા વિના પ્રાણાદિ ઘટતા ન હોવાથી સિદ્ધ થાય છે કે જીવનું શરીર આત્મા સહિતનું છે. અહીં દષ્ટાન્ત વિના માત્ર અન્યથાનુપપત્તિથી અનુમાન થતું દેખાય છે. આમ દષ્ટાન્ત વિના પણ અનુમાન થતું હોવાથી અનુમાનના પ્રહણથી દષ્ટાન્ત આવી જ જાય એવો નિયમ નથી.)
15 કહ્યું છે–“જે હેતુમાં અન્યથા (સાધ્ય વિના) અનુપપન્નત્વ છે. ત્યાં ત્રયનું = પક્ષધર્મતાદિત્રયનું શું કામ છે ? (અર્થાત્ આ ત્રણે ન હોય તો પણ ચાલે.) તથા જે હેતુમાં અન્યથાનુપપન્નત્વ નથી ત્યાં ત્રયનું શું કામ છે? (અર્થાત જો હેતુમાં અન્યથાનુપપન્નત્વ નથી તો પક્ષધર્મતાદિ ત્રણે વિવક્ષિત સાધ્યને સિદ્ધ કરવા સમર્થ બનતા નથી.” ન્યાયવિનિશ્ચયવિવરણ પ્ર. ૨-૧૫૪. આમ આ શ્લોક દ્વારા અનુમાન અને દષ્ટાન્ત તદ્દન જુદા સાબિત થતાં હોવાથી અનુમાનના ગ્રહણથી દષ્ટાન્ત ગ્રહણ 20 થઈ જતું નથી એ જાણવું. માટે જ દૃષ્ટાન્તનું જુદુ ઉપાદાન કર્યું છે.) આ દષ્ટાન્ત એ સાધ્યની ઉપમા સ્વરૂપ હોય છે. અર્થાત્ સાધ્યમાં રહેલા ધર્મો જેવા ધર્મો જેમાં રહેલા હોય તે દષ્ટાન્ત.) કહ્યું છે - “જે સાધ્યની ઉપમાસ્વરૂપ છે તે દૃષ્ટાન્ત કહેવાય છે.” - કાળવડે કરાયેલ દેહની અવસ્થા વિશેષ એ વય = ઉંમર કહેવાય છે. તે ઉંમરના પરિપાકમાં પુષ્ટતા છે જેની એવી તે તથાવિધ = વયપરિપાકપરિણામા કહેવાય છે. (અર્થાત્ જેમ જેમ ઉંમર 25 થતી જાય તેમ તેમ વૃદ્ધિને પામતી), તથા હિત એટલે અભ્યદય અથવા અભ્યદયનું કારણ, નિઃશ્રેયસ એટલે મોક્ષ અથવા મોક્ષનું કારણ. આ હિત અને નિઃશ્રેયસવડે ફળવાળી (અર્થાત્ હિત અને નિઃશ્રેયસરૂપ ફળને આપનારી) એવી બુદ્ધિ પારિણામિકી જાણવી. // ૯૪૮ |
અવતરણિકા : શિષ્યગણના હિત માટે આ બુદ્ધિના પણ સ્વરૂપને ઉદાહરણોવડે દર્શાવતા નિયુક્તિકારશ્રી કહે છે કે
30
* ૨: સાધ્યo |