SearchBrowseAboutContactDonate
Page Preview
Page 175
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૬૬ જ આવશ્યકનિયુક્તિ “હરિભદ્રીયવૃત્તિ સભાષાંતર (ભાગ-૪) पूँविओऽवि पुणो पलप्पमाणममवेऊण करेइ । चित्तकरोवि अमवेऊणवि पमाणजुत्तं करेइ, ततियं वा वन्नयं करेइ जत्तिएणं समप्पइ । सव्वेसि कम्मजत्ति गाथार्थः ॥ उक्ता कर्मजा, साम्प्रतं पारिणामिक्या लक्षणं प्रतिपादयन्नाह अणुमाणहेउदिटुंतसाहिया वयविवागपरिणामा । हिअनिस्सेअसफलवई बुद्धी परिणामिआ नाम ॥९४८॥ व्याख्या : अनुमानहेतुदृष्टान्तैः साध्यमर्थं साधयतीति अनुमानहेतुदृष्टान्तसाधिका, इह लिङ्गात् ज्ञानमनुमानं स्वार्थमित्यर्थः, तत्प्रतिपादकं वचो हेतुः परार्थमित्यर्थः, अथवा ज्ञापकमनुमानं कारको हेतुः, दृष्टमर्थमन्तं नयतीति दृष्टान्तः । आह-अनुमानग्रहणादेव दृष्टान्तस्य गतत्वादलमुपन्यासेन, न, ૧૦. કુંભાર ઃ કોઈક કુંભાર પ્રમાણસર માટીને ગ્રહણ કરે અને પ્રમાણ માપ્યા વિના જે 10 ઉપકરણ બનાવે. (અર્થાત્ જે ઉપકરણ બનાવવું હોય તેની સાઈઝ માપ્યા વિના જ જરૂરી માટી લઈને બનાવી શકે.). ૧૧. રસોઈયો : અમુક રસોઇયો લોટના પ્રમાણને પામ્યા વિના જ પુડલા તૈયાર કરે છે. (અર્થાત લોટના પ્રમાણને જોઈ તે પહેલેથી જ કહી શકે કે આટલા લોટમાંથી આટલા પુડલા બનશે.) ૧૨. ચિત્રકાર : કોઈક ચિત્રકાર પણ રેખાદિનું માપ લીધા વિના જ માપસરનું ચિત્ર તૈયાર 15 કરે છે. તથા રંગ પણ એટલો જ લે કે જેથી ચિત્ર સંપૂર્ણ થાય. આ સર્વ લોકોની કર્મથી ઉત્પન્ન થયેલી કાર્મિકીબુદ્ધિ જાણવી. ૯૪ અવતરણિકા ઃ કાર્મિકી બુદ્ધિ કહી. હવે પારિણામિકીનું લક્ષણ બતાવતા કહે છે ? ગાથાર્થ અનુમાન, હેતુ અને દષ્ટાન્તવડે (સાધ્ય-અર્થને) સાધનારી, ઉમરના વિપાકથી પુષ્ટ થયેલી, હિત અને મોક્ષરૂ૫ ફળને આપનારી બુદ્ધિ પારિણામિકી જાણવી.' 20 ટીકાર્થ : અનુમાન, હેતુ અને દષ્ટાન્તોવડે સાધ્ય-અર્થને જે સાધી આપે છે તે અનુમાન હેતુષ્ટાન્તસાધિકા કહેવાય છે. અનુમાન બે પ્રકારના હોય છે. (૧) સ્વાર્થ અનુમાન, (૨) પરાર્થ અનુમાન. તેમાં લિંગ ઉપરથી લિંગીનું પોતાને જે જ્ઞાન થાય તે સ્વાર્થ અનુમાન કહેવાય. પોતાને થયેલ જ્ઞાનને અન્ય વ્યક્તિને જણાવવા માટેના જે શબ્દો તે પરાર્થ અનુમાન કહેવાય છે. આ પરાર્થ અનુમાન એટલે જ હેતુ અથવા જે જ્ઞાપક–જણાવનાર હોય તે અનુમાન કહેવાય અને 25 જે કારક હોય તે હેતુ કહેવાય. (જેમ કે ધૂમ એ અગ્નિને જણાવનાર હોવાથી જ્ઞાપક કહેવાય છે. તથા માટીમાંથી ઘટ બને છે માટે માટી એ ઘટનો કારક હેતુ કહેવાય છે. દષ્ટ અર્થને જે અંત સુધી લઈ જાય તે દષ્ટાન્ત કહેવાય છે. (અર્થાત્ જોયેલો અર્થ જેનાવડે સામેવાળાની બુદ્ધિમાં સ્થિર કરાય તે દૃષ્ટાન્ત.). " શંકા : દષ્ટાન્ત એ અનુમાનનું જ એક અંગ હોવાથી અનુમાનના ગ્રહણથી દષ્ટાન્ત જણાઈ 30 જતાં દષ્ટાન્ત જુદુ લેવાની જરૂર નથી. २८. आपूपिकोऽपि पुनः पलप्रमाणममापयित्वा करोति । चित्रकारोऽपि अमापयित्वाऽपि प्रमाणयुक्तं करोति, तावन्तं वा वर्णकं करोति यावता समाप्यते । सर्वेषां कर्मजेति ॥
SR No.005756
Book TitleAvashyak Niryukti Part 04
Original Sutra AuthorN/A
AuthorAryarakshitvijay
PublisherVijay Premsuri Sanskrit Pathshala
Publication Year2010
Total Pages418
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aavashyak
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy