________________
૮ મી આવશ્યકનિર્યુક્તિ • હરિભદ્રીયવૃત્તિ • સભાષાંતર (ભાગ-૪)
अप्पक्खरमसंदिद्धं सारवं विस्सओमुहं ।
अत्थोभमणवज्जं च सुत्तं सव्वण्णुभासियं ॥८८६॥ ___ व्याख्या : 'अल्पाक्षरं' मिताक्षरं, सामायिकाभिधानवत्, 'असंदिग्धं' सैन्धवशब्दवैद्यल्लवणघोटकाद्यनेकार्थसंशयकारि न भवति, 'सारवत्' बहुपर्यायं, 'विश्वतोमुखम्' अनेकमुखं 5 प्रतिसूत्रमनुयोगचतुष्टयाभिधानात् प्रतिमुखमनेकार्थाभिधायकं वा सारवत्, 'अस्तोभकं' वैहिहकारादिपदच्छिद्रपूरणस्तोभकशून्यं, स्तोभका:-निपाताः, 'अनवद्यम्' अगढूं, न हिंसाभिधायकं
"षट् शतानि नियुज्यन्ते, पशूनां मध्यमेऽहनि ।
अश्वमेघस्य वचनान्न्यूनानि पशुभिस्त्रिभिः ॥१॥" इत्यादिवचनवत्, एवंभूतं सूत्रं सर्वज्ञभाषितमिति । ततश्च सूत्रानुगमात् सूत्रेऽनुगतेऽनवद्यमिति 10 निश्चिते पदच्छेदानन्तरं सूत्रपदनिक्षेपलक्षण: सूत्रालापकन्यासः, ततः सूत्रस्पर्शनियुक्तिश्वरमानुयोगद्वारविहिता नयाश्च भवन्ति, समकं चैतदनुगच्छतीति, आह च भाष्यकार:
ગાથાર્થ : અલ્પાક્ષર, અસંદિગ્ધ, સારવાળું, વિશ્વતોમુખ, નિપાતો વિનાનું, અનવદ્ય, આવા પ્રકારનું સૂત્ર સર્વજ્ઞોએ કહ્યું છે.
ટીકાર્થઃ સામાયિકની જેમ અલ્પ = મિત અક્ષરોવાળું સૂત્ર હોય., અસંદિગ્ધ હોય અર્થાત 15 સૈન્ધવશબ્દ જેમ લવણ–ઘોડો વગેરે અનેક અર્થનો સંશય કરાવનારું છે તેના જેવું જ ન હોય.
સારવાળું એટલે કે ઘણાં અર્થોવાળું હોય, વિશ્વતોમુખ એટલે દરેક સૂત્રમાં ચાર અનુયોગનું કથન કરેલ હોવાથી અનેક મુખવાળું હોય, અથવા (પ્રતિમુરમને થfમધાય વા સારવમાં રહેલ વા શબ્દ અહીં જોડવો તિ ટીપ્પણ) વિશ્વતોમુખ એટલે દરેક સૂત્ર અનેકાર્થનું અભિધાયક હોવાથી સારવાળું
છે. (પૂર્વની વ્યાખ્યામાં “સારવતું” અને “વિશ્વતોમુખ’ આ બંને સ્વતંત્ર જુદા જુદા સૂત્રના વિશેષણ 20 કહ્યા અને અથવા કરીને જે બીજી વ્યાખ્યા કરી તેમાં આ બંને એક કરી એક જ વિશેષણ કહ્યું.)
અસ્તોભક એટલે જેમાં વૈ–હિ–હકાર વગેરે પદોના છિદ્રપૂરણરૂપ સ્તોભક ન હોય તે. સ્તોભક એટલે નિપાતો. (આશય એ છે કે વૈ–હિ–હ– વગેરે નિપાતોને સ્તોભક કહેવામાં આવે છે અને તે પાદપૂર્તિ માટે હોય છે. આવા નિપાતો જેમાં ન હોય તે અસ્તોભક કહેવાય.) અનવદ્ય -
અગહ્યું એટલે કે હિંસાને કહેનારું ન હોય જેમ કે, (વેદમાં કહ્યું છે કે) – વેદના વચનથી 25 અશ્વમેઘયજ્ઞના દિવસે મધ્યાહ્ન સમયે ત્રણ પશુઓ ઓછા એવા છસો (અર્થાત્ ૧૯૭) પશુઓની
બલિ આપવી. ./૧ વગેરે વચનોની જેમ હિંસાને કહેનાર ન હોય. આવા પ્રકારનું સૂત્ર સર્વજ્ઞોએ કહ્યું છે (અર્થાત્ સર્વજ્ઞોએ જે સૂત્ર આવા પ્રકારના લક્ષણોથી યુક્ત હોય તેને સૂત્ર કહ્યું છે. આ રીતે સૂત્ર કોને કહેવાય ? તેની વ્યાખ્યા કરી. ત્યાર પછી પદચ્છેદસહિત સૂત્રનું ઉચ્ચારણ કરવું
એ સૂત્રાનુગમ છે.) આ સૂત્રાનુગમથી સૂત્ર જણાયે છતે અર્થાતુ આ સૂત્ર નિર્દોષ છે એ પ્રમાણે 30 નિશ્ચિત થતાં પદચ્છેદ પછી સૂત્રોના પદોના નિક્ષેપરૂપ સુત્રાલાપકોનો વાસ થાય છે. ત્યાર પછી
* વ7૦ રૂતિ મુ િ.