________________
5
10
૬ જ આવશ્યકનિયુક્તિ • હરિભદ્રીયવૃત્તિ • સભાષાંતર (ભાગ-૪) च' स्वसिद्धान्तविरुद्धं यथा साङ्ख्यस्यासत् कारणे कार्यं सद् वैशेषिकस्येत्यादि २४, वचनमात्रं निर्हेतुकं यथेष्टभूदेशे लोकमध्याभिधानवत् २५, अर्थापत्तिदोषः' यत्रार्थादनिष्टापत्तिः, यथा 'ब्राह्मणो न हन्तव्य' इति, अर्थादब्राह्मणघातापत्तिः २६, 'असमासदोषः' समासव्यत्ययः, यत्र वा समासविधौ सत्यसमासवचनं, यथा राजपुरुषोऽयमित्यत्र तत्पुरुष समासे कर्त्तव्ये विशेषणसमासकरणं बहुव्रीहिसमासकरणं यदिवा असमासकरणं राज्ञः पुरुषोऽयमित्यादि २७, 'उपमादोषः' हीनाधिकोपमानाभिधानं, यथा मेरू: सर्षपोपमः, सर्षपो मेरुसमो, बिन्दुः समुद्रोपम इत्यादि २८, रूपकदोषः स्वरूपावयवव्यत्ययः, यथा पर्वतरूपावयवानां पर्वतेनानभिधानं, समुद्रावयवानां चाभिधानमित्यादि २९, 'अनिर्देशदोषः' यत्रोद्देश्यपदानामेकवाक्यभावो न क्रियते, यथेह देवदत्तः દુષ્ટ જાણવું.
(૨૪) સમયવિરુદ્ધ એટલે પોતાના સિદ્ધાન્તથી વિરુદ્ધ. જેમ કે, સાંખ્ય લોકો કારણમાં કાર્યની વિદ્યમાનતા માને છે. (અર્થાત્ તેમના મતે માટીરૂપ કારણમાં ઘટરૂપ કાર્યની એકાન્ત વિદ્યમાનતા રહેલી જ છે, કારણ કે માટીમાંથી જ ઘટ ઉત્પન્ન થાય છે, પણ પટ બનતો નથી. તેથી નક્કી થાય છે કે માટીમાં પહેલેથી જ ઘટ રહેલો છે. તેથી કોઈ કારણમાં જો કાર્ય અસત્ કહે તો સાંખ્યમતે
સમયવિરુદ્ધ કહેવાય. એ જ રીતે વૈશેષિકો કારણમાં કાર્યને અસત્ માને છે. કોઈ જો સત્ કહે 15 તો તેમના મતે સમયવિરુદ્ધ કહેવાય.
(૨૫) વચનમાત્ર – યુધિવિનાનું હોય–જેમ કે, કોઈ વ્યક્તિ પોતાને ઈષ્ટ એવા ભૂમિપ્રદેશને લોકના મધ્યભાગ તરીકે જણાવે તો તે વચનમાત્ર જ છે. તેમાં કોઈ યુક્તિ ન હોય.
(૨૬) અર્થપત્તિ દોષ – જેમાં અર્થપત્તિથી અનિષ્ટની આપત્તિ થતી હોય. જેમ કે, બ્રાહ્મણોને હણવા નહિ' આ વચનથી બ્રાહ્મણ વિનાના લોકોનો ઘાત કરવાની અનિષ્ટ આપત્તિ 20 આવે.
(૨૭) અસમાસ દોષ – વિપરીત સમાસ કરવો અથવા સમાસ ન કરવો તે. જેમ કે – આ રાજપુરુષ છે.” અહીં “રાજપુરુષ' શબ્દનો તપુરુષ સમાસ કરવાને બદલે વિશેષણ સમાસ કરવો (રાજા એવો પુરુષ) અથવા બહુવ્રીહિ સમાસ કરવો (રાજા એ છે પુરુષ જેનો) અથવા સમાસ
ન કરવો– “આ રાજાનો પુરુષ છે” વગેરે. 25 (૨૮) ઉપમા દોષ – હીનાધિક ઉપમા કહેવી. જેમ કે – મેરુને સરસવની ઉપમા આપવી. સરસવને મેરુસમાન કહેવો. બિંદુને સમુદ્રની ઉપમા, વગેરે.
(૨૯) રૂપક દોષ – સ્વરૂપના અવયવોને બદલવા. જેમ કે- પર્વત શબ્દવડે પર્વતના અવયવોનું કથન કરવાને બદલે સમુદ્રના અવયવોનું કથન કરવું, વગેરે.
(૩૦) અનિર્દેશ દોષ- જેમાં ઉદ્દેશ્ય પદોની એકવાક્યતા ન હોય, જેમ કે–દેવદત્ત થાળીમાં 30 ભાત રાંધે છે આવું કહેવાને બદલે “રાંધે છે’ શબ્દનું કથન ન કરે. એટલે ‘દેવદત્ત' અને “થાળીમાં
ભાત” એમ બે જુદા વાક્યો રહે.