________________
સૂત્રના દોષો (નિ. ૮૮૨-૮૮૩) ૫ विभक्तिव्यत्ययः, यथैष वृक्ष इति वक्तव्ये एष वृक्षमित्याह १५, लिङ्गभिन्नं लिङ्गव्यत्ययः, यथेयं स्त्रीति वक्तव्येऽयं स्त्रीत्याह १६, 'अनभिहितम्' अनुपदिष्टं स्वसिद्धान्ते, यथा सप्तमः पदार्थो दशमं द्रव्यं वा वैशेषिकस्य, प्रधानपुरुषाभ्यामभ्यधिकं साङ्ख्यस्य, चतुःसत्यातिरिक्तं शाक्यस्येत्यादि १७, अपदं पद्यविधौ पद्ये विधातव्येऽन्यच्छन्दाधिकारेऽन्यच्छन्दोऽभिधानं, यथाऽऽर्यापदे वैतालीयपदाभिधानं, १८, 'स्वभावहीनं' यद्वस्तुनः स्वभावतोऽन्यथावचनं, यथा शीतोऽग्निर्मूर्तिमदाकाश- 5 मित्यादि १९, व्यवहितम्' अन्तर्हितं, यत्र प्रकृतमुत्सृज्याप्रकृतं व्यासतोऽभिधाय पुनः प्रकृतमभिधीयते, यथा हेतुकथनमधिकृत्य सुप्तिङन्तपदलक्षणप्रपञ्चमर्थशास्त्रं वाऽभिधाय पुनर्हेतुवचनमित्यादि २०, कालदोषः अतीतादिकालव्यत्ययः, यथा रामो वनं प्राविशदिति वक्तव्ये विशतीत्याह २१, यतिदोषः-अस्थानविच्छेदः तदकरणं वा २२, छविः' अलङ्कारविशेषस्तेन शून्यमिति २३, 'समयविरुद्धं
(૧૫) વિભક્તિભિન – વિભક્તિ બદલવી. જેમ કે “ઈપ વૃક્ષ:' આ પ્રમાણે કહેવાને બદલે 10 ‘વૃક્ષ' કહેવું. (અહીં વૃક્ષ શબ્દને દ્વિતીયા કરી છે માટે વિભક્તિભિન્ન દોષ છે.)
(૧૬) લિંગભિન્ન – લિંગ બદલવું. જેમ કે – “યં સ્ત્રી' કહેવાને બદલે ‘મયે સ્ત્રી' કહેવું.
(૧૭) અનભિહિત – એટલે પોતાના સિદ્ધાન્તમાં કહેલું ન હોય તે. જેમ કે વૈશેષિકો છે પદાર્થ અને ૯ દ્રવ્યો માને છે. તેની સામે કોઈ સાતમો પદાર્થ અને દશમું દ્રવ્ય કહે તો વૈશેષિકો માટે આ કથન અનંભિહિત કહેવાય છે. એ જ રીતે સાંખ્યો માટે પ્રધાન અને પુરુષ સિવાયના 151 તત્ત્વનું કથન, બૌદ્ધો માટે ચાર સત્યોથી વધારે સત્યોનું કથન.
(૧૮) અપદ – (અહીં પદ એટલે છંદ જાણવો.) કાવ્ય રચતી વખતે અન્ય છંદનો અધિકાર હોય અર્થાતુ અન્ય છંદમાં કહેવાનું હોય તેની બદલે બીજા છંદમાં કહેવું તે અમદદોષદુષ્ટ સૂત્ર જાણવું. જેમ કે આર્યાછંદમાં કહેવાને બદલે વૈતાલીયછંદમાં કથન કરવું.
(૧૯) સ્વભાવહીન – વસ્તુના વાસ્તવિક સ્વભાવને બદલે અન્ય સ્વભાવ કહેવો તે. જેમ 20 કે – ઉષ્ણ અગ્નિને શીત કહેવો (અર્થાતુ અગ્નિ શીત છે એમ કહેવું.) આકાશ મૂર્તિ છે વગેરે. - ' (૨૦) વ્યવહિત – એટલે અંતર પાડવું, અર્થાત્ જેમાં પ્રસ્તુત વાતને છોડીને અપ્રસ્તુત વાતનું વિસ્તારથી વર્ણન કરીને ફરી પ્રસ્તુત કહેવાય છે. જેમ કે – પ્રસ્તુત એવી હેતુની વ્યાખ્યાને છોડીને અપ્રસ્તુત એવા સુપુ અંતવાળા પદો (અર્થાત્ પ્રથમ, દ્વિતીયાદિ વિભક્તિ અંતવાળા પદો) અને તિન્ત પદોના અર્થાત્ મિ, વસ, મસ વગેરે પ્રત્યયાન્ત પદોના) લક્ષણનો વિસ્તાર કહીને 25 અથવા અર્થશાસ્ત્રને કહીને ફરી હેતુસંબંધી કથન કરવું વગેરે. * (૨૧) કાળદોષ – ભૂતકાળાદિને બદલવા, જેમ કે – “રામ વનમાં પ્રવેશ્યા' એમ કહેવાને " બદલે “રામ વનમાં પ્રવેશે છે' એમ કહેવું.
(૨૨) યતિદોષ – (શ્લોકમાં વચ્ચે-વચ્ચે વિરામસ્થાનો આવે તેને યતિ કહેવાય છે. તેથી) અસ્થાને અટકવું અથવા વિરામ ન લેવો એ યતિદોષ છે.
30 (૨૩) છવિ – એક પ્રકારનો અલંકાર. જે સૂત્રમાં અલંકાર ન હોય તે સૂત્ર છવિ દોષથી * ‘મચછન્તાધવારે' પર્વ મુદ્રિતપ્રતૌ નાસ્તા