SearchBrowseAboutContactDonate
Page Preview
Page 138
Loading...
Download File
Download File
Page Text
________________ રોહકની ઔત્પત્તિકીબુદ્ધિ (નિ. ૯૪૧-૯૪૨) ૧૨૯ "ते अद्दण्णा, सो दारओ रोहओ छुहाइओ, पिया से अच्छइ गामेण समं, ओसूरे आगओ रोयइअम्हे छुहाइया अच्छामो, सो भणइ-सुहिओऽसि, किह ?, कहियं, भणइ-वीसत्था अच्छह, हेट्टओ खणह खंभे य देह थोवं थोवं भूमी कया, तओ उवलेवणकओवयारे मंडवे कए रण्णो निवेइयं, केण कयं ?, रोहएण भरहदारएणं । एसा एयस्स उप्पत्तिया बुद्धी।एवं सव्वेसु जोएज्जा । तओ तेसि रण्णा मेढओ पेसिओ, भणिया य-एस पक्खेण एत्तिओ चेव पच्चप्पिणेयव्वो ण दुब्बलयरो नावि 5 बलिगयरोत्ति, तेहिं भरहो पुच्छिओ-तेण विस्वेण समं बंधाविओ जवसं दिन्नं, तं चरन्तस्स ण हायइ बलं विरूवं च पेच्छंतस्स भएण ण वड्डइ । एवं कुक्कुडओ अदाएण समं जुज्झाविओ। અને તેની નીચે બધા ઊભા રહી શકે.) ગામના લોકો આકુળવ્યાકુળ થઈ ગયા. તે રોહક ભૂખથી પીડાયો. તેના પિતા ગામના લોકો સાથે (રાજાની આજ્ઞાનું પાલન શી રીતે કરવું ? તેની વિચારણા કરે) છે. સૂર્યાસ્ત થતાં પિતા ઘરે આવતા રોહક રડવા લાગે છે–“અમે ક્યારના ભૂખ્યા છીએ.” 10 પિતાએ કહ્યું–‘તું ઘણો સુખી છે.” “કેમ ?” બધી વાત કરી. ત્યારે રોહકે કહ્યું–વિશ્વસ્ત રહો, (અર્થાત્ તમે ચિંતા કરો નહીં) શિલા નીચે ખોદો, અને થાંભલાઓ લગાડો.” (આ રીતે કહેતા ગામના લોકોએ તે પ્રમાણે કર્યું. ત્યારપછી બેસવાદિ માટે) થોડી થોડી ભૂમિ (વ્યવસ્થિત = સમતલ) કરી. ત્યારપછી તેની ઉપર લિપનાદિ કરવા લાયક જે કંઈ ઉપચારો (વિધિઓ) હતા તે સર્વ કર્યા. આ રીતે મંડપ તૈયાર થતાં રાજાને જણાવવામાં આવ્યું. રાજાએ પૂછ્યું “કોણે કર્યું?' ગામ લોકોએ 15 કહ્યું – “ભરત નામના નટના પુત્ર રોહકે આ મંડપ તૈયાર કરાવ્યો છે.” રોહકની આ ઔત્પત્તિકી બુદ્ધિ હતી. આ પ્રમાણે (આ છેલ્લું વાક્ય) સર્વ ઉદાહરણોમાં જોડવું. ત્યારપછી રાજાએ ગામના લોકો પાસે ઘેટો મોકલ્યો અને કહ્યું – એક પખવાડિયા પછી આ ઘેટો એટલા જ વજનનો પાછો અર્પણ કરવો, તેનું વજન ઘટવું પણ ન જોઈએ કે વધવું પણ ન જોઈએ.” ગામના લોકોએ ભરતને (ભરતપુત્ર રોહકને આનો ઉપાય) પૂક્યો. તેણે ઘેટાને 20 વરુ સાથે બંધાવ્યો, અને ખાવા માટે ઘાસ આપ્યું. તેને ચરતા ઘેટાનું બળ હીન ન થયું અને વરુને જોતા ભયથી તેનું વજન પણ વધ્યું નહીં. (ત્યારપછી રાજાએ આજ્ઞા કરી કે–“મોકલેલા કૂકડાનું એકલાનું યુદ્ધ કરાવો, અર્થાત્ સામે પ્રતિસ્પર્ધી કૂકડા વિના એકલો લડે એવું કરો.” ગામના લોકો વિચારમાં પડ્યા કે–એકલો કૂકડો વળી કેવી રીતે યુદ્ધ કરે ? સામે પ્રતિસ્પર્ધી તો જોઈએ ને ! બધા રોહક પાસે આવ્યા. રોહને 25 . ९१. तेऽधृतिमुपगताः, स दारको रोहकः क्षुधितः, पिता तस्य तिष्ठति ग्रामेण समं, उत्सूर्ये आगतो रोदिति-वयं क्षुधितास्तिष्ठामः, स भणति-सुखितोऽसि, कथं ?, कथितं, भणति-विश्वस्तास्तिष्ठत, अधस्तात् खनत स्तम्भांश्च दत्त स्तोकं स्तोकं भूमिः कृता, ततः कृतोपलेपनोपचारे मण्डपे कृते राज्ञे निवेदितं, केन कृतं ?, रोहकेण भरतदारकेन । एषैतस्यौत्पत्तिकी बुद्धिः । एवं सर्वेषु योजयेत् । ततस्तेषां राज्ञा मेषः प्रेषितः, भणिताश्च-एष पक्षण-यन्मान एव प्रत्यर्पणीयो न दुर्बलतरो नापि बलिष्ठ इति, तैर्भारतः पृष्टः-तेन विरूपेण 30 (वृकेण) समं बन्धितो यवसं दत्तं, तं चरतो न हीयते बलं वृकं च पश्यतो भयेन न वर्धते । एवं कुक्कुट आदर्शन समं योधितः ।
SR No.005756
Book TitleAvashyak Niryukti Part 04
Original Sutra AuthorN/A
AuthorAryarakshitvijay
PublisherVijay Premsuri Sanskrit Pathshala
Publication Year2010
Total Pages418
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aavashyak
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy