SearchBrowseAboutContactDonate
Page Preview
Page 139
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩૦ આવશ્યકનિર્યુક્તિ • હરિભદ્રીયવૃત્તિ • સભાષાંતર (ભાગ-૪) तिलसमं तेल्लं दायव्वंति तिला अद्दाएण मविया । वालुगावरहओ-पडिच्छंदं देह । हत्थिमि जुन्नहत्थी गामे छूढो, हत्थी अप्पाउओ मरिहितित्ति अप्पिओ मउत्ति निवेश्यव्वं, दिवसदेवसिया य से पत्ती दायव्वत्ति, अदाणेवि निग्गहो, सो मओ, ते अद्दण्णा, भरहसुयवयंणेण निवेइयं जहा- सो अज्ञ हत्थी ण उट्ठेइ न णिसीयइ ण आहारेइ ण णीहारेइ ण ऊससइ ण नीससइ एवमाई, रण्णा 5 કહ્યું–‘કૂકડા સામે અરિસો મૂકો, જેથી પોતાનું પ્રતિબિંબ અરિસામાં પડશે અને તેને શત્રુ સમજી તેની સાથે યુદ્ધ કરશે.) આ પ્રમાણે અરિસા સાથે કૂકડાનું યુદ્ધ કરાવ્યું. ત્યાર પછી રાજાએ આજ્ઞા કરી કે તલ સમાન તેલ આપવું. રોહકે તલને અરિસામાં માપ્યા. (અર્થાત્ જેમ દૂધને જે માપીયાથી માપ્યું હોય તે જ માપીયાથી પાણીને પામતા દૂધને સમાન પાણી કહેવાય. અહીં જેમ માપીયાને આશ્રયી દૂધ અને પાણી એક સરખા માપવાળા કહેવાય. 10 તેમ રોકે તલના ઢગલાને અરિસાવડે માપ્યા, અર્થાત્ અરસામાં તે ઢગલાનું પ્રતિબિંબ પાડ્યું. પછી તે તલનું તેલ કાઢી તેલનું પ્રતિબિંબ અરિસામાં પાડ્યું.) આમ તલ અને તેલ બંનેને અરિસારૂપ એક માપીયાવડે માપી લીધા અને માપીયું એક હોવાથી તલ અને તેલ પણ એક સરખા માપવાળા કહેવાય. આમ અરિસામાં તલને માપવાવડે રાજાની આજ્ઞા પૂર્ણ કરી. (જો કે અહીં બુદ્ધિની જ વિશિષ્ટતા છે, શબ્દોનું છલ છે.) 15 ત્યારપછી રાજાએ આજ્ઞા કરી કે— નદીના કિનારે રહેલી રેતીના દોરડા બનાવીને મોકલો. રોહકે સામે જવાબ આપ્યો કે–તમારા ભંડારમાં રેતીના દોસ્ડાનો નમૂનો હોય તે મોકલાવો જેથી તે જોઈને અમે દોરડા બનાવી દઈશું. (આમ રેતીમાંથી દોરડા બનાવવા અશક્ય હોવા છતાં રોહકનો જવાબ સાંભળી રાજા ઘણો ખુશ થયો.) ત્યારપછી રાજાએ એક ઘરડો હાથી ગામમાં મોકલ્યો. હાથી અલ્પાયુવાળો હોવાથી મરી 20 જશે એમ વિચારી રાજાએ ગામના લોકોને સોંપ્યો અને કહ્યું કે—“હાથી મરી ગયો એવા સમાચાર તમારે મને આપવા નહીં અને રોજેરોજની હાથીની પરિસ્થિતિના સમાચાર આપવા, જો નહીં આપો તો દંડ કરવામાં આવશે.” એક દિવસ હાથી મૃત્યુ પામ્યો. (હવે જો મૃત્યુના સમાચાર રાજાને આપશો તો પણ દંડ કરશે અને રોજેરોજની પરિસ્થિતિ નહીં જણાવીએ તો પણ રાજા દંડ કરશે એમ વિચારતા) ગામ લોકો આકુળવ્યાકુળ થયા. ભરતના પુત્ર રોહકના કહેવા પ્રમાણે 25 લોકોએ રાજાને જણાવ્યું કે—‘તે હાથી આજે ઊઠતો નથી, બેસતો નથી, આહાર કે નીહાર કરતો નથી, ઉચ્છ્વાસ-નિઃશ્વાસ લેતો નથી, વિગેરે પરિસ્થિતિ જણાવી. એટલે રાજાએ પૂછ્યું “શું મરી ગયો ? લોકોએ કહ્યું “મરી ગયો એવું તમે કહો છો, અમે કહેતા નથી.’ ९२. तिलसमं तैलं दातव्यमिति तिला आदर्शेन मापिताः । वालुकादवरकः - प्रतिच्छन्दं दत्त । हस्तिनि जीर्णहस्ती ग्रामे क्षिप्तः, हस्ती अल्पायुरिति मरिष्यतीत्यर्पितः मृत इति न निवेदितव्यं, 30 - વિવસવૈવસિળી = તસ્ય પ્રવૃત્તિતિવ્યેતિ, અવાનેપ નિગ્રહ:, સ મૃત:, તે અધૃતિમુવળતા:, ભરતભુતवचनेन निवेदितं यथा- सोऽद्य हस्ती नोत्तिष्ठते न निषीदति नाहारयति न नीहारयति नोच्छ्वसिति न निःश्वसिति एवमादि, राज्ञा
SR No.005756
Book TitleAvashyak Niryukti Part 04
Original Sutra AuthorN/A
AuthorAryarakshitvijay
PublisherVijay Premsuri Sanskrit Pathshala
Publication Year2010
Total Pages418
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aavashyak
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy