________________
શિલ્યસિદ્ધને વિશે કોકાશનું દષ્ટાન્ત (નિ. ૯૩૦) ૧૧૩ तेण भणियं-जाव घराओ आणेमि, राउलाओ न लब्भन्ति निक्कालेउं, सो गओ, इमेण तं संघाइयं, उद्धं कयं जाइ, अप्फिडियं नियत्तं पच्छओमुहं जाइ, ठियंपि न पडइ, इपरस्सऽच्चयं जाइ, अप्फिडियं पडइ, सो आगओ पेच्छइ निम्मायं, अक्खेवेण गंतूण रण्णो कहेइ, जहा-कोक्कासो आगओत्ति, जस्स बलेणं कागवण्णेण सव्वे रायाणो वसमाणीया, ततो गहिओ, तेण हम्मंतेण अक्खायं, गहिओ सह देवीए, भत्तं वारियं, नागरएहिं अजसभीएहि कागपिंडी पवत्तिया, कोक्कासो 5 भणिओ-मम सयपुत्तस्स सत्तभूमियं पासायं करेहि, मम य मज्झे, तो सव्वे रायाणो आणवेस्सामि, तेण निम्मिओ, कागवण्णपुत्तस्स लेहं पेसियं, एहि जाव अहं एए मारेमि, तो तुमं मायापित्तं ममं च मोएहिसित्ति दिवसो दिनो, पासायं सपुत्तओ राया विलइओ, खीलिया आहया, संपुडो जाओ, કહ્યું–‘હું ઘરેથી લઈને આવું, (કારણ કે) રાજકુળમાંથી લાવવું શક્ય નથી.” તે ઘર તરફ ગયો. આ બાજુ રથકાર જે પૈડું બનાવતા–બનાવતા ગયો હતો, તે પૈડું કોકાશે સંપૂર્ણ બનાવી દીધું. 10 (તે કેવું બનાવ્યું હતું ? તે કહે છે.) જો તે ચક્રને ઉંચુ કરી ફેંકવામાં આવે તો ઘણે દૂર સુધી તે જાય. આગળ કોઈની સાથે અથડાતા તે જ્યાંથી ફેંક્યું હોય, તે સ્થાને પ્રતિમુખ પાછું આવી જાય. ઊભું રાખો તો પણ નીચે પડે નહીં. જયારે બીજા રથકારનું બનાવેલું ચક્ર દૂર સુધી જાય, પરંતુ અથડાતા ત્યાં જ નીચે પડી જાય (પણ પાછું ફરે નહીં.)
તે રથકાર પાછો આવ્યો ત્યારે ચક્ર બની ગયેલું જોયું. તરત જ તેણે જઈને નગરના રાજાને 15 કહ્યું કે– કોકાશ આવેલો છે કે જેના બળથી કાકવર્ણ નામના રાજાએ સર્વ રાજાઓને પોતાને વશ કર્યા હતા.” કોકાશને પકડી લીધો. માર મારતા તેણે કહી દીધું. તેથી આ રાજાએ રાણી સાથે પેલા રાજાને પકડી લીધો. ખાવાનું આપવાનું બંધ કર્યું. અપયશથી ડરેલા નગરજનોએ કાગડાઓને ભોજન આપવાનું ચાલુ કર્યું. કોકશને કહ્યું – “મારા એકસો પુત્રો માટે તું સાતમાળવાળો મહેલ તૈયાર કર, અને મારું સ્થાન વચ્ચે રાખજે, ત્યારપછી સર્વ રાજાઓને હું મારા વશમાં લાવીશ.” 20 કોકાશે મહેલ બનાવ્યો. બીજી બાજુ કોકાશે કાકવર્ણ રાજાના પુત્રને (ગુપ્ત રીતે) પત્ર મોકલ્યો કે “(સૈન્ય સહિત) તું અહીં આવે, જેથી (તારી મદદ લઈને) હું આ (વિરોધી) રાજા વિગેરેને મારી નાખું, પછી તું માતાપિતા અને મને છોડાવજે.” દિવસ આપ્યો. (અર્થાત ચોક્કસ દિવસે અહીં આવવા માટે પુત્રને કોકાશે જણાવી દીધું.) રાજા પોતાના પુત્રો સાથે પ્રાસાદમાં રહ્યો. (કોકાશે યુક્તિવડે) ખીલીઓ કાઢી નાંખી. મહેલ ઢગલો થઈ તૂટી ગયો. પુત્ર સાથે રાજા મૃત્યુ પામ્યો. 25
७३. तेन भणितम्-यावद् गृहाद् आनयामि, राजकुलात् न लभ्यन्ते निष्काशयितुं, स गतः, अनेन तत्संघटितम्, ऊर्ध्वं कृतं याति, आस्फोटितं निवृत्तं पश्चान्मुखं याति, स्थितमपि (स्थापितमपि) न पतति, . इतरस्यात्ययं याति, आस्फोटितं पतति, स आगतः पश्यति निर्मितम्, अक्षेपेण गत्वा राज्ञे कथयति, यथा- . कोकाश आगत इति, यस्य बलेन काकवर्णेन सर्वे राजानो वशमानीताः, ततो गृहीतः, तेन हन्यमानेनाख्यातं, गृहीतः सह देव्या, भक्तं वारितं, नागरैरयशोभीतैः काकपिण्डिका प्रवर्त्तिता, कोकाशो भणितः-मम शतस्य 30 पुत्राणां सप्तभौमं प्रासादं कुरु, मम च मध्ये, ततः सर्वान् राज्ञ आनाययिष्यामि, तेन निर्मितः, काकवर्णपुत्राय लेखः प्रेषितः, एहि यावदहमेतान् मारयामि, ततस्त्वं मातापितरं मां च मोचयेरिति दिवसो दत्तः, प्रासादं सपुत्रो राजा विलग्नः, कीलिकाऽऽहता, संपुटो जातः,