SearchBrowseAboutContactDonate
Page Preview
Page 104
Loading...
Download File
Download File
Page Text
________________ ઉપસર્ગોનું સ્વરૂપ (નિ. ૯૧૮) ૯૫ अधुनोपसर्गद्वारावसरः, तत्रोपसामीप्येन सर्जनमुपसर्गः, उपसृज्यतेऽनेनेति वा उपसर्गः करणसाधनः, उपसृज्यतेऽसाविति वोपसर्गः कर्मसाधनः, स च प्रत्ययभेदाच्चतुर्विधः-दिव्यमानुषतैर्यग्योन्यात्मसंवेदनाभेदात्, तत्थ दिव्वा चउव्विहा-हासा पदोसा वीमंसा पुढोवेमाया, हासे खुड्डगा अण्णं गामं भिक्खायरियाए गया, वाणमंतरं उवाइंति-जइ फव्वामो तो वियडिउं डेरगकण्हवण्णएण अच्चणियं देहामो, लद्धं, सा मग्गइ, अन्नमन्नस्स कहणं, मग्गिऊण दिन्नं, एयं ते तंति, 5 ताहे सयं चेव तं पक्खाइया, कंदप्पिया देवया तेसिं रूवं आवरेत्ता रमइ, वियाले मग्गिया, न दिट्ठा, હવે ઉપસર્ગદ્વારનો અવસર છે. તેમાં ઉપ એટલે નજીકથી, જે પીડા કરવી તે ઉપસર્ગ (અર્થાત પીડા) અથવા જેનાવડે ઉપદ્રવ કરાય તે ઉપસર્ગ, અહીં કરણ અર્થ જાણવો (અર્થાત્ ઍન્ ધાતુને પ્રત્યય લાગ્યો તે કરણ અર્થમાં લાગ્યો છે માટે ઉપસર્ગ એટલે ઉપસર્ગ કરવાનું સાધન.) અથવા જે ઉપસર્ગ કરાય તે ઉપસર્ગ, અહીં કર્મ અર્થ જાણવો. (માટે અહીં ઉપસર્ગ તરીકે જેની ઉપર 10 ઉપસર્ગ કરવામાં આવે તે જીવ પોતે.) પ્રત્યયના = કારણના ભેદથી તે ઉપસર્ગ ચાર પ્રકારે છે. ૧. દિવ્ય ઉપસર્ગ (અર્થાત્ દેવકૃત ઉપસર્ગો), ૨. માનુષ ઉપસર્ગ (અર્થાત્ મનુષ્યકૃત ઉપસર્ગો), '૩. તિર્યંચ સંબંધી ઉપસર્ગ, ૪. આત્મસંવેદનથી = પોતાની જાતે ઊભા કરેલા ઉપસર્ગો. તેમાં દેવકૃત ઉપસર્ગો ચાર પ્રકારે – ૧. હાસ્યથી, ૨. પ્રષથી, ૩. વિચારપૂર્વક (અર્થાત્ પરીક્ષાદિ માટે), ૪. પૃથ વિમાત્રાથી (અર્થાત્ હસતા-હસતા ઉપસર્ગ ચાલુ કરી. અંતે વૈષથી 15 ઉપસર્ગ કરે, આવા પ્રકારના સાંયોગિક ભાંગાથી.) તેમાં (૧) હાસ્યને વિશે ક્ષુલ્લકોનું ઉદાહરણ – ક્ષુલ્લક સાધુઓ અન્ય ગામમાં ભિક્ષાચર્યા માટે ગયા. તે બાળ સાધુઓ એક દેવતાની માનતા માને છે અને કહે છે કે – “જો અમને ભિક્ષા પ્રાપ્ત થશે તો તમારી પાસે આવીને નાના એવા તિલખળ (તલમાંથી બનાવેલ વસ્તુવિશેષ)થી તમારી પૂજા કરીશું.” ગામમાં ગોચરી પ્રાપ્ત થઈ. એટલે તે દેવતા બાળસાધુઓ પાસે તિલખળ માંગે છે. પરંતુ સાધુઓ એકબીજાને પૂછે છે. (અર્થાતુ 20 મને આ વસ્તુ મળી નથી. તને મળી છે? એ પ્રમાણે એકબીજાને પૂછે છે. પરંતુ કોઈને તિલખળ મળ્યું ન હોવાથી) શોધીને દેવતાને તિલખળ આપે છે, અને કહે છે કે – “લો, આ તમારું તે તિલખળ.' એમ કહી સાધુઓ જાતે જ તે તિલખળને ખાઈ જાય છે. તેથી દેવતા તે બાળસાધુઓનાં રૂપને છુપાવી તેઓની સાથે રમવા લાગે છે. સાંજ સુધી સાધુઓ પાછા ન આવતા અન્ય સાધુઓ તેમને સાંજ સમયે ગોતવા નીકળ્યા, પરંતુ ક્યાંય મળ્યા નહિ. ત્યાર પછી તે દેવતાએ આચાર્ય 25 પાસે આવીને બધી વાત કરી. (અહીં બાળસાધુઓએ દેવતા સાથે મશ્કરી કરી તે મશ્કરીના પ્રભાવે દેવતાએ ઉપસર્ગ કર્યો.) ६१. तत्र दिव्याश्चतुर्विधाः-हास्यात् प्रद्वेषात् विमर्शात् पृथग्विमात्रया, हास्ये क्षुल्लकाः अन्यं ग्रामं भिक्षाचर्यायै गताः, व्यन्तरीमुपयाचन्ते-यदि लप्स्यामहे तदा विकटय्य लघुकृष्णवर्णेनार्चनं दास्यामः, लब्धं, सा मार्गयति, अन्योऽन्यस्मै कथनं, मार्गयित्वा दत्तम्, एतत्ते तदिति, तदा स्वयमेव तं प्रस्वादिता, 30 कान्दर्पिका देवता तेषां रूपमावृत्त्य रमते, विकाले मागिताः, न दृष्टाः,
SR No.005756
Book TitleAvashyak Niryukti Part 04
Original Sutra AuthorN/A
AuthorAryarakshitvijay
PublisherVijay Premsuri Sanskrit Pathshala
Publication Year2010
Total Pages418
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aavashyak
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy