SearchBrowseAboutContactDonate
Page Preview
Page 102
Loading...
Download File
Download File
Page Text
________________ બાવીસ પરિષહો (નિ. ૯૧૮) છે ૯૩ तत्संस्पर्शोद्भवं दुःखं, सहेनेच्छेच्च तान् मृदून् ॥१७॥ मलपङ्करजोदिग्धो, ग्रीष्मोष्णक्लेदनादपि । नोद्विजेत् स्नानमिच्छेद्वा, सहेतोद्वर्तयेन वा ॥१८॥ उत्थानं पूजनं दानं, स्पृहयेन्नात्मपूजकः । मूर्छितो न भवेल्लब्धे, दीनोऽसत्कारितो न च ॥१९॥ अजानन् वस्तु जिज्ञासुन मुह्येत् कर्मदोषवित् । ज्ञानिनां ज्ञानमुद्वीक्ष्य, तथैवेत्यन्यथा न तु ॥२०॥ विरतस्तपसोपेतश्छद्मस्थोऽहं तथाऽपि च । धर्मादि साक्षान्नैवेक्षे, नैवं स्यात् क्रमकालवित् ॥२१॥ जिनास्तदुक्तं जीवो वा, धर्माधर्मों भवान्तरम् । 5 परोक्षत्वात् मृषा नैवं, चिन्तयेत् महतो ग्रहात् ॥२२॥शारीरमानसानेवं, स्वपरप्रेरितान्मुनिः। परीषहान् અથવા અલ્પ વસ્ત્ર હોય અથવા વસ્ત્ર નાનું હોય ત્યારે તૃણાદિને ગ્રહણ કરવાનો જો અવસર આવે તો તે તૃણાદિના સ્પર્શથી ઉત્પન્ન થતાં કાદાચિત્ક (ક્યારેક જ તૃણાદિ ગ્રહણ કરનારા હોવાથી તેનાથી ઉત્પન્ન થતું દુઃખ પણ ક્યારેક જ હોવાથી કદાચિત્ય કહેવાય.) એવા દુઃખને સાધુ સહન કરે, પરંતુ કોમળ એવા તણખલાદિને ઇચ્છે નહિ. /૧૮ ગ્રીષ્મ ઋતુના તાપથી થતાં પરસેવાથી 10 પણ (અન્ય કોઈ કારણે મલિન થાય તો તેનાથી ઉગ ન જ પામે, પરંતુ પરસેવાથી પણ થતી મલિનતાથી ઉદ્વેગ પામવો નહિ, એ પ્રમાણે ‘પ' શબ્દનો અર્થ જાણવો.) ઉત્પન્ન થતાં મલરૂપ કાદવ (પરસેવાથી કઠિન થયેલ જે મેલ હોય તે) કે રજ (માત્ર ધૂળ ચોટે તેના)થી મલિન શરીરવાળો સાધુ ઉદ્વેગ પામે નહિ કે સ્નાનને ઇચ્છે નહિ, પરંતુ તે મલાદિને સમ્યમ્ રીતે સહન કરે, કાઢે નહિ. I/૧૯લા આત્મપૂજક પોતાના ઉત્થાન, પૂજન, દાનની સ્પૃહા રાખે નહિ, ઉત્થાનાદિ પ્રાપ્ત 15. થતાં તેમાં મૂચ્છ પામે નહિ કે કોઈ સત્કાર કરે નહિ તો દીન બને નહિ. /૨ના વિવલિત કંઈક જીવાજીવાદિવસ્તુને જાણવાની ઇચ્છાવાળો તેના સ્વરૂપને જાણતો ન હોવા છતાં પણ મોહ પામે નહિ. (અર્થાત્ મને આટલુંય આવડતું નથી, મારો જન્મારો નિષ્ફળ છે વિગેરે આર્તધ્યાન પામે નહિ.) કારણ કે તે કર્મના દોષને જાણનારો છે. (અર્થાત્ આમાં મારા કર્મનો જ દોષ છે એવું તે જાણનારો છે.) અને ચૌદપૂર્વી વિગેરે જ્ઞાનીઓનાં જ્ઞાનને જાણીને તે 20 રીતે જ કરે, (અર્થાત મોહ પામે નહિ, પરંતુ અન્યથા કરે નહિ (અર્થાત્ પૂર્વાર્ધશ્લોકમાં “મોહ પામે નહિ' એવો જે ઉપદેશ આપ્યો તેનાથી અન્યથા = જુદું કરે નહિ.) In૨૧ (સર્વપાપ સ્થાનોથી) વિરત છું, (ઉત્કૃષ્ટ એવા) તપથી યુક્ત છું, અને છતાં પણ છદ્મસ્થ એવો હું ધર્માદિ (ધર્માસ્તિકાયાદિ) ભાવોને હું સાક્ષાત્ જોતો નથી. આવા પ્રકારના વિચારો સાધુને થાય નહિ, કારણ કે તે ક્રમકાળને જાણનારો હોય છે. (અર્થાત્ સંયમ–તપ આચરવા છતાં 25 મને કોઈ લબ્ધિ–અતિશયજ્ઞાન થતું નથી એવી દીનતાને ન કરે, પરંતુ ક્રમકાળવિત્ = ક્રમસર કાળ પાકે ત્યારે લબ્ધિ મળશે એમ માને.) ૨૨ જિનેશ્વરો કે તેમનાવડે કહેવાયેલ જીવો, ધર્મ, અધર્મ, ભવાન્તર આ બધું પરોક્ષ હોવાથી એટલે કે સાક્ષાત્ દેખાતા ન હોવાથી મૃષા છે. આ પ્રમાણે સાધુ અસગ્રહથી વિચારે નહિ. /૨૩ સ્વથી પોતાના કર્મોથી અથવા સામે ચઢીને સ્વીકારવાવડે) અને પરથી (અન્ય જીવો વિગેરેથી) આવી પડેલા શારીરિક અને માનસિક પરિષહોને 30 ભય વિનાનો મુનિ કાય–વચન અને મનથી સદા સહન કરે.
SR No.005756
Book TitleAvashyak Niryukti Part 04
Original Sutra AuthorN/A
AuthorAryarakshitvijay
PublisherVijay Premsuri Sanskrit Pathshala
Publication Year2010
Total Pages418
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aavashyak
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy