________________
૭૬ મી આવશ્યકનિયુક્તિ • હરિભદ્રીયવૃત્તિ સભાષાંતર (ભાગ-૩) एव च रजकस्य वस्त्रं ददातीति न सम्प्रदाने चतुर्थी, किं तु ब्राह्मणाय घटं ददातीति, तथाऽपादानं कारणं, विवक्षितपदार्थापायेऽपि तस्य ध्रुवत्वेन कार्योपकारकत्वाद्, 'दो अवखण्डने' दानं खण्डनम् अपसृत्य मर्यादया दानमपादानं, पिण्डापायेऽपि मृदो ध्रुवत्वादपादानतेति, सा च घटस्य कारणं, तामन्तरेण तस्यानुत्पत्तेः, तथा सन्निधानं च कारणं, तस्याधारतया कार्योपकारकत्वात्, सन्निधीयते यत्र कार्यं तत्सन्निधानम् - अधिकरणं, तच्च घटस्य चक्रं, तस्यापि भूः, तस्या अप्याकाशम्, आकाशस्य त्वधिकरणं नास्ति, स्वरूपप्रतिष्ठितत्वात्, घटस्य चेदं कारणम्, एतदभावे घटानुत्पत्तेरिति થાર્થ: .. उक्तं द्रव्यकारणम्, इदानीं भावकारणप्रतिपादनायाह
दविहं च होइ भावे अपसत्थ पसत्थगं च अपसत्थं ।
संसारस्सेगविहं दुविहं तिविहं च नायव्वं ॥ ७३९ ॥ ... બનાવે છે. માટે ઘટરૂપ કર્મવડે સંપ્રદાન જ અભિપ્રેત છે, અર્થાત ઘટ બનાવીને કોઇને આપવાનો જ હોય છે. તે પણ એટલા માટે કે સંપ્રદાન વિના ઘટરૂપ કાર્યનો જ અભાવ થાય. (અર્થાત જો લોકોને ઘટ આપવાના જ ન હોય તો કુંભાર ઘટ શા માટે બનાવે ? તેથી ઘટરૂપ જે કાર્ય
થઈ રહ્યું છે તેની પાછળ સંપ્રદાન પણ કારણ છે.) સંપ્રદાનની પૂર્વે કહી એવી વ્યાખ્યા હોવાને 15 કારણે જ “ધોબીને વસ્ત્ર આપે છે.” આ વાક્યમાં ધોબીને ચતુર્થી વિભક્તિ થતી નથી કારણ કે
ત્યાં વસ્ત્રનું દાન થતું નથી. જયારે “બ્રાહ્મણને ઘટ આપે છે.” વાક્યમાં બ્રાહ્મણને ચતુર્થી વિભક્તિ થાય છે, કારણ કે ત્યાં ઘટનું દાન થઈ રહ્યું છે.
- તથા અપાદાન એ કારણ છે, કારણ કે વિવક્ષિત પદાર્થને નાશ થવા છતાં પણ અપાદાનની
ધ્રુવતા હોવાથી કાર્યને ઉપકારક બને છે. “રા' ધાતુ ટુકડા કરવા, છૂટું થવું અર્થમાં છે. માટે 20 દાન એટલે છૂટું થવું. (અપ) દૂર થઇને (આ) મર્યાદા વડે જે છૂટું થવું તે અપાદાન, પિંડપર્યાયમાંથી
દૂર થઈને મૃત્ત્વનો નાશ ન થવારૂપ મર્યાદાવડે પિંડપર્યાયથી છૂટું થવું તે અપાદાનતા કહેવાય છે. માટી પિંડપર્યાયથી દૂર થઈને તેના પછીના સ્થાસાદિપર્યાયને પામે છે. આ સમયે માટી પોતાનું મૃત્ત્વ છોડ્યા વિના પિંડથી છૂટી થાય છે;) મૃત્પિડનો નાશ થવા છતાં માટી કાયમ રહેલી હોવાથી
એ અપાદાન કહેવાય છે. તે ઘટનું કારણ છે કારણ કે મૃત્પિડ વિના ઘટ બને નહીં. તથા સન્નિધાન 25 (=આધાર) એ કારણ છે કારણ કે તે સન્નિધાન આધારરૂપ હોવાથી કાર્યને ઉપકારક છે. જેને
વિશે કાર્ય સ્થાપિત કરાય તે સંનિધાન અર્થાત્ અધિકરણ. ઘટનું અધિકરણ ચક્ર છે, ચક્રનું અધિકરણ ભૂમિ છે, ભૂમિનું અધિકરણ આકાશ છે. જ્યારે આકાશનું અધિકરણ નથી, કારણ કે તે સ્વરૂપથી જ પ્રતિષ્ઠિત છે. (તેને રહેવા કોઈ આધારની જરૂર નથી.) આમ આ અધિકરણ એ ઘટનું કારણ છે, કારણ કે અધિકારણ વિના ઘટ બને નહીં. /I૭૩૮
અવતરણિકા : દ્રવ્યકારણ કહ્યું, હવે ભાવકારણનું પ્રતિપાદન કરવા માટે કહે છે ?
ગાથાર્થ : ભાવને વિશે બે પ્રકારના કારણો છે. અપ્રશસ્ત અને પ્રશસ્ત. અપ્રશસ્તકારણમાં સંસારસંબંધી એક પ્રકારનું, બે પ્રકારનું અને ત્રણ પ્રકારનું કારણ જાણવું.