________________
અપ્રશસ્તકારણના પ્રકારો (નિ. ૭૪૦) ૭૭ - વ્યારા : મવતીતિ માd:, ન ઘારિક, સાવ વારyi સંસાર પ રિતિ માવIRU, तत्र 'द्विविधं च' द्विप्रकारं च भवति, भावे विचार्यमाणे, कारणमिति प्रक्रमाद्गम्यते, भावविषयं वा, भावकारणमित्यर्थः, अप्रशस्तम्-अशोभनं प्रशस्त-शोभनं च, तत्राप्रशस्तं संसारस्य सम्बन्धि एकविधम्-एकभेदं द्विविधं-द्विभेदं त्रिविधं-त्रिभेदं च ज्ञातव्यं, चशब्दश्चतुर्विधाद्यनुक्तकारणभेदसमुच्चयार्थ इति गाथार्थः ॥ यदुक्तं-'संसारस्यैकविध मित्यादि, तदुपप्रदर्शनायाह- अस्संजमो य एक्को अण्णाणं अविरई य दुविहं तु ।
अण्णाणं मिच्छत्तं च अविरती चेव तिविहं तु ॥ ७४०॥ व्याख्या : 'असंयमः' अविरतिलक्षणः, स ह्येक एव संसारकारणम्, अज्ञानादीनां तदुपष्टम्भकत्वादप्रधानत्वादिति, तथाऽज्ञानमविरतिश्च द्विविधं तु संसारकारणं, तत्राज्ञानं-कर्माच्छादितजीवस्य 10 विपरीतावबोध इति, अविरतिस्तु सावधयोगानिवृत्तिरिति, तथा मिथ्यात्वमज्ञानं चाविरतिश्चैव त्रिविधं तु संसारकारणं, तत्र मिथ्यात्वम्-अतत्त्वार्थश्रद्धानं, शेषं गतार्थम्, एवं कषायादिसम्पर्कादन्येऽपि भेदाः प्रतिपादयितव्या इति गाथार्थः ॥
ટીકાર્થ જે થાય તે ભાવ. ઔદયિકાદિ ભાવ તરીકે જાણવા, તે ભાવરૂપ જે કારણ તે ભાવકારણ એ પ્રમાણે સમાસ જાણવો. તે ભાવ સંસાર અને મોક્ષનું કારણ છે. ભાવની વિચારણા 15 કરીએ તો ભાવને વિશે બે પ્રકારના કારણો છે. અથવા ભાવવિષયક બે પ્રકારના કારણો છે. અપ્રશસ્ત=અશુભ અને પ્રશસ્ત=શુભ, તેમાં અપ્રશસ્તકારણ સંસારસંબંધી જાણવું, જે એકપ્રકારનું, એપ્રકારનું અને ત્રણ પ્રકારનું જાણવા યોગ્ય છે. “a” શબ્દ ચાર પ્રકારાદિ નહીં કહેલ ભેદોનો સમાવેશ કરવા માટે છે. li૭૩૯ો. - ' અવતરણિકા : જે કહ્યું કે “સંસારસંબંધી અપ્રશસ્તકારણ એકપ્રકારનું .... વગેરે”, તે 20 દેખાડવા માટે કહે છે કે
ગાથાર્થ એક પ્રકારમાં અસંયમ, બે પ્રકારમાં અજ્ઞાન–અવિરતિ, તથા ત્રણ પ્રકારમાં અજ્ઞાનમિથ્યાત્વ અને અવિરતિ. . ટીકર્થ : અવિરતિરૂપ અસંયમ એક જ સંસારનું કારણ છે, કારણ કે અવિરતિ સિવાયના અજ્ઞાનાદિ કારણો અવિરતિને ટેકો આપનારા છે અને માટે જ અપ્રધાન છે. તથા અવિરતિ અને 25 અજ્ઞાન એ બે પ્રકારના સંસારના કારણો છે. તેમાં અજ્ઞાન એટલે કર્મથી યુક્ત જીવનો વિપરીતબોધ અને અવિરતિ એટલે પાપયુક્ત યોગોથી પાછા ન હટવું. તથા ત્રણ પ્રકારના સંસારકારણોમાં મિથ્યાત્વ-અજ્ઞાન અને અવિરતિ જાણવા. તેમાં મિથ્યાત્વ એટલે ખોટા તત્ત્વો ઉપરની શ્રદ્ધા. શેષ અજ્ઞાન-અવિરતિ પૂર્વની જેમ જાણવા. આ પ્રમાણે કષાયાદિના સંપર્કથી બીજા પણ ભેદો કહેવા યોગ્ય છે. (જેમ કે, ચાર પ્રકારમાં કષાય, અજ્ઞાન, મિથ્યાત્વ અને અવિરતિ.) I૭૪૦Iી 30