________________
છ પ્રકારના કારણો (નિ. ૭૩૮) ૭૫ कथं षड्विधमित्याह-कर्ता च कारणं, तस्य कार्ये स्वातन्त्र्येणोपयोगात्, तमन्तरेण विवक्षितकार्यानुत्पत्तेः अभीष्टकारणवत्, ततश्च घटोत्पत्तौ कुलालः कारणं, तथा करणं च - मृत्पिण्डादि करका)रणं, तस्य साधकतमत्वात्, तथा कर्म च कारणं, क्रियते-निर्वर्त्यते यत्तत्कर्म-कार्यम, आह-तत्कथमलब्धात्मलाभ तदा कारणमिति ?, अत्रोच्यते, कार्यनिर्वर्तनक्रियाविषय-त्वात्तस्योपचारात्कारणता. उक्तं च
“નિર્વસ્ત્ર વા વિશ્નાર્થ વા, VIણે વા ક્રિયાત્તમ / - તત્ દણદણHIS gઈણિત / ? ” इत्यादि, मुख्यवृत्त्या. वा सौकर्यगुणेन कर्म कारणं, तथा सम्प्रदानं च घटस्य कारणं, तस्य कर्मणाऽभिप्रेतत्वात्, तमन्तरेण तस्याभावात्, सम्यक् सत्कृत्य वा प्रयत्नेन दानं सम्प्रदानम्, अत વ્યાપારવડે કાર્યમાં જે ઉપયોગી થાય તે કારણ. આ કારણ કેવી રીતે છ પ્રકારનું છે ? તે કહે 10 છે – કર્તા એ કારણ છે કારણ કે કાર્યમાં તે કર્તાનો સ્વતંત્ર રીતે ઉપયોગ થાય છે. કર્તા વિના ઇચ્છિતકારણની જેમ વિવક્ષિત કાર્યની ઉત્પત્તિ થતી નથી. (અર્થાત્ જેમ ઇચ્છિતકારણ (તંતુ વિ.) વિના કાર્ય(પટ)ની ઉત્પત્તિ થતી નથી, તેમ કર્યા વિના કાર્યની ઉત્પત્તિ થતી નથી.) તેથી ઘટની ઉત્પત્તિમાં કુંભાર એ કારણ છે. (૧) તથા મૃત્પિડ વગેરે કરણ એ પણ ઘટનું કારણ છે કારણ કે તેના દ્વારા ઘટની ઉત્પત્તિ થતી હોવાથી મૃત્પિડ વગેરે સાધકતમ કારણ છે. (૨) તથા કર્મ 15 એ કારણ છે. જે કરાય અર્થાત્ જે બનાવાય તે કર્મ = કાર્ય (અને કાર્ય એ પણ કારણ છે.)
શંકા : જે વસ્તુ હજુ બની જ નથી તે વસ્તુ ત્યારે = ક્રિયા વખતે કેવી રીતે કારણ બની શકે?
સમાધાન કર્મ એ કાર્ય બનાવવા માટેની ક્રિયાનો વિષય હોવાથી ઉપચારથી તેમાં કારણતા છે. કહ્યું છે કે- “બનાવવા યોગ્ય (જેમ કે–દનાદિ) અથવા ફેરફાર કરવા યોગ્ય (જેમ કે, 20 લાકડામાંથી કંઈક વસ્તુ બનાવવી) અથવા પ્રાપ્ત કરવા યોગ્ય (જેમ કે, કોઇક વસ્તુને ગ્રહણ કરવી વગેરે) એવું જે ક્રિયાનું ફળ કર્તાને ઇચ્છિત (પોતાની ક્રિયાના વિષય તરીકે ઇચ્છિતી હોય તે દષ્ટ કે અદૃષ્ટ સંસ્કારવાળું કર્મ કહેવાય છે.” (આ શ્લોક દ્વારા એટલું જ કહેવા માંગે છે કે કર્તાને પોતાની ક્રિયાના વિષય તરીકે જે ઈષ્ટ હોય તે જ કર્મ કહેવાય છે. તે ઇષ્ટ તરીકે કાર્ય હોય છે. તેથી કાર્યને કર્મ કહેવામાં કોઈ દોષ નથી. “દષ્ટ-અદષ્ટ સંસ્કાર” શબ્દનો અર્થ – નિર્વત્ય 25 કે વિકાર્ય કાર્યમાં થતો સંસ્કાર આપણને દેખાય છે. તેથી તે દૃષ્ટસંસ્કારવાળું કાર્ય છે. જ્યારે પ્રાપ્યમાં સંસ્કાર દેખાતો નથી. તેથી તે અદેખસંસ્કારવાળું કાર્ય કહેવાય છે.)
અથવા ઉપચાર વિના મુખ્યવૃત્તિએ તો કાર્યના સૌકર્યગુણની અપેક્ષાએ જ કર્મ કારણ બને છે. (અર્થાત્ સૌકર્યગુણ હોય તો તે કાર્ય કરી શકાય, તે ગુણ જો ન હોય તો કાર્ય ન કરી શકાય. એટલે કાર્યમાં રહેલો સૌકર્યગુણ કાર્ય નિષ્પન્ન કરવામાં કારણ બને છે, તેથી તે કાર્ય પણ 30 સૌકર્યગુણવાળું હોવાથી કારણ બને છે...) તથા સંપ્રદાન એ ઘટનું કારણ છે, કારણ કે સંપ્રદાન એટલે સમ્ય રીતે અથવા સત્કારપૂર્વક પ્રયત્નવડે જે દાન, લોકોને આપવા માટે જ કુંભાર ઘટ