________________
૭૪ આ આવશ્યકનિયુક્તિ હરિભદ્રીયવૃત્તિ • સભાષાંતર (ભાગ–૩) चेष्टाया वेमादिनिमित्तं, ततो निमित्तस्येदं नैमित्तिकमिति गाथार्थः ॥
समवाई असमवाई छव्विह कत्ता य कैम्म करणं च । तत्तो य संपयाणापयाण तह संनिहाणे य ॥ ७३८ ॥
व्याख्या : समेकीभावे अवोऽपृथक्त्वे अय गतौ, ततश्चैकीभावेनापृथग्गमनं समवायः5 संश्लेषः स येषां विद्यते ते समवायिन:- तन्तवो यस्मात्तेषु पटः समवैतीति, समवायिनश्च ते कारणं च समवायिकारणं, तन्तुसंयोगाः कारणद्रव्यान्तरधर्मत्वात् पटाख्यकार्यद्रव्यान्तरस्य दूरवर्त्तित्वात् असमवायिनः, त एव कारणमसमवायिकारणमिति । आह- अर्थाभेदे सत्यनेकधा कारणद्वयोपन्यासोऽनर्थक इति, न, सञ्ज्ञाभेदेन तन्त्रान्तरीयाभ्युपगमप्रदर्शनपरत्वात्तस्य, अथवा षड्विधं कारणम्, अनुस्वारलोपो ऽत्र द्रष्टव्यः, करोतीति कर्त्तरि व्युत्पत्तेः, स्वेन व्यापारेण कार्ये यदुपयुज्यते तत्कारणं, 10 નથી અને આ ચેષ્ટાઓનું કારણ વેમાદિ છે. તેથી નિમિત્તનું આ તે નૈમિત્તિક. (એ પ્રમાણેના શબ્દાર્થથી ચેષ્ટા, વેમાદિ નૈમિત્તિકકારણ કહેવાય છે.) II૭૩૭
ગાથાર્થ : સમવાયિકારણ, અસમવાયિકારણ, અથવા (વ્યતિરિક્તદ્રવ્ય કારણના બીજા) છ પ્રકાર છે – કર્તા, કર્મ, કરણ, સંપ્રદાન, અપાદાન અને આધાર.
ટીકાર્થ : સમવાય શબ્દમાં—મ્ એટલે એકીભાવે, વ = અપૃથક્ = ભેગું અને અય 15 એટલે ગમન અર્થાત્ એકીભાવે અપૃથક્ એવું જે ગમન તે સમવાય અર્થાત્ એકમેકતાને પામવું. તે સમવાય છે જેઓનો તે સમાળિય, અર્થાત્ સમવાયવાળા તંતુઓ, કારણ કે આ તંતુઓમાં પટ સમવાયથી=એકીભાવે ઉત્પન્ન થાય છે. તેથી પટનો સમવાય તંતુઓમાં રહેલ છે માટે તંતુઓ સમવાય કહેવાય છે. સમળિય એવું જે કારણ તે સમવાયિકારણ. તથા “તંતુસંયોગ એ કારણ(તંતુઓ)રૂપ દ્રવ્યાન્તરનો ધર્મ હોવાથી (તંતુસંયોગ તંતુમાં રહેલ છે માટે સંયોગ તંતુનો ધર્મ 20 છે) અને પટ નામના કાર્યરૂપ દ્રવ્યાન્તરને દૂરવર્તી હોવાથી અસમવાયિ કહેવાય છે. (આશય એ છે કે પટરૂપ કાર્યને નજીક તંતુઓ છે અને આ તંતુઓમાં સંયોગ રહેલ છેં તેથી સંયોગ પટથી ઘણો દૂર કહેવાય છે, વળી આ સંયોગ પટ નહીં પણ તંતુઓમાં સમવાયથી=એકીભાવથી રહેલ છે માટે પટ માટે અસમવડિય કહેવાય છે.) આ અસમવાયરૂપ જે કારણ તે અસમવાયિકારણ. શંકા : અર્થ એક જ હોવા છતાં જુદી જુદી રીતે બે-બે કારણો કહેવા એ નિરર્થક છે. (અર્થાત્ 25 તદ્રવ્ય-અન્યદ્રવ્ય, નિમિત્ત-નૈમિત્તિક, સમવાયિ-અસમવાયિ વિગેરે દરેક પ્રકારમાં શબ્દોનો અર્થ એક જ હોવા છતાં જુદા જુદા નામે શા માટે બતાવો છો ?)
સમાધાન : અન્ય દર્શનો એક એવા પણ કારણને જુદા જુદા નામથી સ્વીકારે છે તે દેખાડવા આ રીતે ઉપન્યાસ કરેલ છે. તેથી આ ઉપન્યાસ નિરર્થક બનતો નથી. અથવા છ પ્રકારના કારણો જાણવા. મૂળગાથામાં ‘છદિ' શબ્દમાં અનુસ્વારનો લોપ થયેલ છે એમ સમજવું. “જે કાર્યને 30 કરે તે કારણ' એ પ્રમાણે કર્તાના અર્થમાં કારણ શબ્દનો વ્યુત્પત્તિઅર્થ કરવો, અર્થાત્ પોતાના
* ગ ાં ચેતિ વ્યાા ।