SearchBrowseAboutContactDonate
Page Preview
Page 72
Loading...
Download File
Download File
Page Text
________________ 15 સ્પર્ધાદિથી આયુષ્યનું તૂટવું (નિ. ૭૨૯) હ ૬૧ तमि मए पुत्तेण से भणियं-मए सद्धि भोगे भुंजाहित्ति, तीए भणियं-न तरसि मज्झं फरिसं विसहित्तए, न पत्तियइ, आसो आणिओ, सो तीए हत्थेण मुहाओ कर्डिं जाव छित्तो, सो गलिऊण सुक्कक्खएण मतो, तहावि अपत्तियंतेण लोहमयपुरिसो कओ, तीए अवरुंडिओ, सोऽवि विलीणोति। द्वारं । तथा प्राणापाननिरोधे सति भिद्यते आयुर्यथा-छगलगाणं जणवाडादिसु मारिज्जंताणं । द्वारं । एवं सप्तविधं भिद्यते आयुरिति । न चैतत्सर्वेषामेव, किं तु सोपक्रमायुषां न निरुपक्रमायुषामिति। 5 तत्र-देवा नेरड्या वा असंखवासाउया य तिरिमणुया । उत्तमपुरिसा य तहा चरिमसरीरा य निरुवकमा ॥ १ ॥ सेसा संसारत्था भइया निरुवक्कमा व इतरे वा । सोवक्कम-निरुवक्कमभेदो भणिओ समासेणं ॥ २ ॥ आह-अध्यवसायादीनां निमित्तत्वापरित्यागाद्भेदोपन्यासो विरुध्यत इति, न, आन्तरेतरविचित्रोपाधिभेदेन निमित्तभेदानामेवोपन्यासात्, सकलजनसाधारणत्वाच्च અથવા બ્રહ્મદત્ત ચક્રવર્તીના સ્ત્રીરત્નના સ્પર્શથી, તે આ રીતે–બ્રહ્મદત્તના મર્યા પછી પુત્રે તે 10 સ્ત્રીરત્નને કહ્યું કે-“મારી સાથે ભોગ ભોગવ.” તેણીએ કહ્યું–“તું મારા સ્પર્શને સહન કરી શકીશ નહીં.” પુત્રને વિશ્વાસ થતો નથી. તેથી એક ઘોડો લાવવામાં આવ્યો. સ્ત્રીરને તે ઘોડાને પોતાના હાથે મુખથી લઈ કમર સુધી સ્પર્શ કર્યો. સ્પર્શ થતાંની સાથે તે ઘોડાનું શરીર ગળવા લાગ્યું અને વીર્યના ક્ષયથી તે મરી ગયો. તો પણ પુત્રને વિશ્વાસ ન થતાં લોખંડનો પુરુષ તૈયાર કરવામાં આવ્યો. સ્ત્રીરત્ન લોખંડપુરુષને આલિંગન કર્યું તો તે પણ પીગળી ગયો. (૭) પ્રાણાપાનના નિરોધથી જેમકે, યજ્ઞાદિમાં બોકડાદિને મારવામાં આવે છે. આ પ્રમાણે સાતપ્રકારે આયુ ભેદાય છે. સર્વ જીવોનું આ રીતે આયુ ભેદાય છે એમ નહીં પરંતુ જેઓ સોપક્રમઆયુષ્યવાળા હોય છે, તેઓનું જ આ રીતે આયુ ભેદાય છે. નિરુપક્રમ-આયુવાળા જીવોનું આ રીતે આયુ ભેદાતું નથી. તેમાં દેવ, નારકો, અસંખ્ય વર્ષના આયુવાળા તિર્યંચમનુષ્યો, ઉત્તમપુરુષો અને ચરમશરીરી જીવો નિપક્રમાયુવાળા હોય છે. શેષ સંસારસ્થ જીવોમાં ભજના છે, અર્થાત્ 20 સોપક્રમ કે નિરુપક્રમ આયુષ્યવાળા હોય છે. સોપક્રમ અને નિરુપક્રમનો ભેદ સંક્ષેપથી કહેવાયો. શંકા : અધ્યવસાયાદિ પણ નિમિત્તો જ હોવાથી જુદા શા માટે કહો છો? સમાધાન : આન્તરિક અને બાહ્ય એવી જુદી જુદી ઉપાધિના ભેદથી નિમિત્તભેદોનો જ અહીં ઉપન્યાસ કર્યો છે અને શાસ્ત્રનો આરંભ સકલજનને સાધારણ હોય છે. (આશય એ છે કે-અધ્યવસાયાદિ પણ નિમિત્તો જ છે છતાં નિમિત્તથી તેઓને જુદા કહ્યા તેટલા માત્રથી 25 અધ્યવસાયાદિ નિમિત્ત નથી એવું માની ન લેવું, પણ અધ્યવસાય-વેદનાદિ આન્તરિક અને આહાર १८. तस्मिन् मृते पुत्रेण तस्यै भपितं-मया साधु भोगान् भुक्ष्वेति, तया भणितं न शक्नोषि मम स्पर्श विसोढं, न प्रत्येति, अश्व आनीतः स तया हस्तेन मखात्कटी यावत्स्पष्टः स गिलित्वा (विलीय) शुक्रक्षयेण मृतः, तथाप्यप्रत्यायता लोहमयपुरुषः कृतः, तया आलिङ्गितः, सोऽपि विलीन इति । अजानां यज्ञपाटकादिषु मार्यमाणानाम् । देवा नैरयिका वा असंख्यवर्षायुषश्च तिर्यङ्नराः । उत्तमपुरुषाश्च तथा 30 चरमशरीराश्च निरुपक्रमाः ॥१॥ शेषाः संसारस्था भक्ता निरुपक्रमा वा इतरे वा । सोपक्रमनिरुपक्रमभेदो મતિઃ સમાન | ૨ |
SR No.005755
Book TitleAvashyak Niryukti Part 03
Original Sutra AuthorN/A
AuthorAryarakshitvijay
PublisherVijay Premsuri Sanskrit Pathshala
Publication Year2010
Total Pages410
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aavashyak
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy