________________
૬૦
હ આવશ્યકનિયુક્તિ હરિભદ્રીયવૃત્તિ • સભાષાંતર (ભાગ–૩)
मुत्तपुरीसनिरो जिण्णाजिणे य भोयणे बहुसो । घंसणघोलणपीलण आउस्स उवक्कमा एए ॥ ७२६ ॥ दारं ॥
व्याख्या : दण्डकशाशस्त्ररज्जवः अग्निः उदकपतनं विषं व्यालाः शीतोष्णमरतिर्भयं क्षुत्पिपासा च व्याधिश्च मूत्रपुरीषनिरोधः जीर्णाजीर्णे च भोजनं बहुशः घर्षणघोलणपीडनान्यायुषः 5 उपक्रमहेतुत्वादुपक्रमा एते, कारणे कार्योपचारात्, यथा-तन्दुलान् वर्षति पर्जन्यस्तथा आयुर्धृतमिति । . तत्र दण्डादयः प्रसिद्धा एव, 'व्यालाः ' सर्पा उच्यन्ते, घर्षणं चन्दनस्येव, घोलनम् अङ्गुष्ठकाङ्गुलिगृहीतसञ्चाल्यमानयूकाया इव, पीडनम् इक्ष्वादेरिवेति गाथार्थः ॥ द्वारं ॥ तथाऽऽहारे सत्यसति वाभिद्यते आयुर्यथा - ऐगो मरुगो छणे अट्ठारस वारे भुंजिऊण सूलेण मओ, अण्णो पुण छुहाए
ओत्ति । द्वारं । वेदनायां सत्यां भिद्यते आयुर्यथा शिरोनयनवेदनादिभिरनेके मृता इति । द्वारं । 10 तथा पराघाते सति भिद्यते आयुर्यथा - विज्जले वा तडीए वा खाणीए वा पेल्लियस्सेति । द्वारं । तथा स्पर्शे सति भिद्यते आयुर्यथा - तयाविसेणं सप्पेणं छित्तस्स, जहा वा बंभदत्तस्स इत्थीरयणं,
ટીકાર્થ : દંડ, ચાબુક, શસ્ત્ર, દોરડું, અગ્નિ, પાણીમાં ડૂબવું, વિષ, સાપ, શીતોષ્ણ, અરતિ, ભય, ક્ષુધા, પિપાસા, રોગ, મળ-મૂત્રનો નિરોધ, જીર્ણાજીણમાં અનેકવાર ભોજન. (જીર્ણાજીર્ણ એટલે અર્ધજીર્ણ, તેમાં રસની વૃદ્ધિથી વારંવાર ભોજન કરવું) ઘર્ષણ, ધોલન, પીડન વગેરે 15 આયુષ્યના ઉપક્રમના કારણ હોવાથી આયુષ્યોપક્રમ છે. અહીં કારણમાં (નિમિત્તોમાં) કાર્યનો (આયુ. ઉપક્રમનો) ઉપચાર કરેલ હોવાથી નિમિત્તો પોતે જ આયુ. ઉપક્રમ કહેવાય છે. જેમકે, વરસાદ ચોખાને વરસાવે છે, ઘી એ આયુષ્ય છે.
(અહીં જો કે વરસાદ પાણીને વરસાવે છે. ઘી આયુષ્યને આપે છે. છતાં પાણી ચોખાને ઉત્પન્ન કરવાનું અને ઘી આયુષ્યને આપવાનું કારણ હોવાથી વરસાદ ચોખાને વરસાવે છે વગેરે 20 કહેવાય છે.) અહીં જેમ ચંદનનું ઘર્ષણ થાય, અંગુઠા અને આંગળીવડે જૂને જેમ મસળી નાખવામાં આવે, યંત્રમાં જેમ શેરડી વગેરેનું પીલવાનું થાય તેમ જીવનું પણ ઘર્ષણ, ઘોલન કે પીડન સમજવું. આમ થતાં આયુ ભેદાય છે.
(૩) તથા વધુ પ્રમાણમાં આહાર કરવાથી અથવા આહારના અભાવથી આયુ ભેદાય છે. જેમકે, એક બ્રાહ્મણ કોઈક મહોત્સવમાં અઢાર વખત ખાઇને શૂલ (પેટમાં ભયંકર થતી અકળામણ) 25 વડે મરી ગયો. અન્ય વળી ભૂખના કારણે મર્યો.
→
(૪) વેદનાથી આયુ ભેદાય છે જેમકે, કેટલાય લોકો મસ્તક—આંખ વગેરેની વેદનાથી મૃત્યુ પામ્યા. (૫) પરાઘાત થતાં આયુ ભેદાય છે. જેમકે, કાદવમાં ખૂંપી જવાથી, કિનારેથી પડવાથી, ખીણમાં પડવાથી આયુ ભેદાય છે. (૬) સ્પર્શથી → જેની ચામડી ઝેરી હોય તેવા સર્પના સ્પર્શથી १५. एको ब्राह्मणः क्षणेऽष्टादश वारान्भुक्त्वा शूलेन मृतः, अन्यः पुनः क्षुधा मृत इति । 30 १६. कर्दमेन वा तट्या वा खन्या वा प्रेरितस्येति । १७. त्वग्विषेण सर्पेण स्पृष्टस्य, यथा वा ब्रह्मदत्तस्य
સ્ત્રી તું,