SearchBrowseAboutContactDonate
Page Preview
Page 56
Loading...
Download File
Download File
Page Text
________________ 10 કૃિતિકમદિારો અને શ્રવણવિધિ(નિ. ૭૦પ-૭૦૭) ણ ૪૫ दो चेव मत्तगाइं खेले तह काइयाए बीयं तु । जावइया य सुणेति सव्वेऽवि य ते तु वंदंति ॥ ७०५ ॥ ____ व्याख्या : निगदसिद्धैव, नवरं मात्रकं-समाधिः, कृतिकर्मद्वार एव च विशेषाभिधानमदुष्टमिति, अर्द्धकृतव्याख्यानोत्थानानुत्थानाभ्यां पलिमन्थाऽऽत्मविराधनादयश्च दोषा भावनीया इति द्वारम् । अधुना कायोत्सर्गद्वारं व्याचिख्यासुराह सव्वे काउस्सग्गं करेंति सव्वे पुणोऽवि वंदंति । णासण्णे णाइदूरे गुरुवयणपडिच्छगा होति ॥ ७०६ ॥ ___ व्याख्या : सर्वे श्रोतार: ‘श्रेयांसि बहुविघ्नानी 'तिकृत्वा तद्विघातायानुयोगप्रारम्भनिमित्तं कायोत्सर्गं कुर्वन्ति, तं चोत्सार्य सर्वे पुनरपि वन्दन्ते, ततो नासन्ने नातिदूरे व्यवस्थिताः सन्तः, किम् ?-गुरुवचनप्रतीच्छका भवन्ति-श्रृण्वन्तीति गाथार्थः ॥ साम्प्रतं श्रवणविधिप्रतिपादनायाह णिद्दाविगहापरिवज्जिएहिं गुत्तेहिं पंजलिउडेहिं । . भत्तिबहुमाणपुव्वं उवउत्तेहि सुणेयव्वं ॥ ७०७ ॥ ગાથાર્થઃ બે પ્યાલા રાખવા. એક શ્લેષ્મ માટે અને બીજો માત્રા માટે, જેટલા શિષ્યો વાચના સાંભળે તે સર્વે ગુરુને વંદન કરે. ટીકાર્થ ઃ ગાથાર્થ સ્પષ્ટ જ છે. પ્યાલો એટલે સમાધિ. (આ પારિભાષિક શબ્દ છે.) તથા અહીં વંદનદ્વારમાં પ્યાલા માટેની જે વિશેષ વાત કરી તે અદુષ્ટ છે, કારણ કે જો પ્યાલા રાખવામાં ન આવે તો વ્યાખ્યાન કરતા કરતા વચ્ચે શ્લેષ્મની તકલીફ કે માત્રાની શંકા થઈ અને તે ટાળવા ગુરુ ઊભા થઈને જાય તો એટલો સમય વ્યાખ્યાન બંધ રહેવારૂપ પલિમંથ દોષ લાગે. હવે જો સમય બગડશે એવા ભયથી ગુરુ ઊઠે નહીં તો ગુરુને તકલીફ થવાથી આત્મવિરાધનાનો દોષ 20 લાગે. માટે શિષ્યોએ પહેલેથી જ કાળજીપૂર્વક પ્યાલા રાખવા જોઈએ. II૭૦પા. અવતરિણકા : હવે કાયોત્સર્ગદ્વારનું વ્યાખ્યાન કરવાની ઇચ્છાવાળા ગ્રંથકારશ્રી કહે છે કે ગાથાર્થ : ગાથાર્થ ટીકાર્થ ઉપરથી સ્પષ્ટ થઈ જશે. ટીકાર્થ : સર્વ શ્રોતાઓ કલ્યાણકારી કાર્યો ઘણાં વિઘ્નોવાળા હોવાથી તે વિનોના નાશ માટે અનુયોગના પ્રારંભ નિમિત્તે કાયોત્સર્ગને કરે છે. તે કાયોત્સર્ગને પારી બધા શ્રોતાઓ પુન 25 વંદન કરે છે. ત્યાર પછી એકદમ નજીકમાં નહીં કે એકદમ દૂર નહીં એ રીતે યોગ્ય સ્થાને રહેલા છતાં ગુરુના વચનોને સાંભળે છે. Il૭૦ell અવતરણિકા : હવે શ્રવણવિધિનું પ્રતિપાદન કરવા માટે કહે છે કે ગાથાર્થ : નિદ્રા-વિકથાથી રહિત, ગુપ્તિમાન, અંજલિજોડીને, ઉપયોગપૂર્વક, સુભાષિત અર્થપ્રધાન એવા વચનોને સાંભળવા ઇચ્છનારે, વિસ્મિત મુખવાળા, હર્ષ પામેલા, બીજાને હર્ષ 30 પમાડનારા શિષ્યોએ ભક્તિ-બહુમાનપૂર્વક સાંભળવું જોઈએ. 15
SR No.005755
Book TitleAvashyak Niryukti Part 03
Original Sutra AuthorN/A
AuthorAryarakshitvijay
PublisherVijay Premsuri Sanskrit Pathshala
Publication Year2010
Total Pages410
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aavashyak
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy