SearchBrowseAboutContactDonate
Page Preview
Page 349
Loading...
Download File
Download File
Page Text
________________ 5 10 ૩૩૮ * આવશ્યકનિયુક્તિ • હરિભદ્રીયવૃત્તિ • સભાષાંતર (ભાગ–૩) जो कोंचगावराहे पाणिदया कोंचगं तु णाइक्खे | जीवियमणपेतं मेयज्जरिसिं णमंसामि ॥८६९॥ व्याख्या : यः क्रौञ्चकापराधे सति प्राणिदयया 'क्रोञ्चकं तु 'क्रोञ्चकमेव नाचष्टे, अपितु स्वप्राणत्यागं व्यवसितः, तमनुकम्पया जीवितमनपेक्षमाणं मेतार्यऋषिं नमस्य इति गाथार्थ: ॥८६९॥ णिप्फेडियाणि दोण्णिवि सीसावेढेण जस्स अच्छीणि । ण य संजमा चलिओ मेयज्जो मंदरगिरिव्व ॥ ८७० ॥ व्याख्या -' निष्कासिते' भूमौ पातिते द्वे अपि शिरोबन्धनेन यस्याक्षिणी, एवमपि कदर्थ्यमानोऽनुकम्पया 'न च' नैव संयमाच्चलितो यस्तं मेतार्यऋषि नमस्यं इति गाथाभिप्रायः ॥८७०॥ द्वारम् ॥ इदानीं सम्यग्वादस्तत्र कथानकम् - तुरुविणीए णयरीए जित्तू भद्दा धिज्जाइणी, पुत्तो से दत्तो, मामगो से अज्जकालगो तस्स दत्तस्स, सो अ पव्वइओ । सो दत्तो जूयपसंगी मज्जपसंगी य, उल्लगिउमारद्धो, पहाणो दंडो जाओ, कुलपुत्तए भिदित्ता ગાથાર્થ : ટીકાર્થ પ્રમાણે જાણવો. ટીકાર્થ : જેમણે ક્રૌંચપક્ષીનો અપરાધ હોવા છતાં પ્રાણીની દયાથી ક્રૌંચપક્ષીનું નામ કહ્યું 15 નહીં, પરંતુ પોતાના પ્રાણનો ત્યાગ કર્યો. એવા અનુકંપાને કારણે જીવનથી નિરપેક્ષ તે મેતાર્યઋષિને હું નમસ્કાર કરું છું. ॥૮૬૯॥ ગાથાર્થ : મસ્તકબંધવડે જેમની બંને આંખો નીકળી ગઈ, છતાં મેરુપર્વતની જેમ મેતાર્યઋષિ સંયમથી ચલિત ન થયા. ટીકાર્થ : ‘નીકળી ગઈ’ એટલે કે ભૂમિ ઉપર પડી, શિરોબંધવડે જેમની બંને આંખો, (અન્વય 20 આ પ્રમાણે – મસ્તકબંધવડે જેમની બંને આંખો જમીન ઉપર પડી.) આ રીતે પીડા આપવા છતાં જેઓ અનુકંપાથી (અર્થાત્ જીવો પ્રત્યેની કરુણાથી) સંયમથી ચલિત થયા નહીં, તે મેતાર્યઋષિને હું નમસ્કાર કરું છું. ॥૮૭૦ા * સમ્યવાદ ઉપર કાલકાર્યની પૃચ્છાનું દૃષ્ટાન્ત તુરુમિણીનગરીમાં જિતશત્રુનામે રાજા હતો. તે નગરીમાં ભદ્રાનામે બ્રાહ્મણી હતી. તેણીને 25 દત્તનામે પુત્ર હતો. તે દત્તને આર્યકાલકનામે મામો હતો. આ મામાએ દીક્ષા લીધી. દત્ત જુગાર અને દારુનો વ્યસની હતો, તે રાજાની સેવા કરવા લાગ્યો અને ધીરે ધીરે અન્ય ખંડિયા રાજાઓમાં તે પ્રધાન ખંડિયો રાજા બની ગયો, ત્યાત્પછી અન્ય ખંડિયા રાજાઓ તથા મંત્રી વગેરેને ભેદીને મુખ્ય રાજાને પદભ્રષ્ટ કરી પોતે રાજા બની ગયો, તેણે ઘણાં બધા યજ્ઞો કરાવ્યા. २१. तुरुमिण्यां नगर्यां जितशत्रू राजा, तत्र भद्रा धिग्जातीया, पुत्रस्तस्या दत्तः, मातुलो30 ऽथार्यकालकस्तस्य, स च प्रब्रजितः । स च दत्तो द्यूतप्रसङ्गी मद्यप्रसङ्गी च, अवलगितुमारब्धः, प्रधानो दण्डिको जातः, कुलपुत्रान् भेदयित्वा
SR No.005755
Book TitleAvashyak Niryukti Part 03
Original Sutra AuthorN/A
AuthorAryarakshitvijay
PublisherVijay Premsuri Sanskrit Pathshala
Publication Year2010
Total Pages410
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aavashyak
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy