SearchBrowseAboutContactDonate
Page Preview
Page 330
Loading...
Download File
Download File
Page Text
________________ સામાયિકના અવિરહાદિકાલ (નિ. ૮૫૪-૮૫૫) सम्मसुयअगारीणं आवलियअसंखभागमेत्ता उ । अट्ठसमया चरिते सव्वे जहन्न दो समया ॥८५४॥ व्याख्या : ‘सम्यक्त्वश्रुतागारिणां सम्यक्त्वश्रुतदेशविरतिसामायिकानामित्यर्थः, नैरन्तर्येण प्रतिपत्तिकालः आवलिकाअसङ्ख्येयभागमात्राः समया इति, तथाऽष्टौ समया: चारित्रे निरन्तरं 5 प्रतिपत्तिकाल इति, 'सर्वेषु' सम्यक्त्वादिषु 'जघन्यः' अविरहप्रतिपत्तिकालो द्वौ समयाविति થાર્થ: બુઢ इत्याह ૩૧૯ तत्रास्मादेवाविरहद्वाराद् विरहकाल: प्रतिपक्ष इति गम्यमानत्वादनुद्दिष्टोऽपि द्वारगाथायां प्रदर्श्यतेसुयसम्म सत्तयं खलु विरयाविरईय होइ बारसगं । विरईए पन्नरसगं विरहियकालो अहोरता ॥८५५ ।। व्याख्या : श्रुतसम्यक्त्वयोरुत्कृष्टः प्रतिपत्तिविरहकालः 'सप्तकं खलु' इत्यहोरात्रसप्तकं, ततः परमवश्यं क्वचित् कश्चित् प्रतिपद्यत इति, जघन्यस्त्वेकसमय इति, 'विरताविरतेश्च भवति द्वादशकं' देशविरतेरुत्कृष्टः प्रतिपत्तिविरहकालोऽहोरात्रद्वादशकं भवति, जघन्यतस्तु त्रयः समया 10 ગાથાર્થ : ગાથાર્થ ટીંકાર્થ પ્રમાણે જાણવો. ટીકાર્થ : સમ્યક્ત્વ-શ્રુત અને દેશવિરતિનો સતત પ્રાપ્તિકાળ આવલિકાના અસંખ્યભાગમાત્ર 15 સમયો જાણવા (અર્થાત્ આવલિકાના અસંખ્યભાગમાં જેટલા સમયો થાય તેટલા સમયો સુધી સંપૂર્ણ લોકમાં એક અથવા બે વગેરે જીવો સતત સમ્યક્ત્વાદિને પામનારા હોય છે. ધારો કે આ.અ. ભાગમાં ૧૦ સમયો હોય તો, પ્રથમ સમયે સંપૂર્ણ લોકમાંથી ક્યાંક એક જીવ સમ્યક્ત્વાદિને પામતો હોય તો તેના પછીના બીજા સમયે અન્યસ્થળે એક અથવા બે જીવો એક સાથે સમ્યક્ત્વાદિને પામનારા હોય, એમ ત્રીજા સમયે એક અથવા બે વગેરે જીવો પામે. એમ કરતાં કરતાં સતત 20 ૧૦ સમયો સુધી પામનારા મળે પછી આંતરું પડે. આ પદ્ધતિ બધા સામાયિક માટે જાણી લેવી.) ચારિત્રમાં સતત આઠ સમયનો પ્રાપ્તિકાળ જાણવો. તથા સમ્યક્ત્વાદિ સર્વ સામાયિકમાં જઘન્યથી સમયનો સતત પ્રાપ્તિકાળ જાણવો. ૫૮૫૪ અવતરણિકા : અહીં આ અવિરદ્વારનો પ્રતિપક્ષ વિરહકાળ છે, એમ જણાતું હોવાથી દ્વારગાથામાં વિરહકાળ નહીં જણાવવા છતાં તેનું સ્વરૂપ કહેવાય છે 25 ગાથાર્થ : શ્રુત અને સમ્યક્ત્વનો સાત અહોરાત્ર, દેવરતિનો બાર અહોરાત્ર, અને સર્વવિરતિનો પંદર અહોરાત્ર વિરહકાળ છે. ટીકાર્થ : શ્રુત અને સમ્યક્ત્વનો ઉત્કૃષ્ટ પ્રતિપત્તિવિરહકાળ સાત અહોરાત્ર છે, ત્યાર પછી અવશ્ય ક્યાંક કો'ક જીવ આ સામાયિક સ્વીકારે છે. જઘન્યથી વિરહકાળ એક સમયનો જાણવો. (પૂર્વે જે અંતરદ્વાર બતાવ્યું તે એક જીવને આશ્રયીને બતાવેલ છે. જ્યારે અહીં સર્વ જીવોની 30 અપેક્ષાએ હોવાથી બંને દ્વારોમાં ભેદ છે.) દેશિવરતિનો ઉત્કૃષ્ટ પ્રતિપત્તિવિરહકાળ બાર અહોરાત્ર
SR No.005755
Book TitleAvashyak Niryukti Part 03
Original Sutra AuthorN/A
AuthorAryarakshitvijay
PublisherVijay Premsuri Sanskrit Pathshala
Publication Year2010
Total Pages410
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aavashyak
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy