SearchBrowseAboutContactDonate
Page Preview
Page 289
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૭૮ આવશ્યકનિયુક્તિ હરિભદ્રીયવૃત્તિ • ભાષાંતર (ભાગ-૩) अथवा मानुष्ये लब्धेऽप्येभिः कारणैर्दुर्लभं सामायिकमिति प्रतिपादयन्नाह आलस्स मोहऽवण्णा थंभा कोहा पमाय किवणत्ता । भयसोगा अण्णाणा वक्खेव कुतूहला रमणा ॥८४१।। व्याख्या : आलस्यान्न साधुसकाशं गच्छति शृणोति वा, मोहाद् गृहकर्तव्यतामूढो वा, 5 अवज्ञातो वा किमेते विजानन्तीति, स्तम्भाद् वा जात्याद्यभिमानात् क्रोधाद् वा साधुदर्शनादेव कुप्यति, 'प्रमादात्' वा मद्यादिलक्षणात् 'कृपणत्वात्' वा दातव्यं किञ्चिदिति, भयात्' वा नरकादिभयं वर्णयन्तीति, 'शोकात्' वा इष्टवियोगजात् 'अज्ञानात्' कुदृष्टिमोहितः, 'व्याक्षेपाद्' बहुकर्तव्यतामूढः, 'कुतूहलात्' नटादिविषयात्, 'रमणात्' लावकादिखेड्डेनेति गाथार्थः ॥८४१॥ एतेहिं कारणेहिं लभ्रूण सुदुल्लहंपि माणुस्सं । ण लहइ सुतिं हियकरिं संसारुत्तारणिं जीवो ॥८४२॥ . व्याख्या : एभि: 'कारणैः' आलस्यादिभिर्लब्ध्वा सुदुर्लभमपि मानुष्यं न लभते श्रुति हितकारिणी संसारोत्तारिणी जीव इति गाथार्थः ॥ व्रतादिसामग्रीयुक्तस्तु कर्मरिपून विजित्याविकलचारित्र-सामायिकलक्ष्मीमवाप्नोति, यानादिगुणयुक्तयोधवज्जयलक्ष्मीमिति ॥ અવતરણિકા અથવા મનુષ્યત્વ પ્રાપ્ત થવા છતાં આગળ કહેવાતા (જં) કારણોવડે સામાયિક 15 દુર્લભ છે. તે કારણોનું પ્રતિપાદન કરતા કહે છે : ગાથાર્થ : આળસ, મોહ, અવજ્ઞા, અભિમાન, ક્રોધ, પ્રમાદ, કૃપણતા, ભય, શોક, અજ્ઞાન, વ્યાક્ષેપ, કુતુહલ, રમત. ટીકાર્થ : જીવ આળસને કારણે સાધુ પાસે આવે નહીં અથવા ધર્મ સાંભળે નહીં અથવા મોહથી એટલે કે ઘરની કર્તવ્યતામાં મોહ પામવાને કારણે અથવા સાધુઓ શું જાણે છે ? (અર્થાત 20 કશું જાણતા નથી) એવા પ્રકારની અવજ્ઞાથી, જાતિ વગેરેના અભિમાનથી, સાધુના દર્શન માત્ર ક્રોધ ઉત્પન્ન થતો હોવાથી; મઘ, વિષય, કપાયાદિ પ્રમાદને કારણે, “જો ત્યાં જઈશ તો કંઈક દાન કરવું પડશે” આવી કૃપણતાને કારણે, નરકાદિના ભયાનું વર્ણન કરે છે અને તે સાંભળી મને ભય ઉત્પન્ન થાય છે, એવા ભયથી, ઇચ્છિત વસ્તુનો વિયોગ થતાં ઉત્પન્ન થયેલ શોકથી, કુદષ્ટિઓથી મોહિત થયેલ જીવ અજ્ઞાનથી, ઘણાં કામોમાં વ્યસ્ત હોવાથી, નટાદિને જોવાની 25 કુતૂહલતાને કારણે, તથા પક્ષી વગેરેની રમતને કારણે, (અર્થાત કૂકડાઓ વગેરેનું પરસ્પર યુદ્ધ કરાવવા રૂપી રમતને કારણે) જીવ સાધુ પાસે જતો નથી કે ધર્મશ્રવણ કરતો નથી. ગાથાર્થ : ટીકાર્ય પ્રમાણે જાણવો. ટીકાર્થ : આળસાદિ આ કારણોવડે અત્યંત દુર્લભ એવા મનુષ્યપણાને પામીને પણ જીવ સંસારમાંથી પાર ઉતારનારી હિતકર વાણી પ્રાપ્ત કરતો નથી. તેનાથી ઊંધું જેમ (હાથી વિ.) 30 યાનાદિગુણથી યુક્ત એવો યોદ્ધા જયરૂપી લક્ષ્મીને પામે છે તેમ વ્રતાદિ સામગ્રીથી યુક્ત જીવ કર્મશત્રુને જીતીને, સંપૂર્ણ ચારિત્રસામાયિકરૂપ લક્ષ્મીને પામે છે. I૮૪રા
SR No.005755
Book TitleAvashyak Niryukti Part 03
Original Sutra AuthorN/A
AuthorAryarakshitvijay
PublisherVijay Premsuri Sanskrit Pathshala
Publication Year2010
Total Pages410
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aavashyak
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy