SearchBrowseAboutContactDonate
Page Preview
Page 231
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૨૦ જ આવશ્યકનિયુક્તિ હરિભદ્રીયવૃત્તિ સભાષાંતર (ભાગ-૩) सूत्रार्थोभयात्मकत्वात् त्रिविधम्, अक्षरानक्षरादिभेदादनेकविधं चेति, 'चारित्रम्' इति चारित्रसामायिकं, तच्च क्षायिकादि त्रिविधं, सामायिकच्छेदोपस्थाप्यपरिहारविशुद्धिकसूक्ष्मसम्पराययथाख्यातभेदेन वा पञ्चविधम्, अथवा गृहीताशेषविकल्पं द्विविधम्-अगारसामायिकमनगारसामायिकं च, तथा चाह-'दुविधं चेव चरित्तं अगारमणगारियं चेव' द्विविधमेव चारित्रं मूलभेदेन, अगा:-वृक्षास्तैः 5 कृतमगारं-गृहं तदस्यास्तीति मतुब्लोपादगार:-गृहस्थस्तस्येदम्-आगारिकम्, इदं चानेकभेदं, देशविरतेश्चित्ररूपत्वात्, अनगार:-साधुस्तस्येदम्-आनगारिकं चैव । आह-सम्यक्त्वश्रुतसामायिके विहाय चारित्रसामायिकभेदस्य साक्षादभिधानं किमर्थम् ?, उच्यते, अस्मिन् सति तयोर्नियमेन भाव इति ज्ञापनार्थं, चरमत्वाद्वा यथाऽस्य भेद उक्त एवं शेषयोरपि वाच्य इति ज्ञापनार्थमिति ગથાર્થ: || 10 साम्प्रतं मूलभाष्यकार: श्रुतसामायिकं व्याचिख्यासुस्तस्याध्ययनरूपत्वादाह - અક્ષરાનક્ષરાદિ ભેદથી અનેક પ્રકારે છે. ચારિત્ર એટલે ચારિત્રસામાયિક કે જે ક્ષાયિકાદિ ત્રણ પ્રકારે છે અથવા સામાયિક, છેદોપસ્થાપનીય, પરિહારવિશુદ્ધિક, સૂક્ષ્મસંપરાય અને યથાખ્યાતના ભેદથી પાંચ પ્રકારે છે (આ રીતે ચારિત્ર જુદા જુદા પ્રકારે હોવાથી ઘણા વિકલ્પોવાળું છે. પરંતુ જો) સર્વ વિકલ્પો ગ્રહણ કરવા હોય તો ચારિત્ર સામાયિક બે પ્રકારે છે – અગારસામાયિક અને 15 અનગારસામાયિક. તેથી જ મૂળસૂત્રમાં કહ્યું છે કે –“ચારિત્ર બે પ્રકારે અગાર અને અનગારિય" અર્થાત્ મૂળભેદથી વિચારીએ તો ચારિત્ર બે જ પ્રકારે છે (અગાર અને અનગારિય.) અગા એટલે વૃક્ષો, તેના દ્વારા જે બનાવાય તે અગાર એટલે કે ઘર, તે ઘર જેને હોય તે અગાર, અહીં જો કે “અગારવાળો” શબ્દ બનવો જોઈએ પરંતુ મૂળશ્લોકમાં અગાર શબ્દ છે માટે તેમાં “વાળો અર્થના મતુપુનો લોપ થયેલો જાણવો. તેથી અગાર એટલે અગારવાળો 20 એટલે કે ગૃહસ્થ, તેનું જે હોય તે આગારિક, (અર્થાત્ દેશવિરતિચારિત્ર) દેશવિરતિચારિત્ર જુદા જુદા પ્રકારે હોવાથી આગારિકચારિત્ર અનેક પ્રકારનું છે. અગાર જેને નથી તે અનગાર એટલે કે સાધુ. તેનું જે ચારિત્ર ને અનગારિકચારિત્ર. શંકા : સમ્યક્ત્વ અને શ્રુતસામાયિકના મૂળભેદ ન કહ્યા અને ચારિત્રસામાયિકના ભેદોનું મૂળ ગાથામાં સાક્ષાત્ કથન શા માટે કર્યું ? 25 સમાધાન : ચારિત્રસામાયિકની હાજરીમાં સમ્યક્ત્વ અને શ્રુતસામાયિક નિયમથી હોય જ– એ જણાવવા અથવા ચારિત્રસામાયિક છેલ્લું હોવાથી જે રીતે ચારિત્રના ભેદ કહ્યા એ પ્રમાણે શેષ બંનેના પણ ભેદ કહેવા યોગ્ય છે એ જણાવવા ચારિત્રસામાયિકના ભેદો સાક્ષાત્ કહ્યા છે. એ પ્રમાણે ગાથાર્થ જાણવો. II૭૯૬ll અવતરણિકા : હવે શ્રુતસામાયિક એ અધ્યયનરૂપ હોવાથી તેને કહેવાની ઇચ્છાવાળા 30 મૂળભાષ્યકાર કહે છે કે
SR No.005755
Book TitleAvashyak Niryukti Part 03
Original Sutra AuthorN/A
AuthorAryarakshitvijay
PublisherVijay Premsuri Sanskrit Pathshala
Publication Year2010
Total Pages410
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aavashyak
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy