SearchBrowseAboutContactDonate
Page Preview
Page 146
Loading...
Download File
Download File
Page Text
________________ દેવદત્તાદાસીનું રૂપપરિવર્તન (નિ. ૭૭૬) ૧૩૫ वंदित्ता वेयड्ढे कणगपडिमाउ सुणेत्ता उववासेण ठिओ, जइ वा मओ दिट्ठाओ वा, देवयाए दंसियाओ, तुट्ठा य सव्वकामियाणं गुलिगाणं सयं देति, ततो णींतो सुणे - वीतभए जिणपडिमा गोसीसचंदणमई, तं वंदओ एइ, वंदति, तत्थ पडिभग्गो, देवदत्ताए पडियरिओ, तुद्वेण य से ताओ गुलियाओ दिण्णाओ, सो पव्वतिओ । अण्णया ताए चिंतियं-मम कणगसरिसो वण्णो भवउत्ति, ततो जायरूववण्णा णवकणगसरिसरुवा जाया, पुणोऽवि चिंतेड़-भोगे भुंजामि, एस राया ताव 5 मम पिया, अण्णेय गोहा, ताहे पज्जोयं रोएइ, तं मणसिकाउं गुलियं खाइ, तस्सवि देवयाए कहियं, एरिसी रुववतित्ति, तेण सुवण्णगुललियाए दूओ पेसिओ, सा भणति - पेच्छामि આ બાજુ ગંધા૨નામે એક શ્રાવકે સર્વ જન્મભૂમીઓ વાંદીને વૈતાઢ્યપર્વતમાં સુવર્ણપ્રતિમા છે એવું સાંભળીને (તેના દર્શન કરવાની ઇચ્છાથી) વૈતાઢચપર્વતની તળેટીએ ઉપવાસ કરવાનું શરૂ કર્યું -“કાં'તો મરું, કાં'તો દર્શન કરું' દેવતાએ પ્રતિમાઓના દર્શન કરાવ્યા, અને ખુશ થઇને 10 સર્વ ઇચ્છાને પૂર્ણ કરવામાં સમર્થ એવી એકસો ગુટિકાઓ આપી. ત્યાંથી આગળ નીકળતા તે સાંભળે છે કે – વીતભય નગરમાં ગોશીર્ષચંદનની બનાવેલી જિનપ્રતિમા છે. તેને વંદન કરવા આવે છે. પ્રતિમાને વંદન કરે છે. અચાનક ત્યાં કો'ક વ્યાધિ થવાને કારણે આગળ વધી શક્યો નહીં. દેવદત્તા દાસીએ તેની સેવા કરી. તેથી ખુશ થઇને શ્રાવકે તે ગુટિકાઓ દાસીને આપી. શ્રાવકે પ્રવ્રજ્યા ગ્રહણ કરી. 15 એકવાર દાસીએ વિચાર્યું–“મારો સુવર્ણસદેશ વર્ણ થાઓ” (એમ વિચારી એક ગુટિકા મોંમા મૂકી.) તેથી નવો સુંદર રુપવર્ણ ઉત્પન્ન થવાને કારણે તે નવા સુવર્ણ જેવા રૂપવાળી થઈ. ફરી તે વિચારે છે કે -“હું ભોગોને ભોગવું, પરંતુ આ ઉદાયનરાજા એ તો મારા પિતા સમાન છે અને બીજા અન્ય લોકો તો તે રાજાના સેવકો છે તેથી ચંડપ્રદ્યોત મારા માટે યોગ્ય છે.” ચંડપ્રદ્યોતને મનમાં કરીને તે દાસી ગુટિકાને ખાય છે. બીજી બાજુ ચંડપ્રદ્યોતને પણ દેવતાએ કહ્યું – “આવા 20 પ્રકારની રૂપવતી સ્ત્રી (વીતભયનગરમાં છે.)” ચંડપ્રદ્યોતે સુવર્ણગુલિકા પાસે (ગુટિકાના પ્રભાવે સુવર્ણ જેવા રૂપવાળી થવાથી લોકો કુબ્જાદાસીને સુવર્ણગુલિકા કહેતા હતા) દૂત મોકલ્યો. તેણીએ કહ્યું—“હું પણ તમને મળવા માગું છું.” તે અનલગિરિનામના ગંધહસ્ત ઉપર બેસી રાત્રિએ ત્યાં ६८. र्वन्दित्वा वैताढ्ये कनकप्रतिमाः श्रुत्वोपवासेन स्थितः, यदि वा मृतो दृष्टा वा देवतया दर्शिताः, तुष्टा च सर्वकामितानां गुटिकानां शतं ददाति, ततो निर्गच्छन् शृणोति — वीतभये जिनप्रतिमा 25 गोशीर्षचन्दनमयी, तां वन्दितुमायाति, वन्दते, तत्र प्रतिभग्नः, देवदत्तया प्रतिचरितः, तुष्टेन च तस्यै ता गुटिका दत्ताः स प्रव्रजितः । अन्यदा तया चिन्तितं मम कनकसदृशो वर्णो भवत्विति, ततो जातरूपवर्णा नवकनकसदृशरूपा जाता, पुनरपि चिन्तयति - भोगान् भुञ्जे, एष राजा तावन्मम पिता, अन्ये चारक्षाः (गोधाः), तदा प्रद्योतं रोचयति तं मनसिकृत्य गुटिकां खादति, तस्यापि देवतया कथितम्, ईद्दशी रूपवतीति, तेन सुवर्णगुटिकायै दूतः प्रेषितः, सा भणति - पश्यामि 30
SR No.005755
Book TitleAvashyak Niryukti Part 03
Original Sutra AuthorN/A
AuthorAryarakshitvijay
PublisherVijay Premsuri Sanskrit Pathshala
Publication Year2010
Total Pages410
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aavashyak
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy