SearchBrowseAboutContactDonate
Page Preview
Page 139
Loading...
Download File
Download File
Page Text
________________ 10 ૧૨૮ ફૂટ આવશ્યકનિર્યુક્તિ હરિભદ્રીયવૃત્તિ સભાષાંતર (ભાગ-૩) व्याख्या : अपृथक्त्वे सति अनुयोग: चत्वारि द्वाराणि-चरणधर्मकालद्रव्याख्यानि भाषते एकः, वर्तमाननिर्देशफलं प्राग्वत्, पृथक्त्वानुयोगकरणे पुनस्तेऽर्थाः-चरणादयः तत एवपृथक्त्वानुयोगकरणाद् व्यवच्छिन्ना इति गाथार्थः ॥ साम्प्रतं येन पृथक्त्वं कृतं तमभिधातुकाम आह देविंदवंदिएहि महाणुभागेहि रक्खिअज्जेहिं । जुगमासज्ज विभत्तो अणुओगो तो कओ चउहा ॥ ७७४ ॥ व्याख्या : देवेन्द्रवन्दितैर्महानुभागैः रक्षितार्यैर्दुर्बलिकापुष्पमित्रं प्राज्ञमप्यतिगुपिलत्वादनुयोगस्य विस्मृतसूत्रार्थमवलोक्य युगमासाद्य प्रवचनहिताय 'विभक्तः' पृथक्' पृथगवस्थापितोऽनुयोगः, ततः कृतश्चतुर्द्धा-चरणकरणानुयोगादिरिति गाथार्थः ॥ साम्प्रतमार्यरक्षितस्वामिनः प्रसूतिं प्रतिपिपादयिषयाऽऽह ટીકાર્થ : જયાં સુધી અનુયોગનું પૃથક્કરણ કરવામાં આવ્યું નહોતું ત્યાં સુધી એક અનુયોગ ચરણાનુયોગ-ધર્મકથાનુયોગ-કાળ(ગણિત) અનુયોગ અને દ્રવ્યાનુયોગનામે ચારે ધારોને કહે છે. અહીં “કહે છે” એ પ્રમાણે વર્તમાનકાળના નિર્દેશનું ફળ પૂર્વની જેમ જાણવું. (આશય એ છે. કે જ્યાં સુધી ચારે અનુયોગોનું વિભાગીકરણ થયું નહોતું ત્યાં સુધી દરેક સૂત્રમાં ચારેનું વર્ણન 15 સાથે ચાલતું હતું.) જ્યારે અનુયોગોનું વિભાગીકરણ થયું ત્યારથી તે વિભાગીકરણ થવાને કારણે જ ચરણાનુયોગાદિ ચારે અનુયોગો જુદા જુદા થયા. (અર્થાત્ વિભાગીકરણ થતાં જે સૂત્રનો જે સીધો અર્થ નીકળે તે પ્રમાણે વાચના ચાલે, જેમકે જે સૂત્રમાં ચરણકરણાનુયોગની પ્રધાનતા હોય તો તે સૂત્રને આશ્રયી ચરણકરણાનુયોગની જ વાચના ચાલે, શેષ ત્રણ અનુયોગની વાચના થાય નહીં.) li૭૭૩ll અવચરણિકા હવે જેમને આ અનુયોગોનું વિભાગીકરણ કર્યું. તેમને કહેવાની ઇચ્છાવાળા ગ્રંથકારશ્રી કહે છે કે ગાથાર્થ : દેવેન્દ્રોથી વંદાયેલા, મહાનુભાગ એવા આર્યરક્ષિતસૂરિએ ભવિષ્યકાળને જાણીને અનુયોગનું વિભાગીકરણ કર્યું. અને તેથી અનુયોગ ચાર પ્રકારે થયો. ટીકાર્થ : દેવેન્દ્રોથી વંદાયેલા, મહાનુભાગ એવા આર્યરક્ષિતસૂરિવડે બુદ્ધિમાન એવા પણ 25 દુર્બલિકાપુષ્પમિત્રને અનુયોગ અતીવ ગહન હોવાથી સૂત્રાર્થને ભૂલી જતા જોઇને તથા ભવિષ્યકાળને જાણીને પ્રવચનના હિત માટે અનુયોગ જુદો જુદો સ્થાપિત કરાયો. (અર્થાત્ એક જ ગ્રંથમાં એક સાથે ચરણ-કરણ, ધર્મકથા, ગણિત અને દ્રવ્ય. આ ચારે વિષયોનું નિરૂપણ ચાલતું હતું તેથી તે ગ્રંથ સમજવામાં ઘણો અઘરો પડતો જોઈ ચારના ગ્રંથો જુદા જુદા કર્યા.) તેથી આ અનુયોગ ચરણ-કરણાનુયોગાદિ ચાર પ્રકારે થયો. (આદિ શબ્દથી ધર્મકથાનુયોગ, ગણિતાનુયોગ 30 અને દ્રવ્યાનુયોગ જાણવો.) અવતરણિકાઃ હવે આર્યરક્ષિતસ્વામીની ઉત્પત્તિનું પ્રતિપાદન કરવાની ઇચ્છાથી કહે છે ? 20.
SR No.005755
Book TitleAvashyak Niryukti Part 03
Original Sutra AuthorN/A
AuthorAryarakshitvijay
PublisherVijay Premsuri Sanskrit Pathshala
Publication Year2010
Total Pages410
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aavashyak
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy