________________
આર્યવજસ્વામી સુધી કાલિકશ્રુતનો અવિભાગ (નિ. ૭૬૩) હ ૧૦૧ - मूढनयिकं, श्रुतं 'कालिकं तु' कालिकमिति काले-प्रथमचरमपौरुषीद्वये पठ्यत इति कालिकं, न नयाः समवतरन्ति, अत्र प्रतिपदं न भण्यन्त इति भावना । आह-क्व पुनरमीषां समवतारः?, 'अपुहुत्ते समोतारो' अपृथग्भावोऽपृथक्त्वं चरणधर्मसङ्ख्याद्रव्यानुयोगानां प्रतिसूत्रमविभागेन वर्त्तनमित्यर्थः, तस्मिन्नयानां विस्तरेण विरोधाविरोधसम्भवविशेषादिना समवतारः, 'नत्थि पुहुत्ते समोतारो' नास्ति पृथक्त्वे समवतारः, पुरुषविशेषापेक्षं वाऽवताय॑न्त इति गाथार्थः ॥ 5 आह-कियन्तं कालमपृथक्त्वमासीत् ?, कुतो वा समारभ्य पृथक्त्वं जातमिति ?, उच्यते,
जावंति अज्जवइरा अपहत्तं कालियाणुओगस्स ।
तेणारेण पुहत्तं कालियसुअ दिट्ठिवाए य ॥ ७६३ ॥ દર્શાવવામાં આવ્યો નથી.) એવા આ કાલિકશ્રુતમાં નયોનો વિચાર કરવામાં આવ્યો નથી અર્થાત્ દરેક પદમાં તે‘નયો કહેવામાં આવ્યા નથી. જે શ્રુત પહેલી-છેલ્લી પૌરુષીરૂપ કાળમાં ભણાય 10 તે કાલિકશ્રુત કહેવાય છે.
શંકા : આ નયીનો ક્યાં વિચાર કરવામાં આવ્યો છે ?'
સમાધાન : અમૃથફત્વમાં નયોની વિચારણા હતી. ચરણકરણાનુયોગ, ધર્મકથાનુયોગ, ગણિતાનુ-યોગ અને દ્રવ્યાનુયોગનું વિભાગ પડ્યા વિના દરેક સૂત્રમાં રહેવું તે અપૃથક્વ કહેવાય છે. તેમાં નયોનો પરસ્પર વિરોધ - અવિરોધના સંભવવિશેષરૂપ વિસ્તારથી વિચાર કરવામાં આવ્યો 15 છે. (વિશેષને સ્વીકારતા નૈગમનો સંગ્રહ સાથે વિરોધ સંભવે છે. સામાન્ય સ્વીકારતા નૈગમનો સંગ્રહ સાથે અવિરોધ છે. આ રીતે તે તે નયોનો પરસ્પર વિરોધાવિરોધ સંભવે છે.) પૃથફત્વમાં નયોની વિચારણા નથી. અથવા પૃથફત્વમાં પુરુષવિશેષની અપેક્ષાએ અમુક નયોની વિચારણા કરાય પણ છે.
(આ ગાથાનો ભાવાર્થ : પૂર્વકાળમાં શ્રતના દરેક સૂત્રમાં દરેક અનુયોગની અને નયોની 20 'વિચારણા કરવામાં આવતી હતી. પરંતુ કાળક્રમે આચાર્ય-શિષ્યની બુદ્ધિની મંદતા થતાં આર્યરક્ષિતસૂરિજીએ ચારે અનુયોગોનો જુદો જુદો વિભાગ પાડ્યો અને દરેક સૂત્રમાંથી નયોની વિચારણા કાઢી નાંખવામાં આવી. તેથી જ્યાં સુધી ચારે અનુયોગોનું પૃથક્કરણ કરવામાં આવ્યું નહોતું ત્યાં સુધી નયોનો સમવતાર હતો. પૃથક્કરણ કરતાં સમવતાર રહ્યો નહીં. અલબત્ત, અહીં નયોની વિચારણા ન હોવા છતાં જો શ્રોતા વિશિષ્ટબુદ્ધિ ધરાવતો હોય તો ગુરુ નયોની વિચારણા 25 કરે પણ ખરા. તેમાં પણ પ્રથમ ત્રણ વયોવડે જ વિચારણા કરાય છે.) II૭૬રા
અવતરણિકા શંકા કેટલા કાળ સુધી (ચારે અનુયોગોની દરેક સૂત્રમાં) એક સાથે વિચારણા કરવામાં આવતી હતી ? અથવા ક્યારથી (ચારે અનુયોગનો) વિભાગ પાડવામાં આવ્યો ? આ શંકાનું સમાધાન આગળ આપે છે કે
ગાથાર્થ આર્યવજસ્વામી સુધી કાલિકાનુયોગોનું અપુથકત્વ હતું. ત્યાર પછી કાલિકશ્રુતમાં 30 અને દૃષ્ટિવાદમાં અનુયોગોનું પૃથકત્વ થયું.