SearchBrowseAboutContactDonate
Page Preview
Page 95
Loading...
Download File
Download File
Page Text
________________ २६ ૭૮ આવશ્યકનિયુક્તિ • હરિભદ્રીયવૃત્તિ સભાષાંતર (ભાગ-૨). दुवालसजोयणाणि गंतूण मागहतित्थकुमारस्स भवणे पडिओ, सो तं दठूण परिकुविओ भणइकेस णं एस अपत्थिअपत्थिए ?, अह नामयं पासइ, नायं जहा उप्पण्णो चक्कवट्टित्ति, सरं चूडामणिं च घेत्तूण उवढिओ भणति- अहं ते पुव्विल्लो अंतेवालो, ताहे तस्स अट्ठाहिअं महामहिमं करेइ । एवं एएण कमेण दाहिणेण वरदामं, अवरेण पभासं, ताहे सिंधुदेविं ओयवेइ, 5 ततो वेयड्ढगिरिकुमारं देवं, ततो तमिसगुहाए कयमालयं, तओ सुसेणो अद्धबलेण दाहिणिल्लं सिंधुनिक्खूडं ओयवेइ, ततो सुसेणो तिमिसगुहं समुग्घाडेइ, ततो तिमिसगुहाए मणिरयणेण उज्जो काऊण उभओ पासिं पंचधणुसयायामविक्खंभाणि एगूणपण्णासं मंडलाणि દૂર જઈ માગધતીર્થકુમારના ભવનમાં પડે છે. તે કુમાર તે બાણને જોઈ ગુસ્સે થયેલો છતો બોલી ઊઠે છે કે અપ્રાર્થનીય (પ્રાર્થના નહિ કરવા યોગ્ય એવા મૃત્યુ)ને પ્રાર્થના કરનારો. (સામે ચડીને 10 બોલાવનારો) કોણ છે આ? (અર્થાત આ દુષ્ટ કૃત્યવડે પોતાના મૃત્યુને લલકારનારો કોણ છે?). પછી તે બાણ ઉપર રહેલ નામ વાચે છે. ત્યારે તેને ખબર પડે છે કે “ચક્રવર્તી ઉત્પન્ન થયો છે.” તેથી બાણ અને પોતાના મુગટને લઈ તે ભરત પાસે ઉપસ્થિત થઈને કહે છે “હું તમારો પૂર્વદિશા સંબંધી દિશાપાલક છું.” ત્યાર પછી ભરત માગધપતિનો અષ્ટાલિકા મહોત્સવ કરે છે. આ પ્રમાણે ભરત દક્ષિણનાં વરદામતીર્થને, પશ્ચિમમાં પ્રભાસતીર્થને જીતી સિંધુદેવીને 15 (સિંધુ નદીની અધિષ્ઠાયિકા દેવીને) સાધે છે. (જોયવેરું = સાધે છે.) ત્યાર પછી વૈતાઢ્ય ગિરિકુમારને જીતે છે. ત્યાર પછી તમિસ્રગુફાના કૃતમાલદેવને વશ કરે છે. | (ભરત આ દેવને જીતીને ત્યાં જ રોકાણ કરે છે. અને પોતાના સુષેણ નામના સેનાપતિને કહે છે કે – “તમે સૈન્ય સાથે ચર્મરત્નવડે સિંધુનદીને ઉતરીને દક્ષિણદિશાના સર્વ સિંધુનિષ્ફટને દક્ષિણદિશા સંબંધી સિંધુ ખંડને જીતીને પાછા ફરો.) તેથી સુષેણનામનો સેનાપતિ દક્ષિણદિશામાં 20 રહેલ સિંધુનિકૂટ પાસે અડધા સૈન્ય સાથે આવે છે. (ત્યાં આવીને ત્યાંના સ્લેચ્છજાતિઓને જીતીને સુષેણસેનાપતિ પાછો ચક્રવર્તી પાસે આવે છે. પાછા આવેલા સેનાપતિને ભરત તમિસ્રાગુફાના દ્વાર ઉઘાડવા માટેનો આદેશ આપે છે. તેથી) આ સેનાપતિ તમિસ્રાગુફાના દ્વારોને ઉઘાડે છે. ' ચક્રવર્તી તે ગુફામાં પ્રવેશ કરી મણિરત્નવડે પ્રકાશને કરી બંને બાજુ પાંચસો ધનુષ લાંબા 25 २६. द्वादश योजनानि गत्वा मागधतीर्थकुमारस्य भवने पतितः, स तं दृष्ट्वा परिकुपितो भणति क एषोऽप्रार्थितप्रार्थकः ?, अथ नाम पश्यति, ज्ञातं यथा उत्पन्नश्चक्रवर्तीति, शरं चूडामणि च गृहीत्वोपस्थितो भणति-अहं तव पौरस्त्योऽन्तपालः, तदा तस्याष्टाह्निकं महामहिमानं करोति । एवमेतेन क्रमेण दक्षिणस्यां वरदानं अपरस्यां प्रभासं, तदा सिन्धुदेवीं साधयति, ततो वैताळ्यगिरिकुमारं देवं, ततस्तमिस्रगुहायाः कृतमाल्यं, ततः सुषेणोऽर्धबलेन दाक्षिणात्यं सिन्धुनिष्कूटं साधयति, ततः 30 सुषेणस्तमिस्रगुहां समुद्घाटयति, ततस्तमिस्रगुहायां मणिरत्नेनोद्योतं कृत्वोभयपार्श्वयोः पञ्चधनुःशतायाम-. વિAજિ પોનપજ્ઞાતિ મહત્નાગિ ૪૦મુમુકo. +૦૫//૦.
SR No.005754
Book TitleAvashyak Niryukti Part 02
Original Sutra AuthorN/A
AuthorAryarakshitvijay
PublisherVijay Premsuri Sanskrit Pathshala
Publication Year2010
Total Pages414
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aavashyak
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy