________________
તાપસધર્મની ઉત્પત્તિ (ભા. ૩૧) ** ૬૧ गृहगमनमयुक्तमाहारमन्तरेण चासितुं न शक्यत इत्यतो वनवासो नः श्रेयान्, तत्रोपवासरताः परिशटितपरिणतपत्राद्युपभोगिनो भगवन्तमेव ध्यायन्तस्तिष्ठाम इति संप्रधार्य सर्वसंमतेनैव गङ्गानदीदक्षिणकूले रम्यवनेषु वल्कलचीरधारिणः खल्वाश्रमिणः संवृत्ता इति, आह च 'वनमध्ये तापसा जाता:' इति गाथार्थः ॥ तयोश्च कच्छमहाकच्छयोः सुतौ नमिविनमिनौ पित्रनुरागात् ताभ्यामेव सह विहृतवन्तौ, तौ च वनाश्रयणकाले ताभ्यामुक्तौ - दारूणः खल्विदानीमुस्माभिर्वन- 5 वासविधिरङ्गीकृतः तद्यात यूयं स्वगृहाणीति, अथवा भगवन्तमेव उपसर्पत, स वोऽनुकम्पयाऽभिलषितफलदो भविष्यति, तावपि च पित्रोः प्रणमं कृत्वा पित्रादेशं तथैव कृतवन्तौ, भगवत्समीपमागत्य प्रतिमास्थिते भगवति जलाशयेभ्यो नलिनीपत्रेषु उदकमानीय सर्वतः प्रवर्षणं कृत्वा आजानूच्छ्रयमानं सुगन्धिकुसुमप्रकरं च अवनतोत्तमाङ्गक्षितिनिहितजानुकरतलौ प्रतिदिनमुभयसन्ध्यं राज्यसंविभागप्रदानेन भगवन्तं विज्ञाप्य पुनस्तदुभयपार्श्वे खड्गव्यग्रहस्तौ 10 તત્ત્વતુ: ॥
तथा चाह नियुक्तिकारः
હવે તો આપણને આટલું જ કરવું ઘટે છે કે ભરતની લજ્જાથી ઘરે જવું આપણને શોભતું નથી (પાછા જવામાં ભરતના ઓશિયાળા થવું પડે.) અને આહાર વિના રહેવું શક્ય નથી. તેથી આપણને વનવાસ જ કલ્યાણકારી છે. ત્યાં રહેલા આપણે નીચે પડેલા પાંદડાદિને ખાઈ ભગવાનનું 15 ધ્યાન ધરતા રહીશું.''
આ પ્રમાણે વિચારી સર્વની સંમતિ મળતા ગંગાનદીના દક્ષિકિનારે રહેલા મનોહર વનોમાં છાલના વસ્ત્રોને ધારણ કરનારા આશ્રમવાસી થયા. આ વાતને મૂળગાથામાં કહી છે “વનમાં તાપસ થયા.” આ પ્રમાણે ગાથાર્થ પૂર્ણ થયો. ભા.-૩૧||
કચ્છ–મહાકચ્છના પુત્રો નમિ—વિનમિ પણ પિતાના અનુરાગથી કચ્છ—મહાકચ્છની સાથે 20 જ વિહાર કરતા હતા અને જ્યારે વનમાં જવાનો સમય આવ્યો ત્યારે કચ્છ–મહાકચ્છે મિ– વિનમિને કહ્યું, “હવે અમે ભયંકર=કષ્ટદાયક એવો વનવાસ સ્વીકાર્યો છે. તેથી તમે તમારા ઘરે જાઓ અથવા પ્રભુ પાસે જાઓ. તે પ્રભુ તમને તમારી ઉપરની અનુકંપાથી ઈચ્છિતફળને આપનારા થશે.” તે નમિ—વિનમિએ પણ પિતાને નમન કરી પિતાના આદેશ પ્રમાણે કર્યું.
પ્રભુ પાસે જઈ પ્રતિમામાં રહેલા ભગવાનની આસપાસ જલાશયોમાંથી પદ્મપત્રોમાં પાણી 25 લાવી ચારે બાજુ વર્ષા કરી. (જેથી આજુબાજુની રજકણો ઊડે નહિ) તે કરીને જાનુપ્રમાણ ઊંચાઈવાળો સુગંધીપુષ્પોનો ઢગલો કર્યો. ત્યાર પછી નમેલું છે મસ્તક જેનું તેવા તથા પૃથ્વી ઉપર સ્થાપિત કરેલા છે જાનુ અને કરતલ જેમનાવડે તેવા તે રોજેરોજ ઉભયટંક “અમને પણ રાજ્યનો વિભાગ આપો” એ પ્રમાણે રાજ્યના સંવિભાગનું પ્રદાન કરવા માટે ભગવાનને વિજ્ઞપ્તિ કરીને પ્રભુની આજુબાજુ હાથમાં તલવાર લઈ ઊભા રહ્યા. અવતરણિકા : આ જ વાતને નિર્યુક્તિકાર કહે છે
* નૈમ્ પ્ર૦. ' ા.
30