________________
૬૦ * આવશ્યકનિર્યુક્તિ • હરિભદ્રીયવૃત્તિ • સભાષાંતર (ભાગ-૨)
घोरः - प्राकृतपुरुषैः कर्त्तुमशक्यत्वात् तुं, 'व्युत्सृष्टत्यक्तदेहो विहरति ग्रामानुग्रामं तु' व्युत्सृष्टोनिष्प्रतिकर्मशरीरतया, तथा चोक्तम्- 'अच्छिपि नो पमज्जिज्जा, णोऽवि य कंडुविया मुणी गायं' त्यक्तः - खलु दिव्याद्युपसर्गसहिष्णुतया, शेषं सुगममिति गाथार्थः ॥ ३१६॥
स एवं भगवांस्तैरात्मीयैः परिवृतो विजहार, न च तदाऽद्यापि भिक्षादानं प्रवर्त्तते, लोकस्य 5 परिपूर्णत्वादर्थ्यभावाच्च, तथा चाह मूलभाष्यकारः
णावि ताव जो जाणइ का भिक्खा ? केरिसा व भिक्खयरा ? | ते भिक्खमलभमाणा वणमज्झे तावसा जाया ॥ ३१॥ ( मू० भा० )
गमनिका - नापि तावज्जनो जानाति का भिक्षा ? कीदृशा वा भिक्षाचरा इति, अतस्ते भगवत्परिकरभूता भिक्षामलभमानाः क्षुत्परीषहार्त्ता भगवतो मौनव्रतावस्थिताद् उपदेशमलभमानाः 10 कच्छमहाकच्छावेवोक्तवन्तः - अस्माकमनाथानां भवन्तौ नेताराविति, अतः कियन्तं कालमस्माभिरेवं क्षुत्पिपासोपगतैरासितव्यं ?, तावाहतुः - वयमपि न विद्मः, यदि भगवान् अनागतमेव पृष्टो भवेत्किमस्माभिः कर्त्तव्यं ? किं वा नेति, ततः शोभनं भवेत्, इदानीं तु एतावद्युज्यते - भरतलज्जया અભિગ્રહ કરવો શક્ય ન હોવાથી ઘોર છે. પ્રભુ નિષ્પતિકર્મશરીરવાળા (અર્થાત્ શરીરમાં કોઈ પ્રતિકર્મ ફેરફાર ન કરનારા) હોવાથી વ્યુત્ક્રુષ્ટદેહવાળા હતા. કહ્યું છે “(વ્યુત્ક્રુષ્ટદેહવાળા) 15 મુનિ આંખને પણ પ્રમાર્જે નહિ (આંખમાં કોઈ કણિયો વગેરે પડે તો પણ તેને દૂર કરે નહિ) પોતાના શરીરને ખણે પણ નહિ.” તથા પોતે દેવાદિષ્કૃત ઉપસર્ગોના સહિષ્ણુ હોવાથી ત્યક્તદેહવાળા (દેહનું મમત્વ ત્યજીદેનારા) હતા. શેષ સુગમ છે. II૩૧૬
અવતરણિકા : આમ તે પ્રભુ પોતાના પરિવારથી યુક્ત થયેલા છતાં વિહાર કરતા હતા. અને તે સમયે હજુ સુધી ભિક્ષાદાન પ્રવર્તતુ નહોતું, કારણ કે લોકો પાસે પોતાની જરૂર પૂરતી 20 સર્વ સામગ્રીઓ હતી. જેથી તે સમયે અર્થીઓ = યાચકોનો અભાવ હતો. આ વાતને મૂળભાષ્યકાર
કહે છે
25
30
=
ગાથાર્થ : તે સમયે લોકો જાણતા નહોતા કે ભિક્ષા કોને કહેવાય ? અથવા ભિક્ષાચરો કેવા હોય ? (માટે પ્રભુ સાથે દીક્ષિત થયેલા) તે લોકો ભિક્ષાને નહિ પ્રાપ્ત કરતા વનમાં તાપસ બની ગયા.
ટીકાર્થ : લોક જાણતો નથી ભિક્ષા શું છે ? અથવા ભિક્ષાચરો કેવા હોય ? તેથી પ્રભુના શિષ્યો ભિક્ષાને પ્રાપ્ત ન કરતા ભૂખ–તરસથી પીડાયેલા, પ્રભુને મૌનવ્રત હોવાથી પ્રભુ પાસેથી કોઈપણ પ્રકારના ઉપદેશ નહિ પામતા તે શિષ્યોએ કચ્છ અને મહાકચ્છને કહ્યું “અનાથ એવા અમારા માટે હવે તમે જ નેતા છો, આથી તમે કહો કે આ રીતે કેટલો કાળ ભૂખ્યાતરસ્યા અમારે રહેવું પડશે ?” ત્યારે કચ્છ—મહાકચ્છે જવાબ આપ્યો, “અમે પણ જાણતા નથી.
1
આના કરતા પ્રભુને અનાગતે જ = દીક્ષા લેતા પહેલા જ પૂછ્યું હોત કે— “(દીક્ષા લીધા પછી) અમારાવડે શું કરવા યોગ્ય છે ? અથવા શું કર્તવ્ય નથી ? તો ઘણું સારું હતું. १४. अक्ष्यपि नो प्रमार्जयेत् नापि च कण्डूयेत् मुनिर्गात्रम्.