________________
લિંગાદિ દ્વારો (નિ. ૨૨૭-૨૨૯) ૪૩ पुनर्विनेयेभ्यः स्थविरकल्पिकादिभेदभिन्नेभ्योऽनुज्ञातः स खलु अपिशब्दात् ज्ञेय इति, चतुर्विंशतीति संख्या भेदेन वर्तमानावसर्पिणीतीर्थकरप्रतिपादिकेति । गतमुपधिद्वारम्, इदानीं लिङ्गद्वारं-सर्वे तीर्थकृतः तीर्थकरलिङ्ग एव निष्क्रान्ताः, न च नाम अन्यलिङ्गे न गृहस्थलिङ्गे कुलिङ्गे वा, अन्यलिङ्गाद्यर्थ उक्त एवेति गाथार्थः ॥२२७॥ इदानीं यो येन तपसा निष्क्रान्तस्तदभिधित्सुराह___ सुमई थ निच्चभत्तेण निग्गओ वासुपुज्ज जिणो चउत्थेणं ।
पासो मल्लीवि अ अठुमेण सेसा उ छठेणं ॥२२८॥ व्याख्या-सुमतिः तीर्थकरः, थेति निपातः, नित्यभक्तेन' अनवरतभक्तेन 'निर्गतो' निष्क्रान्तः, तथा वासुपूज्यो जिनश्चतुर्थेन, निर्गत इति वर्त्तते, तथा पार्यो मल्लयपि चाष्टमेन, 'शेषास्तु' ऋषभादयः षष्ठेनेति गाथार्थः ॥२२८॥
10. साम्प्रतमिहैव निर्गमनाधिकाराद्यो यत्र येषूद्यानादिषु निष्क्रान्त इत्येतत्प्रतिपाद्यते
उसभो अ विणीआए बारवईए अरिढुवरनेमी । अवसेसा तित्थयरा निक्खंता जम्मभूमीसुं ॥२२९॥
વળી વિરકલ્પ–જિનકલ્પ વગેરે ભેદોવાળા શિષ્યોને જે ઉપાધિ અનુજ્ઞાત છે તે “પ” શબ્દથી જાણવા યોગ્ય છે. જો કે “સર્વતીર્થકરો એકદૂષ્યવડે” આવું જણાવવામાં સર્વતીર્થકરોમાં 15 ચોવીસ તીર્થકરોનો સમાવેશ થઈ જાય છે તો પણ “ચોવીસ” એ પ્રમાણે જુદી જે સંખ્યા બતાવી તે વર્તમાન અવસર્પિણીના તીર્થકરોની સંખ્યાને) જણાવનાર છે. (અર્થાત્ દરેક અવસર્પિણી– ઉત્સર્પિણીમાં ભરતક્ષેત્રમાં ચોવીસ જ તીર્થંકરો થાય છે એમ જણાવે છે) ઉપધિદ્વાર પૂર્ણ થયું. હવે લિંગદ્વાર કહે છે – સર્વતીર્થકરો તીર્થંકરલિંગમાં જ દીક્ષિત થયા. પરંતુ અન્યલિંગમાં, ગૃહસ્થલિંગમાં કે કુલિંગમાં દીક્ષિત થયા નથી. અન્યલિંગાદિનો શબ્દાર્થ પૂર્વે કહી દીધો છે. 20 ૨૨શી.
અવતરણિકા : હવે જે તીર્થકર જે તપવડે દીક્ષિત થયા તે કહે છે ?
ગાથાર્થ : સુમતિનાથ પ્રભુ નિત્યભક્તવડે દીક્ષિત થયા. વાસુપૂજ્યજિન ઉપવાસવર્ડ, પાર્થ અને મલ્લિ અટ્ટમવડે, જ્યારે શેષ (ઋષભાદિ) તીર્થકરો છવડે દીક્ષિત થયા.
ટીકાર્થ : સુમતિનાથ પ્રભુ દીક્ષા લેતી વખતે નિત્ય ભોજન કરનારા હતા. (ઉપવાસ 25 નહોતો.) મૂળમાં ‘થ’નો નિપાત છે અર્થાત્ પાદપૂર્તિ માટે મૂકેલો છે. વાસુપૂજયસ્વામીને ઉપવાસનું પચ્ચક્ખાણ હતું. બાકી ગાથાર્થ મુજબ જાણવું. l૨૨૮
અવતરણિકા ઃ હવે આ દ્વારમાં જ નિર્ગમનનો = દીક્ષાનો અધિકાર હોવાથી જે તીર્થકર જે ઉદ્યાનાદિ સ્થાનોમાં દીક્ષિત થયા તે કહે છે કે
ગાથાર્થ : ઋષભદેવ વિનીતાનગરીમાં (દીક્ષિત થયા), અરિષ્ટનેમિ દ્વારિકા નગરીમાં, તથા 30 શેષ તીર્થકરો જન્મભૂમિમાં (=પોતાનો જન્મ ક્યાં થયો હતો તે ભૂમિમાં) દીક્ષિત થયા.