________________
10
૪૦ આવશ્યકનિયુક્તિ • હરિભદ્રીયવૃત્તિ • ભાષાંતર (ભાગ-૨) यदिच्छति तस्य तद्दानं समयत एव किमिच्छकमित्युच्यते । एकमपि वस्त्वङ्गीकृत्यैतत्परिसमाप्त्या भवति, अतः बहवो विधयो मुक्ताफलप्रदानादिलक्षणा यस्मिंस्तद्बहुविधिकं । 'सुरअसुरेत्यादि' सुरअसुरग्रहणात् चतुष्प्रकारदेवनिकायग्रहणं, देवदानवनरग्रहणेन तदुपलक्षितेन्द्रग्रहणं वेदितव्यमिति થાર્થ ર૧૮-૨૨ इदानीमेकैकेन तीर्थकृता कियद्रव्यजातं संवत्सरेण दत्तमिति प्रतिपादयन्नाह
तिण्णेव य कोडिसया अट्ठासीइं च हुंति कोडीओ ।
असिइं च सयसहस्सा एअं संवच्छरे दिण्णं ॥२२०॥ भावार्थः सुगम एव, प्रतिदिनदेयं त्रिभिः षष्ठ्यधिकैर्वासरशतैः गुणितं यथावर्णितं भवति રૂતિ થઈ. ર૨૦.
કે રૂતિ પ્રથમ વરવરિશા साम्प्रतमधिकृतद्वारार्थानुपात्येव वस्तु प्रतिपादयन्नाह
वीरं अरिटुनेमिं पासं मल्लिं च वासुपुज्जं च ।
एए मुत्तूण जिणे अवसेसा आसि रायाणो ॥२२१॥ ઓળખાય છે. જો કે તે વ્યક્તિને પોતાની ઇચ્છા પ્રમાણેની એક વસ્તુ આપવાથી પણ કિમિચ્છક 15 દાન આપેલું ગણાય (અર્થાત એક વસ્તુને આશ્રયીને પણ દાન સમાપ્ત કરે તો કિમિચ્છક કહેવાય.)
તેથી કહે છે કે મોતીઓનું દાન વગેરે ઘણા બધા પ્રકારો છે જે દાનમાં તે બહુવિધિવાળું દાન કહેવાય. આવું દાન પ્રભુ આપે છે. (ટૂંકમાં જે વ્યક્તિ જેવા પ્રકારનું જેટલું ઈચ્છે તેટલું દાન આપે છે. આવું દાન ક્યારે આપવામાં આવે છે? તે કહે છે).
સુર–અસુર–દેવ-દાનવ–નરેન્દ્રોથી પૂજાયેલા તીર્થકરોના દીક્ષા સમયે આવું દાન આપવામાં 20 આવે છે. અહીં ‘સુર–અસુર' શબ્દથી ચારેનિકાયના દેવોનું ગ્રહણ કરેલ છે, અર્થાત્
સુર=વૈમાનિક–જ્યોતિષ્કદેવો અને અસુર-ભવનપતિ-વ્યંતર દેવો, તથા દેવ-દાનવ અને નરના ગ્રહણથી ઇન્દ્રોનું ગ્રહણ કરેલ છે, અર્થાત્ દેવેન્દ્ર–દાનવેન્દ્ર (ચમરાદિ) – નરેન્દ્ર (ચક્રવર્તીઓ વગેરે) જાણવા.// ૨૧૯ /
અવતરણિકા: હવે એકેક તીર્થકરોવડે વર્ષ દરમિયાન કુલ કેટલું દાન અપાયું? તે કહે છે ? 25 ગાથાર્થ : એક વર્ષ દરમિયાન ત્રણસો અઠ્યાસી કરોડ અને એંશી લાખનું દાન અપાયું.
ટીકાર્થ : ભાવાર્થ સુગમ છે. પ્રતિદિન દેવાયોગ્ય સંખ્યાને વર્ષના ત્રણસો સાઈઠ દિવસ વડે ગણતા ઉપરોક્ત પ્રમાણ દાનની સંખ્યા પ્રાપ્ત થાય છે. (૧,૦૮,૦૦.૦૦૦ x ૩૬૦ = ૩૮૮,૮૦,૦૦,૦૦૦) ૨૨ll
અવતરણિકા : અધિકૃતધારના અર્થને (પરિત્યાગદ્વારના અર્થને) અનુસરતી જ વસ્તુનું 30 પ્રતિપાદન કરે છે(અર્થાત્ બીજો શેનો ત્યાગ કર્યો? તે કહે છે) ;
ગાથાર્થ : વીર–અરિષ્ટનેમિ-પાર્થ–મલ્લિ અને વાસુપૂજ્ય આ પાંચ જિનોને છોડી શેષ તીર્થકરો રાજા તરીકે હતા.