SearchBrowseAboutContactDonate
Page Preview
Page 53
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૬ આવશ્યકનિયુક્તિ • હરિભદ્રીયવૃત્તિ સભાષાંતર (ભાગ-૨) देशकाः-देशयन्तीति देशकाः, ते च सर्वतीर्थकृतां गणधरा एव, अथवा अन्येऽपि यस्य यावन्तश्चतुर्दशपूर्वविदः । तथा पर्याय इति-कः कस्य प्रव्रज्यादिपर्याय इत्येतद्वक्तव्यं । तथा अन्ते क्रिया अन्तक्रिया सा च निर्वाणलक्षणा, सा च कस्य केन तपसा संजाता ? वाशब्दात् कस्मिन् वा संजाता कियत्परिवृतस्य चेति वक्तव्यमिति तृतीयद्वारगाथासमासार्थः ॥२०९-२१०-२११॥ 5 इदानीं प्रथमद्वारगाथाऽऽद्यदलावयवार्थप्रतिपादनायाह सव्वेऽवि सयंबुद्धा लोगन्तिअबोहिआ य जीएणं १।। सव्वेसिं परिच्चाओ संवच्छरिअं महादाणं ॥२१२॥ व्याख्या-सर्व एव तीर्थकृतः स्वयंबुद्धा वर्त्तन्ते, गर्भस्थानामपि ज्ञानत्रयोपेतत्वात्, लोकान्तिकाः-सारस्वतादयः तद्बोधिताश्च जीतमितिकृत्वा-कल्प इतिकृत्वा, तथा च स्थितिरियं 10 तेषां यदुत-स्वयंबुद्धानपि भगवतो बोधयन्तीति । सर्वेषां परित्यागः सांवत्सरिकं महादानंवक्ष्यमाणलक्षणमिति गाथार्थः ॥२१२॥ रज्जाइच्चाओऽवियरपत्तेअं को व कत्तिअसमग्गो ३। को कस्सुवही ? को वाऽणुण्णाओ केण सीसाणं४ ॥२१३॥ જે હોય તે ધર્મોપાયદેશક કહેવાય. સર્વતીર્થકરોના ગણધરો જ ધર્મોપાયને કહેનારા હોય છે. 15 અથવા બીજા પણ જેના જેટલા ચૌદપૂર્વી હતા તે ધર્મોપાયદેશક છે. પર્યાય” દ્વારમાં કોને કેટલો દિક્ષાદિનો પર્યાય હતો? તે જણાવશે તથા “અંતક્રિયા' એટલે અંતમાં જે ક્રિયા થાય તે અંતક્રિયા. અહીં અંતક્રિયા એટલે નિર્વાણ જાણવું. કયા તીર્થકરને ક્યા તપવડે નિર્વાણ થયું ? તે કહેવું અથવા (મૂળગાથામાંના) વા શબ્દથી કયા સ્થાનમાં કયા તીર્થકરો નિર્વાણ પામ્યા અને કેટલા પરિવાર સાથે નિર્વાણ પામ્યા ? તે કહેશે. //ર૧૧ 20 અવતરણિકા : પ્રથમદ્વારગાથા (૨૦૯)ના પ્રથમઢાર (સંબોધન)નો વિસ્તારાર્થ કહે છે કે ગાથાર્થ : સર્વતીર્થકરો સ્વયંબુદ્ધ છે અને આચાર હોવાથી લોકાન્તિક દેવોવડે સંબોધન કરાયેલા હોય છે. સર્વતીર્થકરોનો પરિત્યાગ સાંવત્સરિક મહાદાનરૂપ હોય છે. ટીકાર્થ : સર્વતીર્થકરો સ્વયંબુદ્ધ હોય છે કારણ કે ગર્ભમાં પણ તેઓ ત્રણ જ્ઞાનવાળા હોય છે. “આ અમારો આચાર છે” એમ જાણી સારસ્વતાદિ લોકાન્તિક દેવોવડે સર્વતીર્થકરો બોધ 25 પમાડાયેલા હોય છે. લોકાન્તિક દેવોનો આ આચાર હોય છે કે તેઓ સ્વયંબુદ્ધ એવા પણ તીર્થકરોને બોધ આપે છે. સર્વતીર્થકરોનો સાંવત્સરિક મહાદાનરૂપ પરિત્યાગ હોય છે. જે મહાદાન આગળ કહેવાશે. ર૧રી. ગાથાર્થ : રાજ્યાદિનો ત્યાગ પણ (પરિત્યાગ કહેવાય છે.) દીક્ષા સમયે પોતે એકલા છે અથવા કેટલા સાથે દીક્ષા લે છે ? કોની કેટલી ઉપધિ હોય છે ? અથવા કયા તીર્થકરવડે 30 (પોતાના) શિષ્યોને કંઈ ઉપધિ અનુજ્ઞાત છે ?
SR No.005754
Book TitleAvashyak Niryukti Part 02
Original Sutra AuthorN/A
AuthorAryarakshitvijay
PublisherVijay Premsuri Sanskrit Pathshala
Publication Year2010
Total Pages414
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aavashyak
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy