________________
સંયમાદિ દ્વારો (નિ. ૨૧૦) ** ૩૫ मध्यमानां सामायिकरूप एव, सप्तदशप्रकारो वा सर्वेषामिति । छादयतीति छद्म-कर्माभिधीयते, छद्मनि तिष्ठन्ति इति छद्मस्थाः, कः कियन्तं कालं छद्मस्थः खल्वासीदिति । तथा तप: कर्म- किं कस्येति वक्तव्यं । तथा ज्ञानोत्पादो वक्तव्यो, यस्य यस्मिन्नहनि केवलमुत्पन्नमिति । तथा संग्रह वक्तव्यः, शिष्यादिसंग्रह इति द्वितीयद्वारगाथासमासार्थः ।
साम्प्रतं तृतीयद्वारगाथागमनिका - तत्र तीर्थमिति कथं कस्य कदा तीर्थमुत्पन्नमित्यादि 5 वक्तव्यं, तीर्थं-प्रागुक्तशब्दार्थं तच्च चातुर्वर्णः श्रमणसङ्घः, तच्च ऋषभादीनां प्रथमसमवसरण एवोत्पन्नं वीरस्य तु द्वितीय इति द्वारं । गण इति - एकवाचनाचारक्रियास्थानां समुदायो न कुलसमुदाय इति, ते च ऋषभादीनां कस्य कियन्त इति वक्तव्यं । तथा गणधराः - सूत्रकर्त्तारः, ते च कस्य कियन्त इति वक्तव्यम् । तथा धर्मोपायस्य देशका वक्तव्याः तत्र दुर्गतौ प्रपतन्तमात्मानं धारयतीति धर्मः, तस्य उपायोद्वादशाङ्गं प्रवचनम् अथवा पूर्वाणि धर्मोपायस्तस्य 10 પહેલા—છેલ્લા તીર્થંકરોને સામાયિક અને છેદોપસ્થાપનીયના ભેદથી બે પ્રકારે સંયમ હોય છે. (જો કે પહેલા—છેલ્લા તીર્થંકરોને પણ સામાયિકરૂપ એક જ સામાયિક હોય છે, છતાં પોતાના તીર્થમાં સામાયિક અને છેદોપસ્થાપનીય એમ બે સામાયિકની પ્રરૂપણા કરવાની હોવાથી ઉપચારથી તેમને પણ બે સામયિક જણાવ્યા છે એવું સંભવિત છે. કૃતિ પૂ. જયઘોષસૂરીશ્વરજી મ.સા.) જ્યારે મધ્યમતીર્થંકરોને · સામાયિકરૂપ એક જ સંયમ હોય છે અથવા સર્વતીર્થંકરોને 15 સત્તરપ્રકારના સંયમ હોય છે. ‘છદ્મસ્થ’ દ્વાર જે ઢાંકે તે છદ્મ કહેવાય. અહીં છદ્મ તરીકે કર્મ જાણવું. છદ્મને વિષે જે રહે તે છદ્મસ્થ (અર્થાત્ ઘાતિચતુષ્ટ્ય સાથે જે રહે તે) કયા તીર્થંકર કેટલો કાળ છદ્મસ્થપણામાં રહ્યા ? તે આ દ્વા૨માં કહેશે. ‘તપકર્મ’ દ્વારમાં કોને કેટલો તપ હતો ? તે જણાવશે. તથા ‘જ્ઞાનોત્પાદ’ દ્વારમાં કયા તીર્થંકરને કયા દિવસે કેવલજ્ઞાન ઉત્પન્ન થયું ? તે કહેશે. ‘સંગ્રહ’ દ્વારમાં શિષ્યાદિનો સંગ્રહ કોને કેટલો હતો ? તે કહેશે. ।।૨૧૦। આ પ્રમાણે 20 બીજી દ્વારગાથાનો સંક્ષેપાર્થ કહ્યો.
-
-
હવે ત્રીજી દ્વારગાથાની વ્યાખ્યા કરે છે. – ‘તીર્થ’ દ્વારમાં કયા તીર્થંકરનું ક્યારે અને કેવી રીતે તીર્થ ઉત્પન્ન થયું ? તે કહેશે. અહીં તીર્થ શબ્દનો અર્થ પૂર્વે બતાવી દીધો છે. અને તે તીર્થ તરીકે ચતુર્વિધ શ્રમણસંઘ જાણવો. ઋષભાદિ તીર્થંકરોને પ્રથમ સમવસરણમાં જ તીર્થની ઉત્પત્તિ થઈ, જ્યારે વીરપ્રભુને બીજી વખતના સમવસરણમાં તીર્થ ઉત્પન્ન થયું. ‘ગણ’ દ્વારમાં – અહીં 25 ગણ એટલે એક વાચનાવાળા અને એક સમાન આચાર—ક્રિયાવાળા સાધુઓનો સમુદાય, નહિ કે કુલસમુદાય (સામાન્યથી ગચ્છના સમુદાયને કુલ અને કુલના સમુદાયને ગણ કહેવાય છે, તે અહીં અભિપ્રેત નથી.) તે ગણ ઋષભાદિ તીર્થંકરોમાં કોને કેટલા હતા ? તે કહેશે. ‘ગણધર’ દ્વારમાં અહીં ગણધર એટલે સૂત્રકર્તા (દ્વાદશાંગી રચના૨) તે કોને કેટલા હતા ? તે કહેશે. તથા ‘ધર્મના ઉપાયો’ બતાવનારા કોણ છે ? તે કહેવું. તેમાં દુર્ગતિમાં પડતા જીવને જે 30 ધારે (બચાવે) તે ધર્મ. તેના ઉપાયો તરીકે દ્વાદશાંગીરૂપ પ્રવચન અથવા પૂર્વો, તેને કહેનારા
* ધર્મોપાયસ્ય ।