________________
કુંભકારશિલ્પની ઉત્પત્તિ (ભા. ૧૧) * ૨૯ स्वयमेवौषधीर्भक्षयतीति, भगवानाह - न तत्रातिरोहितानां प्रक्षेपः क्रियते, किन्तु मृत्पिण्डमानयध्वमिति, तैरानीतः, भगवान् हस्तिकुम्भे पिण्डं निधाय पत्रकाकारं निदर्श्यदृशानि कृत्वा इहैव पक्त्वा एतेषु पाकं निवर्त्तयध्वमित्युक्तवानिति, ते तथैव कृतवन्तः, इत्थं तावत्प्रथमं कुम्भकारशिल्पमुत्पन्नम् ॥ अमुमेवार्थमुपसंहरन्नाह
पक्खेव डहणमोसहि कहणं निग्गमण हत्थिसीसंमि । पयणारंभपवित्ती ताहे कासी अ ते मणुआ ॥ ११ ॥ ( मू० भा० )
भावार्थ उक्त एव, किन्तु क्रियाऽध्याहारकरणेन अक्षरगमनिका स्वबुद्धया कार्या, यथाप्रक्षेपं कृतवन्तो दहनमौषधीनां बभूवेत्यादि ॥ उक्तमाहारद्वारं.
शिल्पद्वारावयवार्थाभिधित्सयाऽऽह
તે લોકો પાકની વિધિને નહિ જાણતા હોવાથી અગ્નિમાં જ ઔષધિ (ધાન્ય)ને નાંખવા 10 લાગ્યા. તે બધી ઔષધિ બળી ગઈ. હાથીના સ્કન્ધ ઉપર રહેલા પ્રભુને યુગલિકોએ નિવેદન કર્યું કે – “તે અગ્નિ પોતે જ બધી ઔષધિ ખાઈ જાય છે.” ત્યારે પ્રભુએ જવાબ આપ્યો કે “તે ઔષધિઓને અતિરોહિત સીધેસીધી ન નાંખવી જોઈએ. પરંતુ તમે માટીનો પિંડ લાવો’ તેઓ લાવ્યા. ત્યાર પછી પ્રભુએ હસ્તિના ગંડસ્થળ ઉપર માટીના લોંદાને મૂકી પત્રકાકારને ઘડા જેવા આકારને બતાડી “આવા પ્રકારના વાસણો બનાવી અગ્નિને વિષે તે વાસણોને પકાવી 15 પછી તે વાસણોમાં પાકને તૈયાર કરો' એ પ્રમાણે કહ્યું. તે યુગલિકોએ તે પ્રમાણે જ કર્યું. આ પ્રમાણે પ્રથમ કુંભારનું શિલ્પ ઉત્પન્ન થયું. IIભા. ૧૦ ।।
અવતરણિકા : આ વાતનો જ ઉપસંહાર કરતા ભાષ્યકાર આગળ કહે છે
ગાથાર્થ : પ્રક્ષેપ – ઔષધિઓનું દહન
નિર્ગમન થતાં કથન – હસ્તિમસ્તકને વિષે – ત્યા૨ે રાંધવાના આરંભની પ્રવૃત્તિને તે મનુષ્યોએ કરી.
20
ટીકાર્થ : ભાવાર્થ કહેવાઈ ગયેલ છે. પરંતુ ગાથામાં ક્રિયાનો અધ્યાહાર કરવાવડે અક્ષરાર્થ પોતાની બુદ્ધિથી કરવા યોગ્ય છે. જેમ કે – અગ્નિમાં ઔષધિઓના પ્રક્ષેપને કર્યો. ઔષધિઓનું દહન થયું વિગેરે (વિગેરે શબ્દથી – ત્યાર પછી વિનીતાનગરીથી બહાર નીકળતા પ્રભુને આ વાતનું કથન કર્યું. હસ્તિના મસ્તકને વિષે શ્રૃત્પિડને મૂકી કુંભકારનું કરણ થયું. ત્યાર પછી તે યુગલિકોએ તેવા પ્રકારના વાસણો બનાવી પકાવવાની પ્રવૃત્તિ કરી.) આ પ્રમાણે આહારદ્વાર 25 પૂર્ણ થયું. ભા.-૧૧।
અવતરણિકા : હવે શિલ્પદ્વારને કહે છે ઃ
।
★ कुम्भाकारं. + मिंठेण हत्थिपिंडे मट्टियपिंडं गहाय कुडगं च । निव्वत्तेसि अ तइआ जिणोवइट्टेण मग्गेण ॥ १ ॥ निव्यत्तिए समाणे भण्णई राया तओ बहुजणस्स । एवइआ भे कुव्वह पट्टि पढमसिप्पं તુ ારા (પ્રક્ષિપ્ત અવ્યાબાતે ૪).
=
-
5
=
30