________________
૨૮આવશ્યકનિયુક્તિ • હરિભદ્રીયવૃત્તિ • ભાષાંતર (ભાગ-૨)
अगणिस्स य उट्ठाणं दुमघंसा दठू भीअपरिकहणं ।
પાસેનું પરિછિદ હિંદ પાછાં ૨ તો ફળદ ૨૦૫ (પૂoo) आह-सर्वं तीमनादि ते मिथुनकास्तीर्थकरोपदेशात्कृतवन्तः, स च भगवान् जातिस्मरः, स किमित्यग्न्युत्पादोपदेशं न दत्तवानिति, उच्यते, तदा कालस्यैकान्तस्निग्धत्वात् सत्यपि यत्ने 5 वढ्यनुत्पत्तेरिति । स च भगवान् विजानाति-न ह्येकान्तस्निग्धरूक्षयोः कालयोर्वह्नयुत्पादः किंतु
अनतिस्निग्धरूक्षकाल इत्यतो नादिष्टवानिति, ते च चतुर्थभङ्गविकल्पितमप्याहारं कालदोषान्न जीर्णवन्त इत्यस्मिन्प्रस्तावे अग्नेश्चोत्थानं संवृत्तमिति, कुतः ?, द्रुमघर्षात्, तं चोत्थितं प्रवृद्धज्वालावलीसनाथं भूप्राप्तं तृणादि दहन्तं दृष्ट्वा अपूर्वरत्नबुद्ध्या ग्रहणं प्रति प्रवृत्तवन्तः,
दह्यमानास्तु भीतपरिकथनं ऋषरूभाय कृतवन्त इति, भीतानां परिकथनं भीतपरिकथनं, भीत्या वा 10 परिकथनं भीतिपरिकथनं पाठान्तरमिति । भगवानाह-पार्वे 'त्यादि, सुगमं, ते ह्यजानाना वहावेवौषधीः प्रक्षीप्तवन्तः, ताश्च दाहमापुः, पुनस्ते भगवतो हस्तिस्कन्धगतस्य न्यवेदयन्-स हि
ગાથાર્થ : વૃક્ષના ઘર્ષણથી અગ્નિની ઉત્પત્તિ થઈ. અગ્નિને જોઈ (રત્નની બુદ્ધિથી લોકો લેવા જાય છે. પરંતુ બળવાથી) ડરેલા યુગલિકોએ ઋષભને પરિકથન કર્યું. (રાજા ઋષભે કહ્યું)
- આજુબાજુથી ઘાસાદિ કાઢી નાંખો, અગ્નિને ગ્રહણ કરો અને તેનાથી પાકને કરો. 15 ટીકાર્થ : શંકા : તે યુગલિકોએ તીમનાદિ બધું પ્રભુના ઉપદેશથી કર્યું. તે પ્રભુ
જાતિસ્મરણજ્ઞાનવાળા હતા. તો પ્રભુએ યુગલિકોને પહેલેથી અગ્નિના ઉત્પાદનો ઉપદેશ શા માટે ન કર્યો ?
સમાધાન : પૂર્વે કાળ અતિસ્નિગ્ધ હોવાથી ગમે તેટલો પ્રયત્ન કરે તો પણ અગ્નિ ઉત્પન્ન થવાનો નહોતો તેથી ઉપદેશ આપ્યો નહિ. તે ભગવાન જાણતા હતા કે અત્યંત સ્નિગ્ધકાળમાં 20 કે અત્યંત રુક્ષકાળમાં વલ્ફિન ઉત્પન્ન થાય નહિ, પરંતુ મધ્યમસ્નિગ્ધ-રૂક્ષકાળમાં જ અગ્નિની
ઉત્પત્તિ થાય માટે ઉપદેશ આપ્યો નહિ. યુગલિકોને ચાર પદ્ધતિથી તૈયાર થયેલ આહાર પણ જયારે પો નહિ ત્યારે અગ્નિની ઉત્પત્તિ થઈ. કેવી રીતે થઈ ? વૃક્ષના ઘર્ષણથી ઉત્પત્તિ થઈ.
પ્રગટેલા, વધતી જવાલાઓથી યુક્ત, ભૂમિ સુધી પહોંચેલા, અને તૃણાદિને બાળતા એવા અગ્નિને જોઈ “આ કોઈ અપૂર્વરત્ન છે” એવી બુદ્ધિથી યુગલિકો તે અગ્નિને પકડવા લાગ્યા. 25 પરંતુ જયારે બળ્યા ત્યારે ડરવાથી તેઓએ ઋષભને અગ્નિનું પરિકથન કર્યું. ડરેલાઓનું પરિકથન
તે ભીતપરિકથન અથવા ભીતિવડે પરિકથન તે ભીતિપરિકથન એ પ્રમાણે પાઠાન્તર જાણવો. ભગવાને કહ્યું – “પાસે રહેલાને છેદો, ગ્રહણ કરો અને પછી પાક કરો” (એટલે કે “જે પ્રદેશમાં અગ્નિ બળે છે તે પ્રદેશને છોડી તે પ્રદેશની ચારે બાજુ રહેલા તણખલા વગેરે કાઢી
નાંખો” જેથી અગ્નિ આગળ વધતો અટકી ગયો. પછી પ્રભુએ કહ્યું – “તમે અગ્નિને ગ્રહણ 30 કરો અને ગ્રહણ કરી પાકને કરો.” પ્રભુએ કહ્યા પ્રમાણે અગ્નિને ગ્રહણ કર્યો. પરંતુ)
* મર: સન્ વિશo. + ચતુo.