SearchBrowseAboutContactDonate
Page Preview
Page 43
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૬ * આવશ્યકનિર્યુક્તિ૰ હરિભદ્રીયવૃત્તિ • સભાષાંતર (ભાગ-૨) एतदुक्तं भवति-ता एवौषधी: हस्ताभ्यां घृष्ट्वा त्वचं चापनीय भुक्तवन्तः, एवमपि कालदोषात् कियत्यपि गते काले ता अपि न जीर्णवन्तः, पुनर्भगवदुपदेशत एव तीमिततन्दुलप्रवालपुटभोजिन बभूवुः, तीमिततन्दुलान् प्रवालपुटे भोक्तुं शीलं येषां ते तथाविधाः, तन्दुलशब्देन औषध्य एवोच्यन्ते । पुनः कियताऽपि कालेन गच्छता अजरणदोषादेव भगवदुपदेशेन हस्ततलपुटाहारा 5 आसन्, हस्ततलपुटेषु आहारो विहितो येषामिति समासः, हस्ततलपुटेषु कियन्तमपि कालमौषधीः स्थापयित्वोपभुक्तवन्त इत्यर्थः । तथा कक्षासु स्वेदयित्वेति यदा किल कुलकरो वृषभः, किलशब्दः परोक्षाप्तागमवादसंसूचकः, तदा ते मिथुनका एवंभूता आसन्निति गाथार्थः ॥ पुनरभिहितप्रकारद्वयादिसंयोगैराहारितवन्तः, तद्यथा - पाणिभ्यां घृष्ट्वा पत्रपुटेषु च मुहूर्तं तीमित्वा तथा हस्ताभ्यां घृष्ट्वा हस्तपुटेषु च मुहूर्त्तं धृत्वा पुनर्हस्ताभ्यां घृष्ट्वा कक्षास्वेदं च 10 कृत्वा पुनस्तीमित्वा हस्तपुटेषु च मुहूर्त्तं धृत्वेत्यादिभङ्गकयोजना, केचित् प्रदर्शयन्ति घृष्ट्वापदं विहाय, तच्चायुक्तं, त्वगपनयनमन्तरेण तीमितस्यापि हस्तपुटधृतस्य सौकुमार्यत्वानुपपत्तेः, (ઔષધિને) હાથવડે મસળીને ફોતરા દૂર કરી ખાનારા થયા. આ રીતે ખાવા છતાં કાળના દોષથી કેટલોક કાળ પસાર થતાં તે ધાન્ય પણ પચ્યું નહિ. તેથી ફરી ભગવાનના ઉપદેશથી ભીંજાવેલા ચોખાને પ્રવાલપુટમાં = પ્રવાલપત્રોના પડીયા બનાવી તેમાં આ ભીંજવેલા ચોખાનાંખીને ખાનારા 15 થયા. અહીં ચોખાશબ્દથી નવા ધાન્યો જાણવા. આ રીતે કેટલોક કાળ પસાર થતાં અજીર્ણનો દોષ થવાથી ભગવાનના ઉપદેશથી હસ્તતલપુટાહારી થયા અર્થાત્ હથેળીમાં ધાન્યને કેટલોક કાળ સ્થાપીને પછી ખાનારા થયા. (જેથી હાથની ગરમીથી તે ધાન્ય કંઈક નરમ પડે અને સુપાચ્ય બને.) ત્યાર પછી અજીર્ણ થતાં બગલમાં કેટલોક કાળ ધાન્ય રાખીને ખાવા લાગ્યા. અહીં સ્વેયિત્વા એટલે બાફીને અર્થાત્ બગલની ગરમીથી ધાન્યને બાફીને ખાવા લાગ્યા. ‘તિ’ શબ્દ 20 પરોક્ષામવાદ જણાવનારો જાણવો. જ્યારે પ્રભુ કુલકર–રાજા હતા ત્યારે તે યુગલિકો આ પ્રમાણે કક્ષાને વિષે ધાન્યને બાફીને ખાનારા થયા. આમ કરવા છતાં જ્યારે અજીર્ણ થયું ત્યારે ઉપર કહેલા પ્રકારોના બે વગેરેના સંયોગ કરી ખાવા લાગ્યા, અર્થાત્ (૧) હાથોવડે મસળીને પત્રોના પડિયામાં એક મુહૂર્ત સુધી પાણીમાં ભીંજવીને ખાવા લાગ્યા.તથા (૨) હાથોવડે મસળી અને હસ્તપુટમાં મુહૂર્ત ધારીને ખાવા લાગ્યા (અહીં પાણીમાં ભીંજાવ્યા નથી.) તથા(૩) ફરી હાથોવડે 25 મસળી અને બગલમાં બાફીને ખાવા લાગ્યા. (આ ત્રણ ભાંગા દ્વિકસંયોગમાં જાણવા) તથા “ભીંજાવીને અને મુહૂર્ત હસ્તપુટમાં રાખીને” આ રીતે પણ એકભાંગો ‘પૃષ્ટા’પદ છોડીને દ્વિકસંયોગમાં થાય છે એવું કેટલાક આચાર્યો કહે છે. પરંતુ તે અયુક્ત છે કારણ કે ફોતરાઓ દૂર કર્યા વિના ભીંજવીને હસ્તપુટમાં ધારણ કરેલ ધાન્યની નરમાશ થતી નથી. (પ્રથમ તેના ફોતરા દૂર કરવા પડે પછી ભીંજવી હસ્તપુટમાં ધારી રાખો તો તે ધાન્યમાં નરમાશ 30 ઉત્પન્ન થાય અને ખાવા યોગ્ય બન્ને) અથવા તદ્દન પાતળા ફોતરા હોવાથી ફોતરા કાઢ્યા વિના અનીરળ૦. * ઋષમઃ.
SR No.005754
Book TitleAvashyak Niryukti Part 02
Original Sutra AuthorN/A
AuthorAryarakshitvijay
PublisherVijay Premsuri Sanskrit Pathshala
Publication Year2010
Total Pages414
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aavashyak
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy