________________
૩૬૪ * આવશ્યકનિયુક્તિ- હરિભદ્રીયવૃત્તિ • સભાષાંતર (ભાગ–૨)
वृद्धिर्दुःखातिशयकारणांशहान्या सुखातिशयप्रभवाय कल्पयितुं न्याय्या, भेदप्रसङ्गात्, तथा च यद्वृद्धावपि यस्य वृद्धिर्न भवति तत्ततो भिन्नं प्रतीतमेव, एवं सर्वथैकरूपता पुण्यपापयोर्न પટતે, જર્મસામાન્યતયા વિરુદ્વાપ, યત:- સાત( સન્નૈદ્ય ) સમ્યક્ત્વહાસ્યરતિપુરુષવેજુમ્માयुर्नामगोत्राणि पुण्यमन्यत्पाप ( तत्त्वा० अ० ८ सू० २६) मिति, सर्वं चैतत्कर्म, तस्माद्विविक्ते 5 पुण्यपापे स्त इति । संसारिणश्च सत्त्वस्यैतदुभयमप्यस्ति किञ्चित्कस्यचिदुपशान्तं किञ्चित् क्षयोपशमतामुपगतं किञ्चित्क्षीणं किञ्चिदुदीर्णम्, अत एव च सुखदुःखातिशयवैचित्र्यं નન્નૂનામિતિ । -
જ હોવું જોઈએ, માત્ર સુખ કે માત્ર દુઃખરૂપ કાર્ય થવું જોઈએ નહિ, પરંતુ થતું દેખાય છે. તેથી સુખના પ્રકર્ષ માટે અન્ય કારણ અને દુઃખના પ્રકર્ષમાં અન્ય કારણ જ માનવું પડે.
10
અચલભ્રાતા : સર્વથા એક એવા કારણના સુખાતિશયના કારણભૂત એવા અંશની વૃદ્ધિ જ દુઃખાતિશયના કારણભૂત એવા અંશની હાનિવડે સુખાતિશય ઉત્પન્ન કરવા માટે સમર્થ છે એવું માનતા કોઈ આપત્તિ રહેશે નહિ.
ભગવાન : આવું માનવું યોગ્ય નથી કારણ કે સર્વ પ્રકારે એક એવા પણ કારણમાં સુખાતિશયકારણાંશની વૃદ્ધિ અને દુઃખાતિશયકારણાંશની હાનિ માનો તો તે કારણ નિયંશ નહિ 15 રહે પણ તેનો ભેદ માનવાની આપત્તિ આવે જે તમને માન્ય નથી કારણ કે એવો નિયમ છે કે “જેની વૃદ્ધિ થવા છતાં પણ જેની વૃદ્ધિ થાય નહિ તે તેનાથી,ભિન્ન કહેવાય'' પુણ્યાંશની વૃદ્ધિ થાય અને પાપાંશની ન થાય, તો બંને ભિન્ન જ સિદ્ધ થાય. એટલે મિશ્ર એક કારણ ન રહે આમ, પુણ્ય-પાપની સર્વથા એકરૂપતા ઘટતી નથી.
અચલભ્રાતા ઃ તો શું પુણ્ય-પાપ વચ્ચે એકાન્તે ભેદ છે ?
ભગવાન : ના, પુણ્ય-પાપ વચ્ચે એકાન્તે ભેદ પણ નથી. કર્મ સામાન્ય તરીકે બંને વચ્ચે અભેદ પણ ઘટે છે, અર્થાત્ બંને વચ્ચે એકરૂપતા પણ અવિરુદ્ધ જ છે, કારણ કે આગમમાં કહેલ છે કે -
20
સાત (સહેઘ) સમ્યવત્વહાસ્યરતિપુરુષવેવશુમાયુર્નામોત્રાણિ પુણ્યમન્યત્પાપમ્ ॥ (તત્ત્વા. ૨.૮ સૂ.૩૬) (જો કે તત્ત્વાર્થસૂત્રમાં અન્યત્પાપમ્ શબ્દ નથી.) અર્થ : શાતાવેદનીય, સમ્યક્ત્વ, હાસ્ય, 25 રતિ, પુરુષવેદ, શુભાયુ, શુભનામકર્મ અને શુભગોત્ર (ઉચ્ચગોત્ર) એ સર્વ કર્મો પુણ્યરૂપ છે. આ સિવાયના કર્મો પાપરૂપ છે. આમ આ પુણ્ય અને પાપ બંને કર્મરૂપ હોવાથી એકરૂપ (તથા કથચિંદ્ર એકરૂપ હોવા છતાં બંનેના કાર્યો જુદા જુદા હોવાથી) પુણ્ય અને પાપ જુદા છે એ સિદ્ધ થયું. સંસારીજીવને આ પુણ્ય-પાપ બંને હોય છે. તેમાં કો'કને કેટલાક કર્મ ઉપશાન્ત હોય, કેટલાક ક્ષયોપશમભાવને પામેલ હોય, કેટલાક ક્ષીણ હોય તો કેટલાક ઉદયમાં હોય. તેથી 30 સંસારીજીવોને સુખ–દુઃખના અતિશયની વિચિત્રતા હોય છે. (અર્થાત્ કોઈને સુખ વધુ, કોઈને
દુઃખ વધુ.) ૬૩૨॥