SearchBrowseAboutContactDonate
Page Preview
Page 380
Loading...
Download File
Download File
Page Text
________________ પુણ્ય-પાપસંબંધી મિથ્યાવાદનો નિરાસ (નિ. ૬૩૨) જ ૩૬૩ केवलपुण्यवादनिरासः । केवलपापपक्षेऽपि विपरीतमुपपत्तिजालमिदमेव वाच्यं, नापि तत्सर्वथाऽन्योऽन्यानुविद्धस्वरूपं निरंशवस्त्वन्तरमेव, सर्वथा सम्मिश्रसुखदुःखाख्यकार्यप्रसङ्गाद्, असदृशश्च सुखदुःखानुभवो, देवानां सुखाधिक्यदर्शनात्, नारकाणां च दुःखाधिक्यदर्शनात्, न च सर्वथा सम्मिश्रकरूपस्य हेतोरल्पबहुत्वभेदेऽपि कार्यस्य स्वरूपेण प्रमाणतोऽल्पबहुत्वं विहाय भेदो युज्यते, न हि मेचककारणप्रभवं कार्य्यमन्यतमवर्णोत्कटतां बिभर्ति, तस्मात् 5 सुखातिशयस्यान्यन्निमित्तमन्यच्च दुःखातिशयस्येति । न च सर्वथैकस्य सुखातिशयनिबन्धनांश ત્યાગ થાય તેમ તેમ અનારોગ્ય પ્રાપ્તિ થાય એવું તમે જે માનો છો તે પણ ઘટતું નથી. કારણ કે અનારોગ્યની પ્રાપ્તિનું કારણ પધ્યાહારનો ત્યાગ નહિ પણ અપથ્યાહાર છે.) આ પ્રમાણે માત્ર પુણ્યને માનનાર વાદનું ખંડન જાણવું. (૨)જે લોકો માત્ર પાપને જ માને છે તેઓના પક્ષમાં પણ ઉપરોક્ત કહી છે તે યુક્તિઓ 10 વિપરીત રીતે જાણી લેવી. (૩)તથા જે લોકો પુણ્ય-પાપને એકબીજાથી યુક્ત સ્વરૂપવાળી એવી અંશ વિનાની એક વસ્તુ માને છે તે પણ ઘટતું નથી કારણ કે જો આ રીતે માનીએ તો હંમેશા મિશ્ર સુખ-દુઃખનામના કાર્યનો પ્રસંગ આવે. (ભાવાર્થ એ છે કે - જો પુણ્ય અને પાપને એકબીજાથી અનુવિદ્ધ અર્થાત્ સુખ-દુ:ખ ઉભયના કારણરૂપ એક જ માનવામાં આવે તો તેનાથી હંમેશા સુખ-દુઃખ બંનેનો જ અનુભવ થશે, એકલું સુખ કે એકલું દુઃખ ક્યારેય નહિ અનુભવાય, 15 જયારે) સુખાનુભવ અને દુઃખાનુભવ જુદા જુદા થતાં દેખાય છે કારણ કે દેવોને સુખનો અધિક અનુભવ છે અને નારકોને દુઃખનો અધિક અનુભવ છે. અચલભ્રાતા : જેને પુણ્ય-પાપ ઉભયરૂપ એક કારણ મોટું હોય તેને માત્ર સુખાનુભવ થાય અને જેને પુણ્ય-પાપ ઉભયરૂપ એક કારણ નાનું હોય તેને માત્ર દુઃખાનુભવ થાય એમ અમે માની લઈશું. ભગવાન : આ રીતે પણ માની ન શકાય કારણ કે સર્વથા સંમિશ્ર એકરૂપ એવા કારણમાં અલ્પબહુત્વનો ભેદ હોય તો કાર્યનો પ્રમાણને આશ્રયી અલ્પબદુત્વ ભેદ ઘટે, પણ સ્વરૂપથી ભેદ ઘટે નહિ. (ભાવાર્થ એ છે કે – પુણ્ય-પાપ નામનું નિરંશ એક કારણ નાનું - મોટું માનીએ તો સુખદુઃખરૂપ કાર્ય પણ નાનું-મોટું થાય અર્થાત્ સુખ-દુઃખનો મિશ્ર અનુભવ પણ પ્રમાણને આશ્રયી 25 નાનો-મોટો થાય, પણ માત્ર સુખનો અનુભવ કે માત્ર દુઃખનો અનુભવ એ કંઈ પ્રમાણભેદ નથી, પગ્ર સ્વરૂપભેદ છે. બન્નેનું સ્વરૂપ જ જુદું છે. એવો સ્વરૂપભેદ, કારણના સ્વરૂપભેદ વિના માત્ર પ્રમાણભેદથી ઘટી ન શકે.) જેમ કે મેચકનામનો મણિ પંચવર્ણી છે. તેમાંથી ઉત્પન્ન થતું કાર્ય પણ પંચવર્ણી જ થાય, નહિ કે તે કાર્ય પંચવર્ણમાંથી કોઈ એકાદ વર્ણની ઉત્કટતાને પામે. આમ, જો પુણ્ય-પાપને સંમિશ્ર કારણ તરીકે માનો તો તેનાથી ઉત્પન્ન થતું સુખદુઃખ કાર્ય પણ સંમિશ્ર 30 20.
SR No.005754
Book TitleAvashyak Niryukti Part 02
Original Sutra AuthorN/A
AuthorAryarakshitvijay
PublisherVijay Premsuri Sanskrit Pathshala
Publication Year2010
Total Pages414
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aavashyak
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy