________________
૩૬૨ આવશ્યકનિયુક્તિ • હરિભદ્રીયવૃત્તિ • સભાષાંતર (ભાગ-૨). यत्प्रमाणं तदप्रमाणनिरासद्वारेण प्रदर्शयिष्यामः,
तत्र न तावत्पुण्यमेवापचीयमानं दुःखकारणं, तस्य सुखहेतुत्वेनेष्टत्वात्, स्वल्पस्यापि स्वल्पसुखनिर्वर्तकत्वात्, तथा चाणीयसो हेमपिण्डादणुरपि सौवर्ण एव घटो भवति, न मार्तिक
इति, न च तदभावो दुःखहेतुः, तस्य निरुपाख्यत्वात्, न च सुखाभाव एव स्वसत्ताविकलो 5 दुःखं, तस्यानुभूयमानत्वात्, ततश्च स्वानुरूपकारणपूर्विका दुःखप्रकर्षानुभूतिः, प्रकर्षानुभूतित्वात्,
पुण्यप्रकर्षानुभूतिवत्, न च पुण्यलेश एवानुरूपं कारणमस्या इति, एवं दृष्टान्तोऽप्याभासितव्यः,
તને બતાવીશ.
* પુણ્ય અને પાપ જગતમાં છે તેની સિદ્ધિ * (૧)(પ્રથમ જે મતને પુણ્ય જ માન્ય છે, પાપ નહિ તેનું ખંડન કરતા જણાવે છે કે, 10 હીન થતું પુણ્ય જ દુઃખનું કારણ નથી કારણ કે પુણ્ય સુખના હેતુ તરીકે માન્ય છે. જેમ નાના
એવા પણ સુવર્ણપિંડમાંથી નાનો છતાં સુવર્ણનો જ ઘટ બને છે પણ માટીનો બનતો નથી, તેમ સ્વલ્પપુણ્યથી સ્વલ્પસુખ જ ઉત્પન્ન થાય છે નહિ કે દુઃખ. વળી, પુણ્યનો અભાવ એ દુઃખનું કારણ નથી કારણ કે અભાવ એ નિરૂપાખ્ય છે = સ્વરૂપ વિનાનો છે અર્થાત્ અસત્પદાર્થ છે.
(આવા અસત્પદાર્થમાંથી દુઃખ ઉત્પન્ન થાય નહિ.) 15 અલભ્રાતા: તો અમે, પોતાની સત્તાથી રહિત એવો સુખાભાવ જ દુઃખરૂપે માનીશું.
(સુખનો અભાવ અભાવરૂપ હોવાથી તે અવસ્તુ છે, તેથી તેની સત્તા હોતી નથી. તેથી સ્વસત્તાથી રહિત સુખાભાવ જ દુઃખ છે. તથા દુઃખને સુખાભાવરૂપ માનવાથી, દુઃખનું સ્વતંત્ર કારણ માનવાની જરૂર નહિ રહે.)
ભગવાન તે પણ શક્ય નથી કારણ કે દુઃખ અનુભવાય છે (અર્થાત જો તેને સુખાભાવરૂપ 20 માનો તો સુખાભાવરૂપ દુઃખનો અનુભવ થવો જોઈએ નહિ કારણ કે અભાવનો અનુભવ ન
થાય. જ્યારે દુઃખનો “હું દુઃખી છું” એ રૂપે અનુભવ તો થાય જ છે માટે દુઃખને સુખાભાવરૂપ મનાય નહિ.) તેથી જેમ પુણ્યના(સુખના) પ્રકર્ષની અનુભૂતિ પોતાને (સુખપ્રકર્ષને) અનુરૂપ એવા કારણ (પુણ્યપ્રકર્ષ) પૂર્વક થાય છે, તેમ દુઃખના પ્રકર્ષની અનુભૂતિ પણ ઉત્કૃષ્ટ અનુભૂતિરૂપ
હોવાથી પોતાને દુઃખપ્રકર્ષને) અનુરૂપ એવા કારણ (પાપપ્રકર્ષ) પૂર્વક જ થાય છે. 25 (અહીં આશય એ છે કે – કાર્ય જો પ્રકૃષ્ટ હોય તો તેનું કારણ પણ પ્રકૃષ્ટ જ જોઈએ
અપ્રકૃષ્ટ નહિ. આમ પુણ્યનો પ્રકર્ષ હોય તો તેનાથી સુખનો પ્રકર્ષ પ્રાપ્ત થાય છે, તેમ દુઃખના પ્રકર્ષ પાછળનું કારણ પણ કોઈ પ્રકરૂપ જ હોવું જોઈએ પણ અપકર્ષરૂપ નહિ. તેથી તમે દુઃખના પ્રકર્ષનું કારણ જે પુણ્યના અપકર્ષને માનો છો તે ઘટતું નથી કારણ કે, પુણ્યનો લેશ
(પુણ્યનો અપકર્ષ) દુઃખના પ્રકર્ષની અનુભૂતિને અનુરૂપ કારણ નથી. એ જ પ્રમાણે દૃષ્ટાંત પણ. 30 વિચારવા યોગ્ય છે. અર્થાત્ પય્યાહારથી આરોગ્યસુખની પ્રાપ્તિ થાય અને જેમ જેમ પથ્યાહારનો