SearchBrowseAboutContactDonate
Page Preview
Page 38
Loading...
Download File
Download File
Page Text
________________ લોકસ્થિતિવિચિત્રતાનું કારણ (નિ. ૨૦૩-૨૦૬) : ૨૧ संजातमिति, 'चः' समुच्चये 'मामणत्ति' ममीकारार्थे देशीवचनं, ततश्च परिग्रहममीकारो वक्तव्यः, स च तत्काल एव प्रवृत्तः, 'चः' पूर्ववत्, विभूषणं विभूषणा मण्डनमित्यर्थः, सा च वक्तव्या, सा च भगवतः प्रथमं देवेन्द्रैः कृता, पश्चाल्लोकेऽपि प्रवृत्ता, 'लेख' इति लेखनं लेख:लिपीविधानमित्यर्थः, तद्विषयो विधिर्वक्तव्यः, तच्च जिनेन ब्राम्या दक्षिणकरेण प्रदर्शितमिति, गणितविषयो विधिर्वाच्यः, एवमन्यत्रापि क्रिया योज्या, गणितं-संख्यानं, तच्च भगवता सुन्दर्या 5 वामकरेणोपदिष्टमिति, 'चः' समुच्चये, रूपं-काष्ठकर्मादि, तच्च भगवता भरतस्य कथितमिति, 'चः' पूर्ववत्, 'लक्षणं' पुरुषलक्षणादि, तच्च भगवतैव बाहुबलिनः कथितमिति, 'मानमिति' मानोन्मानावमानगणिमप्रतिमानलक्षणं, पोत' इति बोहित्थः प्रोतं वा अनयोर्मानपोतयोविधिर्वाच्यः, तत्र मानं द्विधा-धान्यमानं रसमानं च, तत्र धान्यमानमुक्तम्-'दो असतीओ पसती' इत्यादि, रसमानं तु 'चउसठ्ठीया बत्तीसिआ' एवमादि १, उन्मानं-येनोन्मीयते यद्वोन्मीयते तद्यथा-कर्ष इत्यादि २, 10 अवमानं येनावमीयते यद्वाऽवमीयते तद्यथा-हस्तेन दण्डेन वा हस्तो वेत्यादि ३, गणिमं-यद्गण्यते एकादिसंख्ययेति , प्रतिमानं-गुञ्जादि ५, एतत्सर्वं तदा प्रवृत्तमिति, पोता अपि तदैव प्रवृत्ताः, મૂળગાથામાં મામણ શબ્દ મમકાર અર્થવાળો દેશીવચન છે અને તેથી પરિગ્રહ=મમીકાર કહેવા યોગ્ય છે. અને તે તે કાળમાં જ ઉત્પન્ન થયો. તથા પ્રથમ દેવેન્દ્રોવડે પ્રભુની વિભૂષણા (શોભા) કરાઈ. જે પાછળથી લોકમાં પણ પ્રવૃત્ત થઈ તે વિભૂષણા કહેવા યોગ્ય છે. લેખ એટલે 15 લેખન સંબંધી વિધિ કહેવી. અને તે જિનેશ્વરવડે બ્રાહ્મીને જમણા હાથે બતાડાઈ. (એટલે જ અત્યારે જમણી બાજુથી લેખન વાચન થાય છે.) ‘વિધિ કહેવા યોગ્ય છે એ પ્રમાણે ક્રિયા પદ બધે જ જોડી દેવું. - તથા ગણિત એટલે સંખ્યા, તેની વિધિ પ્રભુવડે સુંદરીને ડાબા હાથે શીખવાડાઈ (એટલે જ અત્યારે ડાબી બાજુથી સંખ્યાની ગણતરી કરાય છે.) તથા રૂપ એટલે કાષ્ઠકર્માદિ, જે પ્રભુવડે 20 ભરતને કહેવાયા. લક્ષણ એટલે પુરુષના લક્ષણાદિ, જે પ્રભુવડે બાહુબલિને કહેવાયા. માન એટલે માન-ઉન્માન–અવમાન-ગણિમ અને પ્રતિમાન. તથા પ્રોત એટલે વહાણ અથવા પ્રોત એટલે સીવન. આ માન અને પ્રોતની વિધિ કહેવા યોગ્ય છે. તેમાં માન બે પ્રકારે – ધાન્યમાન અને રસમાન. ધાન્યમાન આ પ્રમાણે કહેવાયેલું છે કે “બે અસતીઓની એક પસતી વગેરે. તથા રસમાન – ચોસઠીયો, બત્રીસીયો, વગેરે (પ્રવાહી વસ્તુને પામવા માટેના સાધન 25 વિશેષ), ઉન્માન એટલે જેના વડે મપાય અથવા જે મપાય તે, અહીં ઉન્માન તરીકે કર્થ – પલ વગેરે (વસ્તુને માપવાના ત્રાજવા સંબંધી સાધનો) અવમાન એટલે જેનાવડે મપાય અથવા જે મપાય તે, અહીં હાથ અથવા દંડ અવમાન તરીકે જાણવા, (અર્થાત્ ખેતરો વગેરે માપવાના સાધનો.) તથા ગણિમ એટલે જે એક-બે વગેરે સંખ્યાથી ગણી શકાય છે. પ્રતિમાન એટલે જેના 30 દ્વારા સોનુ વગેરે મપાય તે ગુંજા (ચણોઠી) વગેરે. આ બધું તે કાળમાં પ્રવર્તે. પોત વહાણો પણ તે કાળે પ્રવર્તા(અર્થાત્ સમુદ્રોમાં વહાણવ્યવહાર પણ તે.કાળે પ્રવર્તો) અથવા “પ્રોત”
SR No.005754
Book TitleAvashyak Niryukti Part 02
Original Sutra AuthorN/A
AuthorAryarakshitvijay
PublisherVijay Premsuri Sanskrit Pathshala
Publication Year2010
Total Pages414
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aavashyak
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy