________________
વિષયમાંથી આકારની અસંક્રાન્તિ (નિ. ૬૧૨) ૩૪૧ न च विषयबलोपजातसंवेदनाकारस्य विषयाद्भेदाभेदविकल्पद्वारेणानुपपत्तिर्भाव्या, विशिष्टपरिणामोपेतार्थसन्निधावात्मनः कालक्षयोपशमादिसव्यपेक्षस्य नीलादिविज्ञानमुत्पद्यते, तथापरिणामाद्, इत्थं चैतदङ्गीकर्त्तव्यम्, अन्यथा नीलात्संवेदनान्नीलसंवेदनान्तरानुपपत्तिः, प्रागुपन्यस्तविकल्पयुगलकसम्भवादित्येवं परमाणुतुल्यरूपग्रहोऽविरुद्धः, अतुल्यरूपं तु योगिगम्यत्वात् विशिष्टक्षयोपशमाभावात्सर्वथा न परिगृह्यते, न च परमाणूनां बहुत्वेऽपि विशेषाभावाद् घटशरावादिबुद्धेः 5 तुल्यत्वप्रसङ्गो, विशेषाभावस्यासिद्धत्वात्, तथा च परमाणव एव विशिष्टपरिणामवन्तो घट इति,
ભગવાન : આકારની વિષયથી ભેદભેદ વિકલ્પો દ્વારા અનુત્પત્તિ (અઘટમાનતા) કહેવી નહિ કારણ કે વિશિષ્ટપરિણામયુક્ત અર્થનું સંનિધાન થાય ત્યારે કાળ-ક્ષયોપશમાદિને સાપેક્ષ જીવને નીલાદિ જ્ઞાન ઉત્પન્ન થાય છે. તે પણ એટલા માટે કે ત્યાં આત્મા જ તે જ્ઞાનરૂપે પરિણમે છે. પણ વિષયમાંથી આકારની સંક્રાન્તિ થતી નથી. (તેથી, ઘટથી ઉત્પન્ન થયેલ 10 જ્ઞાનમાં પટાકારની આપત્તિ રહેશે નહિ.)
આ માનવું જરૂરી છે, અન્યથા નીલજ્ઞાનથી અન્યનીલજ્ઞાન ઉત્પન્ન થશે નહિ, કારણ કે પૂર્વે તમે બતાવેલા ભેદભેદ વિકલ્પોનો અહીં પણ સંભવ છે. (આશય એ છે કે તમે બાહ્ય અર્થોનો અભાવ હોવા છતાં અનાદિ – અવિદ્યાના વશથી નીલપીતાદિબુદ્ધિની ઉત્પત્તિ તો માનો જ છો. તેમાં અમે તમને પૂછીએ કે ઉતરક્ષણે ઉત્પન્ન થતો નીલાકાર તે પૂર્વનીલબુદ્ધિના ક્ષણથી 15 ભિન્ન છે કે અભિન્ન છે ? જો ભિન્ન માનો તો ઉત્તરક્ષણે નીલાકાર કેવી રીતે જણાય છે ? અર્થાત્ ન જણાવો જોઈએ. અથવા જો પૂર્વેક્ષણીયનીલબુદ્ધિથી ઉત્તરક્ષણીય નીલાકાર જુદો હોવા છતાં જણાતો હોય તો પોતાકાર પણ જુદો હોવાથી તે કેમ જણાતો નથી ? તે પણ જણાવો જોઈએ.
હવે જો અભિન્ન માનો તો, કાર્ય-કારણભાવ જ ઘટશે નહિ કારણ કે બંને ક્ષણો અભિન્ન 20 છે. આમ, તમારા મતે પણ નીલજ્ઞાન પછી નીલજ્ઞાન થશે નહિ. માટે વિશિષ્ટપરિણામયુક્ત અર્થનું સંનિધાન થતાં આત્માને તેનું જ્ઞાન ઉત્પન્ન થાય જ છે. અને તેથી પરમાણુઓમાં તુલ્યરૂપનો બોધ પણ અવિરુદ્ધ જ છે. તથા અતુલ્યરૂપ એ તો યોગીઓને જ પ્રત્યક્ષ હોવાથી અને વિશિષ્ટ ક્ષયોપશમનો અભાવ હોવાથી (છદ્મસ્થોને) બીલકુલ જણાતું નથી.
વ્યક્ત : ચાલો, માની લઈએ કે પરમાણુઓનું તુલ્યરૂપ જ્ઞાનમાં જણાય છે. હવે ઘટ અને 25 કોડિયું બંનેમાં ઘણાં પરમાણુઓ છે. પણ તે તો બધા સમાન જ છે, તેમના વચ્ચે કોઈ વિશેષભેદ નથી, તો ઘટ-કોડિયામાં પણ તુલ્યબુદ્ધિ થવી જોઈએ.
ભગવાન : વિશેષનો અભાવ જ અસિદ્ધ છે અર્થાત જુદી જુદી બુદ્ધિ થવામાં કારણ તેમાં રહેલો ભેદ છે જ. પૃથબુબાકારરૂપ વિશિષ્ટપરિણામવાળા પરમાણુઓ ઘટ છે અને અન્ય વિશિષ્ટપરિણામવાળા પરમાણુઓ શરાવ છે. એ પ્રમાણે માનતાં કોઈ આપત્તિ આવશે નહિ. 30