________________
૩૪૦ * આવશ્યકનિર્યુક્તિ • હરિભદ્રીયવૃત્તિ • સભાષાંતર (ભાગ–૨)
प्रसङ्गः, एकालयाभेदान्यथानुपपत्तेः, ततश्च कुतस्तासां पीतादिप्रतिभासहेतुता ?, प्रयोगश्चनीलविज्ञानहेतुतया परिकल्पिता शक्तिर्न तद्धर्मा, शक्त्यन्तररूपत्वात्, शक्त्य रस्वात्मवत्, अथ भिन्नास्तथाप्यवस्तुसत्यो वा स्युः वस्तुसत्यो वा ?, यद्यवस्तुसत्यः समूहवत्कुतः प्रत्ययत्वम् ?, अथ वस्तुसत्य बाह्योऽर्थः केन वार्यत इति ?, एवमणूनां तुल्यरूपग्रहणं तदाभासज्ञानोत्पत्तेः,
5 ઘટે ? ન ઘટે. અને જો આ રીતે બધી શક્તિઓ એક થઈ જાય તો તે એક થયેલી શક્તિઓ જુદા જુદા પીત-નીલાદિજ્ઞાનનું કારણ કેવી રીતે બનશે ? (અર્થાત્ ન બની શકે. તેથી આ શક્તિઓ આલયથી અભિન્ન મનાય નહિ. આ જ વાતને અનુમાન પ્રયોગ દ્વારા દર્શાવે છે.-)
પ્રયોગ → નીલવિજ્ઞાનના કારણ તરીકે કલ્પાયેલી શક્તિ એ તદ્ધર્મવાળી નથી, એટલે કે નીલવિજ્ઞાનનું કારણ નથી, કારણ કે તે શક્યત્તરસ્વાત્મની જેમ શકયત્તરરૂપ છે. (આશય એ 10 છે કે પીતવિજ્ઞાનને ઉત્પન્ન કરનારી શક્તિ એ નીવિજ્ઞાનને ઉત્પન્ન કરનાર શક્તિની અપેક્ષાએ શલ્ક્યન્તર કહેવાય છે. આ પીતવિજ્ઞાનને ઉત્પન્ન કરનારી શક્યન્તર એ જેમ નીલવિજ્ઞાનને ઉત્પન્ન કરતી નથી કારણ કે તે શક્યન્તરરૂપ છે, તેમ નીલવિજ્ઞાનને ઉત્પન્ન કરનારી શક્તિ પણ નીલવિજ્ઞાનને ઉત્પન્ન કરશે નહિ કારણ કે તે શક્તિ પણ પીતવિજ્ઞાનજનકશક્તિની અપેક્ષાએ શક્યન્તરરૂપ જ છે. આમ, દરેક શક્તિ શક્યન્તરરૂપ 15 હોવાથી પીત-નીલ વિગેરે એકપણ જ્ઞાન ઉત્પન્ન કરશે નહિ.)
હવે જો ભિન્ન માનો તો, તો તે શક્તિ વસ્તુ છે કે અવસ્તુ છે ? જો અવસ્તુ હોય, તો પછી સમૂહની જેમ શક્તિનો પણ વિશ્વાસ કેવી રીતે રાખવો ? અર્થાત્ શક્તિ પણ ભ્રાન્ત જ થશે. (કારણ કે પરમાણુનો સમૂહ તમારા મતે ભ્રાન્ત છે.) અને જો વસ્તુ માનો તો તમે જ્ઞાનથી ભિન્ન એવી શક્તિ માની એટલે તમારો જ્ઞાનાદ્વૈતવાદ તો ખંડિત થઈ જ ગયો, તો પછી ઘટાદિ 20 બાહ્ય અર્થો છે, ભૂતો છે એવું માનનારને તમે કેવી રીતે અટકાવશો ? આમ, પરમાણુઓમાં તુલ્યત્વનું જ્ઞાન થતું હોવાથી તુલ્યરૂપની સિદ્ધિ થાય છે.
જ્ઞાનવાદી : વિષયના બળથી ઉત્પન્ન થતો જ્ઞાનનો નીલાદિઆકાર એ વિષયથી (નીલાદિવસ્તુથી) ભિન્ન છે કે અભિન્ન છે ? જો ભિન્ન માનો તો, નીલવસ્તુનું જ્ઞાન જ થશે નહિ કારણ કે નીલવસ્તુથી નીલાકાર તદ્દન જુદો છે. અન્યથા પટ ઘટથી જુદો હોવા છતાં ઘટનું 25 જ્ઞાન જ્યારે થાય ત્યારે પટનું જ્ઞાન પણ થવાની આપત્તિ આવશે.
1
હવે જો, અભિન્ન માનો તો, વિષયનો આકાર જ્ઞાનમાં સંક્રાન્ત થતાં વિષય નિરાકાર બની જશે. વળી, વિષયથી અભિન્ન એવા આકારનો જ્ઞાનમાં સંક્રમ થવાથી વિષયનો પણ સંક્રમ થશે. જે યુક્ત નથી. આમ, વસ્તુનો આકાર જ્ઞાનમાં જણાય છે એ ભિન્નાભિન્ન વિકલ્પો દ્વારા ઘટતો ન હોવાથી તુલ્યત્વની બુદ્ધિ પણ ઘટી શકર્તા નથી. (અર્થાત્ તુલ્યત્વનું જ્ઞાન પણ 30 ખોટું છે.)