________________
આલયવિજ્ઞાનનું સામર્થ્ય એ તુલ્યબુદ્ધિનું કારણ નથી (નિ. ૬૧૨) ** ૩૩૯ गतशक्तिपरिपाकसमनन्तरोपजातविकल्पविज्ञानसामर्थ्यमस्यास्तुल्यबुद्धेः कारणं, स्वलक्षणादस्वलक्षणानुपपत्तेः, नापि पारम्पर्येण तदुत्पत्तिर्युज्यते, स्वलक्षणसामान्यलक्षणातिरिक्तवस्त्वभावेन पारम्पर्यानुपपत्तेः, बाह्यनीलाद्यभावे च शक्तिविपाकनियमो न युज्यते, नियामकसहकारिकारणाभावात् ।
किंच-आलयात्पीतादिसंवेदनजननशक्तयो भिन्ना वा स्युरभिन्ना वा ?, यद्यभिन्नाः सर्वैकत्व - 5
જ્ઞાનવાદી : (આલય એટલે આધાર, તરૂપ વિજ્ઞાન તે આલયવિજ્ઞાન, અર્થાત્ ઘટ, પટ વિગેરે પદાર્થોનું જુદું જુદું જે જ્ઞાન છે, તે જુદા જુદા જ્ઞાનને ઉત્પન્ન કરનાર શક્તિનો આધાર. અનાદિકાળથી પ્રવૃત્ત એવું ચૈતન્ય એ આલયવિજ્ઞાન કહેવાય છે જેણે મનસ્કાર નામે ઓળખાય છે.) આલયવિજ્ઞાનમાં રહેલી શક્તિનો પરિપાક થયા પછી “આ તુલ્ય છે” એવા પ્રકારના વિકલ્પોને ઉત્પન્ન કરવાનું આલયવિજ્ઞાનનું સામર્થ્ય જ તુલ્યબુદ્ધિનું કારણ છે, પણ 10 બાહ્યપદાર્થોમાં રહેલ તુલ્યત્વ તુલ્યબુદ્ધિનું કારણ નથી.
:
ભગવાન ઃ એવું સંભવિત નથી કારણ કે આલયવિજ્ઞાનમાં રહેલ સામર્થ્ય એ સ્વલક્ષણરૂપ છે, અર્થાત્ સકલ સજાતીય-વિજાતીયથી વ્યાવૃત્ત છે. આવા સજાતીય-વિજાતીયથી વ્યાવૃત્ત એવું સામર્થ્ય એ માત્ર વિજાતીયથી વ્યાવૃત્તિરૂપ તુલ્યત્વને કે જે સ્વલક્ષણ નથી, તેને કેવી રીતે ઉત્પન્ન કરી શકે ? અર્થાત્ ન કરી શકે. માટે તુલ્યબુદ્ધિમાં આ સામર્થ્ય કારણ નથી પણ પદાર્થમાં રહેલ 15 તુલ્યત્વ જ કારણ છે.
(જ્ઞાનવાદી : આલયવિજ્ઞાન સકલસજાતીય-વિજાતીયવ્યાવૃત્તરૂપ સ્વલક્ષણથી કોઈક અન્ય વસ્તુ ઉત્પન્ન કરશે અને તે અન્ય વસ્તુ સામાન્યલક્ષણરૂપ તુલ્યત્વને ઉત્પન્ન કરશે. આમ આલયવિજ્ઞાનગત સામર્થ્ય પરંપરાએ તુલ્યબુદ્ધિને ઉત્પન્ન કરશે.)
ભગવાન ઃ આ પણ ઘટતું નથી કારણ કે તમે તો સ્વલક્ષણ અને સામાન્યલક્ષણ સિવાય 20 અન્ય ત્રીજી વસ્તુ માની જ નથી કે જેથી પરંપરા ઘટે. વળી આલયવિજ્ઞાનમાં રહેલ શક્તિનો પરિપાક પણ બાહ્ય એવા નીલાદિ પદાર્થો વિના ઘટી શકતો નથી કારણ કે શક્તિનો પરિપાક થાય તે માટે નિયામક એવું સહકારી કારણ જ નથી. (આશય એ છે કે અમુક કાળે જ તુલ્યબુદ્ધિ થાય છે અમુક કાળે નથી થતી તેમાં તમે શક્તિનો પરિપાક કારણ માનો છો, પરંતુ તે શક્તિપરિપાક પણ બાહ્યનીલાદિ પદાર્થ વિના ઉત્પન્ન થઈ શકે નહિ, અન્યથા હંમેશા એ 25 શક્તિનો પરિપાક માનવો પડે, જે ઘટતું નથી. માટે બાહ્યપદાર્થો માનવા જ પડે.)
વળી, અમે તમને પૂછીએ કે પીતાદિના એટલે કે પીત-નીલ વિગેરે જુદા જુદા સંવેદનને ઉત્પન્ન કરનારી શક્તિ આલયથી ભિન્ન છે કે અભિન્ન જો અભિન્ન છે તો બધી શક્તિઓ આલયવિજ્ઞાનથી અભિન્ન હોવાથી પરસ્પર અભિન્ન થશે અને તો બધી શક્તિઓ એક જ થઈ જશે, જો એક ન માનો તો બધી શક્તિઓનો એક આલય સાથે અભેદ કેવી રીતે 30