________________
૩૩૬ આવશ્યકનિયુક્તિ • હરિભદ્રીયવૃત્તિ • સભાષાંતર (ભાગ-૨) . भूतसत्तेति, तत्र वेदपदानां चार्थं न जानासि, चशब्दाद्युक्तिं हृदयं च तेषां' तवसंशयनिबन्धनानां वेदपदानामयमर्थः, 'स्वप्नोपमं वै सकल 'मित्यादीन्यध्यात्मचिन्तायां मणिकनकाङ्गनादिसंयोगस्यानियतत्वादस्थिरत्वादसारत्वाद्विपाककटुकत्वादास्थानिवृत्तिपराणि वर्तन्ते, न तु
तदत्यन्ताभावप्रतिपादकानि इति, तथा ‘द्यावा पृथिवी'त्यादीनि तु सुगमानि, तथा सौम्य ! न 5 च चक्षुरादिविज्ञाने परमाणवो नावभासन्ते, तेषां तुल्यातुल्यरूपत्वात्, तुल्यरूपस्य च चक्षुरादिविज्ञाने
प्रतिभासनात्, न च तुल्यं रूपं नास्त्येव, तदभावे खल्वेकपरमाणुव्यतिरेकेणान्येषाम
રહે તો ફરી તેવા અંશો માનવાના કારણે અનવસ્થા ઊભી થાય. આ રીતે બંને વિકલ્પોમાં સ્વતંત્ર અવયવી સિદ્ધ થતો ન હોવાથી તે છે જ નહિ. એટલે જ્ઞાનનો વિષય પણ બનતો નથી.)
આથી પરમાણુસમૂહ જ ન હોવાથી ભૂતોનું અસ્તિત્વ જ નથી. આ પ્રમાણેની હે વ્યક્ત ! 10 તારી જે માન્યતા છે તેનું કારણ એ છે કે તે વેદપદોના અર્થોને, યુક્તિને અને રહસ્યને તું જાણતો
નથી. તારા સંશયના કારણભૂત એવા તે વેદપદોનો આ અર્થ તારે જાણવો કે – “વખો - વૈ સત્ત' વગેરે પદો અધ્યાત્મની વિચારણામાં મણિ-સુવર્ણ-સ્ત્રી વગેરેનો સંયોગ અનિયત, અસ્થિર, અસાર અને પરિણામે કડવો હોવાથી આ મણિ-સુવર્ણ-સ્ત્રી વગેરે પરના રાગનો નાશ કરાવનારા
છે, પણ મણિ વગેરેનો સર્વથા અભાવ જણાવનારા નથી. તથા “ઘાવી પૃથિવી” વગેરે પદોના 15 અર્થ સુગમ જ છે જે પંચભૂતની સત્તા જણાવનારા છે જ.
તથા હે સૌમ્ય ! ચક્ષુ વગેરેના જ્ઞાનમાં પરમાણુઓ દેખાતા નથી એવું નથી અર્થાત્ દેખાય જ છે કારણ કે તે પરમાણુઓનું બે રૂપ છે – તુલ્યરૂપ-સાધારણરૂપ (પરમાણુત્વ) અને અતુલ્યરૂપ=અસાધારણરૂપ. તેમાં પરમાણુઓ પોતાના તુલ્યરૂપે ચક્ષુ વગેરે જ્ઞાનમાં દેખાય છે
(અહીં વિવિક્ષિતપરમાણુ સાથે અન્યપરમાણુઓ પરમાણુત્વ રૂપે તુલ્ય છે. તેથી પરમાણુત્વ એ 20 તુલ્યરૂપ છે. તથા દરેક પરમાણુઓને પોતાનું સ્વતંત્ર સ્વરૂપ પણ છે જે બીજાથી જુદું હોવાથી
અસાધારણરૂપ કહેવાય છે.) વળી, તુલ્યરૂપ નથી એવું પણ ન કહેવાય કારણ કે પરમાણુઓનું પરસ્પર તુલ્યત્વ જો ન માનો તો, એક પરમાણુ સિવાયના અન્ય પરમાણુઓ પરમાણુ રૂપે રહેશે નહિ. માટે દરેક પરમાણુઓનું પરસ્પર (પરમાણુત્વરૂપ) તુલ્યત્વ માનવું જ રહ્યું.
વ્યક્ત ઃ તમે જે તુલ્યત્વ કહો છો તે તુલ્યત્વ એટલે તદ્રવ્યવૃત્તિ અને તે પણ વાસ્તવિક 25 નથી, પરંતુ કલ્પિત જ છે. (તદ્ = વિવક્ષિતપરમાણુ, અન્ય = વિવક્ષિતપરમાણુથી અન્ય એવા
બીજા પરમાણુઓ + ચણુકાદિ, વ્યાવૃત્તિ = બીજા પરમાણુઓ + ચણકાદિથી જુદાપણું. દરેક પરમાણુઓ અન્ય એવા પરમાણુઓ અને ભણકાદિથી જુદા છે માટે દરેકમાં તદન્યવ્યાવૃત્તિ રહેલી છે આનું નામ જ તુલ્યત્વ.)