SearchBrowseAboutContactDonate
Page Preview
Page 354
Loading...
Download File
Download File
Page Text
________________ ચક્ષુરાદિજ્ઞાનમાં પરમાણુઓનું જ્ઞાન થાય છે (નિ. ૬૧૨) * ૩૩૭ णुत्वाभावप्रसङ्गात्, न च तद् अन्यव्यावृत्तिमात्रं परिकल्पितमेव, स्वरूपाभावेऽन्यव्यावृत्तिमात्रतायां तस्य खपुष्पकल्पत्वप्रसङ्गात्, तथा चाशेषपदार्थव्यावृत्तमपि खपुष्पं स्वरूपाभावान्न सत्तां धारयति, न च तद्रूपमेव सजातीयेतरासाधारणं तदन्यव्यावृत्तिः, तस्य तेभ्यः स्वभावभेदेन व्यावृत्तेः, स्वभावभेदानभ्युपगमे च सजातीयेतरभेदानुपपत्तेः सजातीयैकान्तव्यावृत्तौ च विजातीयव्यावृत्तावनणुत्ववदणुत्वाभावप्रसङ्गः । 5 * ભગવાન : ના, તુલ્યત્વ એ તદન્યવ્યાવૃત્તિરૂપ કે પરિકલ્પિત નથી, કારણ કે જો આ રીતે પરમાણુઓનું પોતાનું કોઈ અનુગત સ્વરૂપ માનવાનું ન હોય અને માત્ર તદન્યવ્યાવૃત્તિ અને તે પણ પરિકલ્પિત માનવાનું હોય તો ૫૨માણુઓને પણ આકાશપુષ્પસમાન માનવાની આપત્તિ આવશે. જેમ ખ-પુષ્પ દુનિયાના સંપૂર્ણપદાર્થોથી વ્યાવૃત્ત (જુદું) હોવા છતાં પણ પોતાનું સ્વતંત્ર સ્વરૂપ ન હોવાને કારણે જગતમાં અસ્તિત્વને ધારણ કરતું નથી, તેમ ૫૨માણુઓ પણ 10 તદન્યવ્યાવૃત્ત હોવા છતાં પોતાનું સ્વરૂપ ન હોવાથી અસ્તિત્વને ધારણ કરશે નહિ. વ્યક્ત : ચાલો, માની લઈએ કે પરમાણુઓનું પોતાનું કંઈક સ્વરૂપ છે, છતાં પણ તમને ઈચ્છિત તુલ્યત્વની સિદ્ધિ થશે નહિ, કારણ કે સજાતીય-ઈતરાસાધારણ (સજાતીય એવા પરમાણુઓ અને ઈતર એવા ચણુકાદિમાં જે ન હોય તે સજાતીય-ઈતરાસાધારણ) એવું પરમાણુનું સ્વરૂપ જ તદન્યવ્યાવૃત્તિ છે. (અર્થાત્ તદન્યવ્યાવૃત્તિ કલ્પિત નથી, અને આવા પ્રકારની 15 તદન્યવ્યાવૃત્તિ હોવાથી, પરમાણુ ખપુષ્પવત્ થવાની આપત્તિ નહિ આવે.) ભગવાન : સજાતીય એવા અન્ય પરમાણુઓ અને ઈતર એવા ચણુકાદિથી પરમાણુની વ્યાવૃત્તિ જુદા જુદા સ્વભાવના કારણે થાય છે. તેથી સજાતીય - ઈતરાસાધારણ એવું પરમાણુનું સ્વરૂપ એ એક જ તદન્યવ્યાવૃત્તિરૂપ માની ન શકાય. (આશય એ છે કે - જે સ્વભાવથી આ પરમાણુ ચણુકાદિથી જુદો છે તે જ સ્વભાવથી અન્ય પરમાણુઓથી જુદો નથી પરંતુ અન્ય 20 સ્વભાવથી જુદો પડે છે. આમ ચણુકાદિથી જુદો હોવામાં જુદો સ્વભાવ અને અન્ય પરમાણુઓથી જુદો હોવામાં જુદો સ્વભાવ છે. આમ બે સ્વભાવ પરમાણુમાં રહેલા છે. આ જુદા જુદા બે સ્વભાવ(સ્વભાવભેદ)થી વિવક્ષિત પરમાણુ સજાતીય-ઈતરથી જુદો પડી જાય છે. એટલે પરમાણુના જુદા જુદા સ્વરૂપો હોવાથી પરમાણુના સ્વરૂપને એક જ તદન્યવ્યાવૃત્તિરૂપ મનાય નહિ.) જો સ્વભાવભેદ માનવામાં ન આવે તો સજાતીય અને ઈતર એવા ભેદ જ ઘટે નહિ. 25 વળી, પરમાણુ જો વિજાતીયથી જે રીતે એકાન્તે વ્યાવૃત્ત છે, તે રીતે તેનો સજાતીયથી સર્વથા (એકાન્તે) ભેદ માનશો તો જેમ વિક્ષિતપરમાણુ વિજાતીય એવા ચણુકાદિથી જુદો હોવાથી વિવક્ષિતપરમાણુમાં અનણુત્વ નથી તેમ સજાતીયથી પણ જુદો માનતા પરમાણુમાં અણુત્વના અભાવનો પ્રસંગ આવે. (આશય એ છે કે – ચણુકાદિ એ અણુ નથી માટે તેમાં
SR No.005754
Book TitleAvashyak Niryukti Part 02
Original Sutra AuthorN/A
AuthorAryarakshitvijay
PublisherVijay Premsuri Sanskrit Pathshala
Publication Year2010
Total Pages414
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aavashyak
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy