________________
પૂર્વપક્ષના મતે પરમાણુસમૂહની બ્રાન્તતા (નિ. ૬૧૨) ૩૩૫ द्विचन्द्रवत्, भ्रान्तता चास्य समूहिभ्यस्तत्त्वान्यत्वाभ्यामनिर्वचनीयत्वात् अवस्तुत्वात्, अतः कुतो
દેખાતા નથી. તથા પરમાણુઓનો સમૂહ પણ જ્ઞાનનો વિષય નથી કારણ કે કો'ક વ્યક્તિને બે ચન્દ્ર દેખાય તે જેમ ભ્રમ છે, તેમ ચક્ષુ વગેરેના જ્ઞાનમાં દેખાતો પરમાણુસમૂહ પણ બ્રાંત છે, અર્થાત્ જે દેખાય છે તે વાસ્તવમાં નથી.
આ પરમાણુસમૂહ એ ભ્રાન્ત છે કારણ કે આ સમૂહ=સમુદાય (અવયવી) એ 5 સમૂહિસમુદાયિ (અવયવો) કરતાં ભિન્ન છે કે અભિન્ન છે ? આ પ્રમાણેના બંને વિકલ્પો ઘટતાં ન હોવાથી આ સમૂહ એ વસ્તુ જ નથી પણ ભ્રાન્ત છે. (અહીં ભિન્નભિન્નતાનો વિકલ્પ આ પ્રમાણે જાણવો કે પ્રથમ જો કહો કે સમુદાય એ સમુદાયિ કરતા ભિન્ન છે. તો તે સમુદાય સમુદાયમાં વર્તતો છતો દેશથી વર્તે છે કે સર્વીશે વર્તે છે? જો દેશથી વર્તે છે એમ કહો તો તે દેશોમાં પણ આ સમુદાય વર્તતો હોવો જોઈએ. તે દેશોમાં આ સમુદાય દેશથી વર્તે 10 છે? કે સર્વાશે વર્તે છે ? તે પણ કહેવું પડશે. આ રીતે વારંવાર પ્રશ્નો કરતા અનવસ્થા આવીને ઊભી રહે. તેથી સમુદાયને સમુદાયિથી ભિન્ન મનાય નહિ.
હવે જો તમે બીજો વિકલ્પ એટલે કે સમુદાય સમુદાયમાં સર્વાશે વર્તે છે એમ કહો તો, એક જ સમુદાયમાં સમુદાય (પરમાણુનો સમૂહ) સર્વાશે રહેતો હોવાથી તે સિવાયના અન્ય સમુદાયિઓ સમુદાય વિનાના થવાની આપત્તિ આવે, કારણ કે તમામ પરમાણુઓનો સમૂહ આ 15 એક જ સમુદાયમાં વર્તે છે. આ દોષ ન આવે તે માટે જો તમે કહેશો કે સમુદાય સમુદાયિ અભિન્ન છે ભિન્ન નથી તો, પરમાણુનો સમૂહ એ સમુદાયિ જ કહેવાશે. સમુદાયિથી જુદો સમુદાય જેવી કોઈ વસ્તુ જ રહેશે નહિ.
આમ, સમુદાય ભેદ કે અભેદ વિકલ્પવડે અનિર્વચનીય હોવાથી વસ્તુરૂપે જ રહેશે નહિ. તેથી સમુદાય એ ભ્રાન્ત છે માટે જ્ઞાનનો વિષય બનતો નથી. અથવા ભિન્નાભિન્નત્વના વિકલ્પો 20 આ મુજબ જાણવા. - જો સમૂહરૂપ અવયવી, પરમાણુરૂપ અવયવોથી અભિન્ન જ છે, તો પછી પરમાણુ જ રહો, સમૂહ નામની જુદી વસ્તુ માનવાની જરૂર નથી. હવે જો અવયવીને અવયવોથી ભિન્ન માનો તો તે અવયવી, દરેક અવયવમાં સંપૂર્ણતયા રહે છે કે દેશથી ? જો સંપૂર્ણપણે રહે, તો જેટલા અવયવ તેટલા અવયવી થઈ જશે. દા.ત. કયણુક, દરેક પરમાણુમાં સંપૂર્ણપણે રહે તો બે લયણુક થઈ જાય, પરંતુ એવું મનાય નહિ. માટે આ વિકલ્પ માન્ય બનતો 25 નથી.
જો અવયવી દરેક અવયવમાં દેશથી રહે, તો અવયવીને સાંશ માનવો પડે, જે અનિષ્ટ છે, કારણ કે જે લોકો અવયવોથી અવયવીને ભિન્ન માને છે, તેઓ અવયવીને એક = નિરંશ માને છે. છતાં કોઈક રીતે અવયવીને સાંશ માની લો, તો પણ અવયવી પોતાના દરેક અંશમાં સંપૂર્ણપણે રહે કે દેશથી ? સંપૂર્ણપણે રહે તો અનેક અવયવી માનવાની આપત્તિ આવે. દેશથી 30