________________
અગ્નિભૂતિની દીક્ષા (નિ. ૬૦૫) ** ૩૨૯ देहादिकारणत्वानुपपत्तेः, मूर्त्तवस्तुधर्मत्वे पुनरसौ न पुद्गलपर्यायमतिवर्त्तते, कर्मापि च पुद्गलपर्यायानन्यरूपमेव इत्यविप्रतिपत्तिरिति, तस्मात् यच्छरीरपूर्वकं बालशरीरं तत्कार्मणमिति, आगमगम्यं च एतत्, 'पुण्यः पुण्येन पापः पापेन कर्मणा' इत्यादिश्रुतिवचनप्रामाण्यात्, तथा अमूर्त्तस्यापि आत्मनो विशिष्टपरिणामवतः मूर्त्तकर्मपुद्गलसम्बन्धोऽविरुद्ध एव, आकाशस्व घटादिसंयोग इति, तथा अमूर्त्तस्यापि मूर्त्तकृतावुपघातानुग्रहावविरुद्धौ विज्ञानस्य 5 मदिरापानौषधादिभिः उपघातानुग्रहदर्शनात् इत्यलं प्रसङ्गेनेति
छिण्णंमि संसयंमी जिणेण जरमरणविप्पमुक्केणं ।
सो समणो पव्वइओ पंचहि सह खंडियसएहिं ॥ ६०५ ॥
व्याख्या - इत्थं छिन्ने संशये जिनेन जरामरणविप्रमुक्तेन स श्रमणः प्रव्रजितः पञ्चभिः सह खण्डिकशतैः, भावार्थ: सुगम इति गाथार्थः ॥ ६०५ ॥ द्वितीयो गणधरः समाप्तः ॥
10
– આત્મા નામની વસ્તુનો ધર્મ છે ? કે (B) આત્મા સિવાયની વસ્તુનો ધર્મ છે ? જો પ્રથમવિકલ્પ કહેશો તો, સ્વભાવ આત્માનામની વસ્તુનો ધર્મ હોવાથી અમૂર્ત માનવો પડશે. અને તેથી ગગનની જેમ દેહાદિનું કારણ બનશે નહિ. (કારણ કે અમૂર્તમાંથી મૂર્તની ઉત્પત્તિ થાય નહિ.) હવે જો તે સ્વભાવને મૂર્તવસ્તુના ધર્મ તરીકે માનશો તો આ સ્વભાવ મૂર્ત બનશે અને તેથી તે પુદ્ગલના પર્યાયને ઓળંગશે નહિ, અર્થાત્ તે સ્વભાવને પુદ્ગલનો એક પર્યાય જ માનવો પડે. 15 એવું માનતા કર્મ પણ પુદ્ગલનો એક પર્યાય જ છે. તેથી આપણા બંનેનો મત સ૨ખો થઈ જાય. માત્ર તમે “વસ્તુધર્મ” શબ્દ વાપરો અને અમે ‘કર્મ’ શબ્દ વાપરીએ. આમ સ્વભાવ પોતે ઉપરોક્ત ત્રણેય વિકલ્પોમાં ઘટતો ન હોવાથી સ્વભાવને જગતના વૈચિત્ર્યમાં કે દેહની રચનાનો નિયામક=કારણ મનાય નહિ. તેથી જે શરીરપૂર્વકનું બાળશરીર છે તે કાર્યણશરીર છે એ નક્કી થાય છે. (અને આ કાર્મણશરીર એટલે કર્મ.) આ રીતે અનુમાનથી કર્મસત્તા સિદ્ધ થઈ. વળી આ કર્મ આગમથી પણ જણાય છે “પુન્ય પુજ્યેન પાપ:...” વગેરે શ્રુતિના વચનો પ્રમાણભૂત છે જે કર્મનું અસ્તિત્વ જણાવે છે. પૂર્વે પૂર્વપક્ષે કહ્યું હતું કે – અમૂર્ત એવા આત્માનો મૂર્ત એવા કર્મ સાથે સંયોગ કેવી રીતે થાય ? તેનો ઉત્તર આપે છે કે જેમ અમૂર્ત એવા આકાશનો મૂર્ત એવા ઘટાદિ સાથે સંયોગ અવિરુદ્ધ છે, તેમ વિશિષ્ટ પરિણામવાળા અમૂર્ત આત્માનો કર્મ સાથેનો સંયોગ પણ અવિરુદ્ધ જ છે. એ જ રીતે જેમ મદિરાના પાનથી જ્ઞાનનો 25 ઉપઘાત અને (બ્રાહ્મી વગેરે) ઔષધિના પાનથી જ્ઞાનની વૃદ્ધિ થતી દેખાય છે, તેમ મૂર્ત એવા કર્મોવડે આત્મા ઉપર પણ ઉપઘાત અનુગ્રહ થાય તેમાં કોઈ વિરોધ નથી. તેથી વધુ ચર્ચાથી સર્યું. ॥૬૦૪॥
-
ગાથાર્થ : આ રીતે જન્મ-મરણથી મુક્ત થયેલા જિનવડે સંશય છેદાતા અગ્નિભૂતિ પાંચસો શિષ્યો સાથે સાધુ થયો.
ટીકાર્થ : ગાથાર્થ મુજબ જ છે. II૬૦૫
20
30