________________
૩૩૦ જ આવશ્યકનિયુક્તિ • હરિભદ્રીયવૃત્તિ • સભાષાંતર (ભાગ-૨)
ते पव्वइए सोउं तइओ आगच्छई जिणसगासं ।
वच्चामि णं वंदामी वंदित्ता पज्जवासामि ॥६०६॥ व्याख्या-तौ' इन्द्रभूतिअग्निभूती प्रव्रजितौ श्रुत्वा तृतीयो वायुभूतिनामा आगच्छति जिनसकाशं, उभयनिष्क्रमणाकर्णनादपेताभिमानः सञ्जातसर्वज्ञप्रत्ययः खलु अत एवाहं व्रजामि, 5 णमिति वाक्यालङ्कारे, वन्दे भगवन्तं, तथा वन्दित्वा पर्युपासयामि इति गाथार्थः ॥६०६॥ इति सञ्जातसङ्कल्पो भगवत्समीपं गत्वा अभिवन्द्य च भगवन्तं तदग्रतस्तस्थौ, अत्रान्तरे
आभट्ठो य जिणेणं जाइजरामरणविप्पमुक्केणं ।
णामेण य गोत्तेण य सव्वण्णू सव्वदरिसीणं ॥६०७॥
ચાર –પૂર્વવત્ 10 इत्थमपि संलप्तो हृद्गतं संशयं प्रष्टुं क्षोभादसमर्थो भगवताऽभिहित:
तज्जीवतस्सरीरंति संसओ णवि य पुच्छसे किंचि ।
वेयपयाण य अत्थं ण जाणसी तेसिमो अत्थो ॥६०८॥ व्याख्या-स जीवः तदेव शरीरमिति, एवं संशयस्तव, नापि च पृच्छसि किञ्चित्
* તૃતીયો પથરવાદ્રિ 15 ગાથાર્થ : તેઓને પ્રવ્રજિત સાંભળીને ત્રીજો જિન પાસે આવે છે. ત્યાં જાઉં, વંદન કરું, અને વંદન કરીને પ્રભુની ઉપાસના કરું.
ટીકાર્થ : તે ઈન્દ્રભૂતિ અને અગ્નિભૂતિને પ્રવ્રજિત સાંભળીને વાયુભૂતિનામે ત્રીજો બ્રાહ્મણ જિન પાસે આવે છે. ઉભયની દીક્ષાને સાંભળતા દૂર થયેલું છે અભિમાન જેનું અને ઉત્પન્ન
થયેલ છે સર્વજ્ઞ તરીકેનો વિશ્વાસ જેને એવો વાયુભૂતિ (વિચારે છે કે, આથી જ = આ સર્વજ્ઞ 20 છે માટે જ હું જાઉં અને ભગવાનને વંદન કરું, વંદન કરી તેમની સેવા કરું. દીદી.
અવતરણિકા : આ પ્રમાણે ઉત્પન્ન થયેલા સંકલ્પવાળો વાયુભૂતિ ભગવાન પાસે જાય છે અને ભગવાનને વંદન કરી ભગવાન સમક્ષ ઊભો રહે છે. તે સમયે કે
ગાથાર્થ : જન્મ-જરા-મરણથી મુક્ત થયેલા સર્વજ્ઞ, સર્વદર્શી એવા જિનવડે નામ અને ગોત્રથી (વાયુભૂતિ) બોલાવાયો.
ટીકાર્થ : ગાથાર્થ મુજબ છે. ૬૦ણી
અવતરણિકા : આ પ્રમાણે ભગવાનવડે બોલાવાયેલો વાયુભૂતિ જ્યારે ક્ષોભ (શરમ)ને કારણે હૃદયગત સંશયને પૂછવા માટે અસમર્થ થયો ત્યારે ભગવાને કહ્યું છે
ગાથાર્થ : “તે જ જીવ અને તે જ શરીર ? (કે જુદા ?)” એ પ્રમાણે તને સંશય છે છતાં તું મને કંઈ પૂછતો નથી. તું વેદપદોના અર્થોને જાણતો નથી. તે પદોનો આ અર્થ છે. 30 ટીકાર્થઃ “જીવ એ જ શરીર છે (કે જીવ શરીરથી જુદો છે ?)” એ પ્રમાણે તને સંશય
છે અને સર્વતત્ત્વોને જાણનાર મને તું પૂછતો પણ નથી. તારો આ સંશય વેદના વિરુદ્ધપદોને